Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તરપ્રદેશના યુવકનો આપઘાત:એપીએમસી માર્કેટની દીવાલ પાસે ઝાડ પર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું; આપઘાતનું કારણ અકબંધ,મૃતદેહને પીએમ બાદ યુપી રવાના કરાયો

    1 week ago

    વડોદરા શહેરના દરજીપુરામાં APMC માર્કેટની દીવાલ પાસે ઝાડ સાથે અડધી રાત્રે ગળેફાંસો ખાઈને 22 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે કપુરાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લટકતી લાશ જોઈને પોલીસને જાણ કરી ગત મોડી રાત્રે ઝાડ પર લટકતી યુવકની લાશ જોઈને એક રાહદારીએ તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં મૃતકની ઓળખ શુભમ પાસવાન (ઉંમર 22 વર્ષ) તરીકે કરી છે. તે મૂળ ઉત્તરપ્રદેશનો વતની હતો અને હાલ સયાજીપુરા ફ્રૂટ માર્કેટમાં રહેતો હતો. શુભમ APMC માર્કેટમાં છૂટક મજૂરીનું કામ કરતો હતો અને તે પોતાના રાજ્યના સંબંધીઓ સાથે જ રહીને કામ કરતો હતો. કપુરાઈ પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પોસ્ટમોર્ટમ પછી મૃતદેહને ઉત્તરપ્રદેશ રવાના કરવામાં આવ્યો છે. આપઘાતનું કારણ અકબંધ પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. અત્યાર સુધી કોઈ સુસાઇડ નોટ મળી નથી. હાલમાં આ યુવકના આપઘાત પાછળ મૂળ કારણ જાણવા પોલીસે પોસ્ટમોર્ટમ અને અન્ય કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપનું ‘ઓપરેશન’:રાજકોટનાં વોર્ડ 13, 15, 16 અને 18માં અપક્ષ તેમજ 'આપ'નાં ઉમેદવારોએ 4 ફોર્મ પરત ખેંચ્યા, ભાજપને ટેકો આપવાની કરી જાહેરાત
    Next Article
    પાટણ કોર્ટ કમ્પાઉન્ડમાંથી સગીરા ગુમ, અપહરણની ફરિયાદ:માતાએ બે મહિલાઓ પર શંકા વ્યક્ત કરી, પોલીસે તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment