Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં AAP-કોંગ્રેસના 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા:સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પક્ષપલટાથી માહોલ ગરમાયો

    6 days ago

    ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના 50થી વધુ કાર્યકરો ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા છે. ભરૂચ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રીની હાજરીમાં આ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસના પાલિકા પૂર્વ ઉમેદવાર શંકર પટેલ અને આમ આદમી પાર્ટીના આકાશ પટેલે સત્તાવાર રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે ભાજપના આગેવાનો દ્વારા નવા જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કરી પક્ષની નીતિઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. અન્ય અનેક કાર્યકરો પણ ભાજપમાં જોડાતા રાજકીય માહોલ વધુ ગરમાયો છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ પક્ષપલટા આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના સમીકરણોને પ્રભાવિત કરી શકે છે. ખાસ કરીને, ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરાજિત થયેલા શંકર પટેલનું ભાજપમાં જોડાવું રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાય છે. આ ઉપરાંત, આમ આદમી પાર્ટીના કાર્યકર આકાશ પટેલે પણ ભાજપ કાર્યાલય ખાતે ભાજપનો ખેસ ધારણ કરી AAP છોડી દીધી છે. નોંધનીય છે કે, તેઓ અગાઉ AAPના નેતા ચૈતર વસાવાના સમર્થનમાં કોર્ટ ખાતે હાજર રહ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમને કારણે ભરૂચ જિલ્લામાં પક્ષપલટાનો દોર શરૂ થયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આવનારા દિવસોમાં આ પરિવર્તનો ચૂંટણી પરિણામો પર કેવો પ્રભાવ પાડશે તે જોવું રસપ્રદ રહેશે.
    Click here to Read More
    Previous Article
    નિલમબાગ બ્રાન્ચ SBIમાંથી લોન મેળવીને રૂ.1.35 કરોડની છેતરપિંડી કરી:2 બેંકના એજન્ટ અને 4 મહિલા લોનધારકની ધરપકડ, ખોટા બિલો એજન્ટ મારફતે બેંકમાં મુક્યા'તા
    Next Article
    જલારામ હોટલમાં કામ કરતા યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત:બહેનના લગ્નની કંકોત્રી આપવા જતા 17 વર્ષીય ભાઈને અકસ્માત નડ્યો, માથામાં ઈજા થતા મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment