Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપનું ‘ઓપરેશન’:રાજકોટનાં વોર્ડ 13, 15, 16 અને 18માં અપક્ષ તેમજ 'આપ'નાં ઉમેદવારોએ 4 ફોર્મ પરત ખેંચ્યા, ભાજપને ટેકો આપવાની કરી જાહેરાત

    1 week ago

    રાજકોટ મહાપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. આજરોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક વ્યૂહ રચના અપનાવીને વિરોધ પક્ષો અને અપક્ષ ઉમેદવારોના સમર્થન મેળવવામાં મોટી સફળતા મેળવી છે. ખાસ કરીને વોર્ડ નંબર 13 અને 15માં ભાજપે જે રીતે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવ્યા છે, તેનાથી ચૂંટણીના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 4 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સહિત અપક્ષોનો સમાવેશ થાય છે. આ તમામ ઉમેદવારોએ હવે ભાજપના ઉમેદવારોને ટેકો જાહેર કરતા વિપક્ષી છાવણીમાં સોપો પડી ગયો છે. વોર્ડ નંબર 13માં અપક્ષ ઉમેદવાર રાજુભાઈ મૈયડની નારાજગી દૂર કરવામાં ભાજપ સંગઠન સફળ રહ્યું છે. રાજુભાઈ મૈયડે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ રાજકોટ શહેર ભાજપના આગેવાનોએ તેમનો સંપર્ક સાધીને લાંબા સમયથી ચાલી આવતી તેમની નારાજગી દૂર કરી છે. રાજુભાઈ મૈયડના જણાવ્યા અનુસાર, મચ્છોયા આહીર સમાજની છેલ્લા ઘણા સમયથી અવગણના થતી હોવાને કારણે સમાજમાં રોષ હતો, જે તેમણે ભાજપ સંગઠન સમક્ષ રજૂ કર્યો હતો. ભાજપના આગેવાનોએ આગામી દિવસોમાં તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપતા રાજુભાઈએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે અને પોતાની ઉમેદવારી પરત ખેંચીને ભાજપને ટેકો જાહેર કર્યો છે. અગાઉ આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના 4-4 ઉમેદવારો અને બસપાના 3 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી એકમાત્ર અપક્ષ ઉમેદવાર હવે ભાજપની સાથે ભળી ગયા છે. આ ઉપરાંત સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 15માં જોવા મળ્યો છે, જે પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીં 'આપ' પાર્ટીના ઉમેદવાર લાખાભાઈ મોરવાડીયાએ અચાનક જ ફોર્મ પરત ખેંચીને ભાજપને ટેકો આપી દીધો છે. આ આખા ખેલ પાછળ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. પ્રવીણ સોરાણીએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે કોંગ્રેસે તેમની સાથે અન્યાય કર્યો હોવાથી હવે તેઓ ભાજપને જીતાડવા માટે મેદાને પડ્યા છે. લાખાભાઈ મોરવાડીયાએ જણાવ્યું હતું કે, તેઓ વોર્ડ નંબર 6 માંથી ટિકિટની માંગણી કરી રહ્યા હતા જ્યાં તેમના સમાજનું 11700 જેટલું મજબૂત મતદાન છે, પરંતુ પક્ષે તેમને વોર્ડ નંબર 15 માં મોકલી દીધા હતા. જીતની નહિવત શક્યતાઓ અને પ્રવીણ સોરાણીના ભાજપ સાથેના જોડાણને પગલે તેમણે પણ કેસરીયો ધારણ કરવાનો નિર્ણય લીધો છે. વોર્ડ નંબર 15માં ભાજપે માત્ર ‘આપ’ જ નહીં, પરંતુ મજબૂત અપક્ષ ઉમેદવાર દેવરાજ સોનારાની વિકેટ પણ પાડી છે. દેવરાજ સોનારાએ પોતાનું ફોર્મ પરત ખેંચીને ભાજપના ઉમેદવાર નિલેશ હેરભાને ટેકો જાહેર કર્યો છે. દેવરાજ સોનારાના મતે, નિલેશ હેરભા અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવેલા લોકહિતના કાર્યોથી પ્રેરાઈને તેમણે જનતાના કામો માટે ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. ગત ચૂંટણીમાં એકમાત્ર વોર્ડ નંબર 15માં કોંગ્રેસનાં ચાર કોર્પોરેટરો ચૂંટાયા હતા. ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસના વશરામ સાગઠીયાને હરાવવા માટે આ એક વ્યૂહાત્મક ચાલ ચાલી હોય તેમ જણાય છે. આ ઉપરાંત, વોર્ડ નંબર 16 અને 18 માંથી પણ અન્ય અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. આમ, ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ભાજપે રાજકીય ગણિતોમાં મોટો ફેરફાર લાવીને કુલ 4 ફોર્મ પરત ખેંચાવતા ચૂંટણીનો જંગ વધુ રસાકસીભર્યો બન્યો છે. અને કોંગ્રેસના ગઢમાં ગાબડા પડે તે શક્યતા રાજકીય પંડિતો વ્યક્ત કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Jaya Kishori Exclusive:Jaya Kishori के साथ आध्यामिक अनुभव की यात्रा |Exclusive| Galgotias University
    Next Article
    ઉત્તરપ્રદેશના યુવકનો આપઘાત:એપીએમસી માર્કેટની દીવાલ પાસે ઝાડ પર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું; આપઘાતનું કારણ અકબંધ,મૃતદેહને પીએમ બાદ યુપી રવાના કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment