Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિલમબાગ બ્રાન્ચ SBIમાંથી લોન મેળવીને રૂ.1.35 કરોડની છેતરપિંડી કરી:2 બેંકના એજન્ટ અને 4 મહિલા લોનધારકની ધરપકડ, ખોટા બિલો એજન્ટ મારફતે બેંકમાં મુક્યા'તા

    6 days ago

    ભાવનગર શહેરના નિલમબાગ બ્રાન્ચ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી વર્ષ 2023-25 દરમિયાન PMEGP અંતર્ગત લધુ ઉદ્યોગના નામે બેંકના એજન્ટો સાથે મળી પુર્વ આયોજીત કાવતરૂ કરી SBI બેંકમાં ખોટા બિલોને ખરા તરીકે દેખાડી લોનની રકમમાંથી મશીનરી કે, સ્ટોક વગેરે ખરીદ નહી કરી લોન પોતાના અંગત ઉપયોગમા લઈ રૂા.1.35 કરોડની રકમ બેંકમાંથી મેળવી તેના હપ્તા કે લોન ભરપાઈ ન કરતા SBI બેંકના આસી.જનરલ મેનેજરે 4 મહિલા સહિત 6 સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. લધુ ઉદ્યોગકારોને મળતી આર્થિક સહાયની લોન ખોટા બિલથી મેળવી મળતી માહિતી અનુસાર શહેરના નિલમબાગ શાખાના SMECC વિભાગના આસિસન્ટ જનરલ મેનેજર કલ્પેશ રજનીકાંત ઝાલાએ નિલમબાગ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે, નાગરીકોને લધુ ઉદ્યોગ શરુ કરવાના હેતુથી લધુ ઉદ્યોગકારોને આર્થિક સહાય મળે તે માટે PMEGP અંતર્ગત લોન આપવામાં આવતી હતી જે અંતર્ગત ગત 17 ફેબ્રુઆરી, 2023થી 11 ઓકટોબર, 2025ના સમયગાળા દરમિયાન લોન આપવામાં આવી હોવાનું ધ્યાન પર આવ્યુ હતું. 24 લાખની લોન મંજુર થઈ હતી જેની તપાસ કરતા ભુમીબેન નિખીલભાઈ પંડ્યાને રેડીમેન્ટ કાપડ બનાવવા માટે 19 લાખ તેમજ સ્ટોક માટે સીસી 5 લાખની લોન મળી કુલ 24 લાખની લોન મંજુર થઈ હતી. જે પેટે તેઓને રૂા.20,83,093ની રકમ ભરવાની બાકી હતી. કિરણબેન જીતેન્દ્રભાઈ રાઠોડને તેના રહેઠાણ ખાતે રેડીમેન્ટ ગારમેન્ટ બનાવવાના મશીન માટે ટર્મ લોન 28,50,000 તેમજ સ્ટોક માટે સી.સી લોન રૂ.19,00,000 મળી કુલ રૂા.47.50 લાખની લોન મંજુર થઈ હતી જે પેટે તેને 42,68,172 ની રકમ બાકી હતી. મશીનની ટર્મ લોન રૂ.38 લાખની મંજુર થઈ હતી જલ્પાબેન પિયુષભાઈ શાહે રેડીમેન્ટ કપડા બનવવા માટે મશીનની ટર્મ લોન રૂ.38 લાખની લોન મંજુર થઈ હતી તેઓને રૂા.31,39,543 ની રકમ ભરવાની બાકી હતી. જ્યારે જાગ્રતિબેન વિવેકભાઈ લાલવાણી એ રેડીમેડ કપડાં બનાવવા માટે મશીનની ટર્મ લોન રૂ.28,50,000 લોન તેમજ સ્ટોક માટે સીસી લોન મળી 47,50,000 ની લોન મંજુર થયેલી જે પૈકી રૂા.40,09,761ના રકમ ભરપાઈ કરવાની બાકી હોવાનું જાણવા મળ્યુ હતું. જેને લઈ બેન્ક કર્મચારીઓ-અધિકારીઓ દ્વારા સ્થળ ૫ર ઈન્સ્પેકશન કરતા સ્થળ પર માલસામાન કે મશીનરી કઈ મળી આવ્યુ ન હતું. ખોટા બિલ આપીને લોન મંજૂર કરાવી બનાવના મામલે તપાસ દરમિયાન 4 મહિલા લોનધારકોએ ઈરાદાપુર્વક ગેરરીતી આચરીને પુર્વ આયોજીત કાવતરૂ રચી તમામે બેંકમાંથી લોન લેવા માટે ખોટા બિલો એજન્ટ ભરત સુગનામલ અડવાણી પાસેથી મેળવી તે બીલો ખોટા હોવાનું જાણવા છતા અન્ય બેંક એજન્ટ સુનિલ ત્રિલોકચંદ હાસેજા દ્રારા બેંકમાં રજુ કરાવી ખોટા બીલોને સાચા તરીકે રજુ કરી બેંકમાંથી ટર્મ લોન તેમજ સીસી લોન મેળવી તે મંજુર કરાવી લોનની રકમ મશીનરી, સ્ટોકની ખરીદી નહી કરી અંગત ઉપયોગ માટે લઈ લીધી હતી. 1.35 કરોડની બેંક સાથે છેતરપિંડી કરી ચારેય મહિલા લોનધારકે બેંકને વિશ્વાસ અને ભરોસાના ભાગરૂપે આપવામાં આવેલ લોનના નાણા બેંકમાં જમા નહી કરાવી ચારેય લોનઘારકોએ ટર્મ લોન તેમજ સીસી લોન લઈ કુલ રૂા.1,35,00,569 ની બેંક સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. 4 મહિલા અને 2 એજન્ટ સામે ફરિયાદ નોંધાઈ જે ફરીયાદ અનુસંધાને નિલમબાગ પોલીસે લોનધારક ભુમીબેન નિખીલભાઈ પંડ્યા, કિરણબેન જીતેન્દ્રભાઈ રાઠોડ, જલ્પાબેન પિયુષભાઈ શાહ, જાગ્રતિબેન વિવેકભાઈ લાલવાણી, એજન્ટ ભરત સુગનામલભાઈ અડવાણી અને સુનિલ ત્રિલોકચંદ હાસેજા તમામ રહે.ભાવનગરનાઓ વિરુધ્ધ BNS એક્ટ 318(4), 336(2), 339(3), 338, 340(2), 3(5), 61(2), મુજબ ગુનો દાખલ કરી નિલમબાગ પોલીસે ગણતરીની કલાકોમાં લોનધારક મહિલા, એજન્ટ સહિતનાની ધરપકડ કરી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. ખોટા બિલથી લોન મેળવવા માટે છેતરપિંડી કરી આ અંગે સીટી DYSP આર.આર.સિંધાલ જણાવ્યું હતું કે, SBIના બ્રાન્ચ મેનેજર કલ્પેશ ઝાલા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં 2023થી 2025 ના વર્ષમાં જે બ્રાન્ચના એજન્ટ ભરતભાઈ અને અન્ય બેંકના એજન્ટ સુનિલભાઈ, તેના દ્વારા ખોટા બિલ તે સાચા તરીકે તેનો ઉપયોગ કર્યો છે અને બેંક સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલી છે. એમાં છ આરોપીઓ છે,તેઓએ 1 કરોડ 35 લાખથી વધુ રકમની એસબીઆઈ સાથે ટર્મ લોન અને સીસી લોન મેળવવા માટે છેતરપિંડી કરી છે. જેમાં આજે ખોટા બિલ છે, તેનાથી તેની મશીનરી અને સ્ટોક ખરીદવાની જે મેટર છે, તે વિશ્વાસઘાત સાબિત થતા, તેના ઈન્સ્પેક્શન દરમિયાન જોતા તે મશીનરી અને સ્ટોક તે હોય નહિ, જેથી બેન્ક મેનેજર કલ્પેશભાઈ ઝાલા દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. અને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરવામાં આવી DYSPએ કહ્યું કે, આ બનાવની તપાસ પીએસઆઇ ચુડાસમા ચલાવી રહ્યા છે, અને આ બનાવના 6 આરોપીઓને અટક કરવામાં આવી છે, અને તમામ ને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે. આ જે બેંકનો ગુનો જે છે, ઇકોનોમિક ક્રાઇમ ટાઇપ છે, અને તેની ઊંડી તપાસ કરી અને બીજા કોઈ અન્ય આરોપીઓ આમાં હોવાની પૂરી શક્યતા છે, અને ખૂબ જ ઊંડી તપાસ કરી અને બીજા જો આરોપી હશે, તો તમામની પોલીસ દ્વારા અટક કરવામાં આવનાર છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: ટ્રમ્પનો નવો કારસો:યુદ્ધનો ખર્ચ ખાડી દેશો પાસેથી વસૂલવાનો પ્લાન, અમેરિકાની ફોર્મ્યુલાથી આરબ દેશોમાં ડબલ આફત, 1991 જેવી સ્થિતિનો ખતરો
    Next Article
    ભરૂચમાં AAP-કોંગ્રેસના 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા:સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પક્ષપલટાથી માહોલ ગરમાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment