Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ કોર્ટ કમ્પાઉન્ડમાંથી સગીરા ગુમ, અપહરણની ફરિયાદ:માતાએ બે મહિલાઓ પર શંકા વ્યક્ત કરી, પોલીસે તપાસ શરૂ કરી

    1 week ago

    પાટણ શહેરના કોર્ટ કમ્પાઉન્ડમાંથી 17 વર્ષીય સગીરા રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ છે. આ મામલે સગીરાની માતાએ પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી છે, જેમાં બે મહિલાઓ પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. ફરિયાદી ઉમાબેને પોલીસને જણાવ્યું કે, 10 એપ્રિલ, 2026 ના રોજ સવારે 11:30 વાગ્યે તેઓ તેમની 17 વર્ષ અને 9 મહિનાની દીકરી સાથે પાટણ કોર્ટમાં આવ્યા હતા. તે દરમિયાન દીકરી કોઈને જાણ કર્યા વગર કોર્ટ કમ્પાઉન્ડમાંથી જતી રહી હતી. પરિવારે સગા-સંબંધીઓ અને શહેરના વિવિધ વિસ્તારોમાં તેની શોધખોળ કરી હતી, પરંતુ દીકરીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. સામાજિક બદનામીના ડરથી પરિવારે ફરિયાદ નોંધાવવામાં વિલંબ કર્યો હોવાનું પણ જણાવાયું છે. ઉમાબેને તેમની ફરિયાદમાં હંસાબેન (રહે. પાટણ) અને ભાવનાબેન (રહે. પાટણ) પર શંકા વ્યક્ત કરી છે. તેમને આશંકા છે કે આ મહિલાઓ તેમની દીકરીને લલચાવી-ફોસલાવીને કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગઈ છે. પાટણ સીટી બી ડિવિઝન પોલીસે આ મામલે બી.એન.એસ. કલમ 137(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સપેક્ટર વિનયસિંહ તેજાજી રાજપુતને સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઉત્તરપ્રદેશના યુવકનો આપઘાત:એપીએમસી માર્કેટની દીવાલ પાસે ઝાડ પર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું; આપઘાતનું કારણ અકબંધ,મૃતદેહને પીએમ બાદ યુપી રવાના કરાયો
    Next Article
    જામનગર ભાજપે શહેર વિકાસ માટે સંકલ્પ પત્ર જાહેર કર્યું:અનેક આધુનિક પ્રોજેક્ટ્સનો સમાવેશ, 'ફાટક મુક્ત' શહેર બનાવવાનો સંકલ્પ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment