Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું:મતદાન પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો, ભાજપ શહેર પ્રમુખના વોર્ડમાં જ દાવ થઈ ગયો

    1 week ago

    ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના જંગમાં મતદાન પહેલા જ રાજકીય ગરમાવો જોવો મળી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 6 પીરછલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે, આ વોર્ડના કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઇન્દુબેન જયમલસિંહ પરમારે અચાનક પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે, ​પક્ષને અંધારામાં રાખી લેવાયો નિર્ણય આ અંગે મળતી માહિતી મુજબ ઇન્દુબેન પરમારે શનિવારે સવારે અંદાજે 10 વાગ્યાના સુમારે પક્ષના કોઈ પણ હોદ્દેદાર કે સાથી ઉમેદવારોને જાણ કર્યા વગર બહુમાળી ભવન પહોંચી પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. આ ઘટનાની જાણ થતા જ કોંગ્રેસના શહેર પ્રમુખ સહિતના આગેવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું, તેમજ આપના ઉમેદવાર સલીમ મહેતાએ પણ પોતાની ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું હતું, ભાવનગર વોર્ડ નંબર 6 પીરછલ્લા માં 4 બેઠકમાં 2 સામાન્ય મહિલા એક ઓબીસી તથા એક સામાન્ય પુરુષની બેઠક આવેલી છે. જેમાંથી એક કોંગ્રેસ ના ફોર્મ પાછું ખેંચતાં હવે કોંગ્રેસના 3 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, ​ભાજપ માટે ‘શુભ શરૂઆત’ ​પીરછલ્લા વોર્ડે ભાજપના શહેર પ્રમુખનો વોર્ડ હોવાથી આ બેઠક પ્રતિષ્ઠાનો જંગ મનાતી હતી. હવે હરીફ ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાતા ભાજપ માટે આ વોર્ડમાં જીતનો માર્ગ અત્યંત સરળ બની ગયો છે, રાજકીય વિશ્લેષકો આને ભાજપ માટે શહેર પ્રમુખના વોર્ડથી થયેલી 'શુભ શરૂઆત' તરીકે જોઈ રહ્યા છે. ​આ ઘટનાને પગલે ભાવનગરના સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે અને કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં પ્રેમલગ્નના અઢી મહિનામાં પરિણીતાનું અપહરણ, CCTV:સ્વિફ્ટ કારમાં આવેલા શખસો યુવતીને ઉઠાવી ગયા, યુવકે સાસરી પક્ષ સામે ફરિયાદ નોંધાવી
    Next Article
    AAPએ 111 ઉમેદવારોને ભવ્ય ફાર્મ હાઉસમાં 'નજરકેદ' કર્યા:AC બેન્કવેટ હોલ ને જમવા સહિતની હાઈફાઈ સુવિધાઓ, છેલ્લી ઘડીના 'ખેલ'ને રોકવા સુરતમાં 'આપ'નું ઓપરેશન રક્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment