Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AAPએ 111 ઉમેદવારોને ભવ્ય ફાર્મ હાઉસમાં 'નજરકેદ' કર્યા:AC બેન્કવેટ હોલ ને જમવા સહિતની હાઈફાઈ સુવિધાઓ, છેલ્લી ઘડીના 'ખેલ'ને રોકવા સુરતમાં 'આપ'નું ઓપરેશન રક્ષણ

    1 week ago

    સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ભારે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. ભાજપની તોડજોડની નીતિથી બચવા માટે આમ આદમી પાર્ટીએ છેલ્લી ઘડીએ પોતાનો 'પ્લાન-બી' અમલમાં મૂક્યો છે. 'આપ'ના તમામ 111 ઉમેદવારોને સુરતના છેવાડે આવેલા એક ગુપ્ત ફાર્મ હાઉસમાં ખસેડી દેવામાં આવ્યા છે. બપોરે 3 વાગ્યાની ડેડલાઈન પૂરી ન થાય ત્યાં સુધી તમામના ફોન સ્વીચ ઓફ કરી દેવાયા હોવાની ચર્ચા છે. ભવ્ય ફાર્મ હાઉસના AC બેન્કવેટ હોલમાં ઉમેદવારોને જોઈતી સુવિધા આપવામાં આવશે. હોલમાં અંદર સોફા, કૂલર અને બપોરે જમવામાં ફાડા લાપસી, બે શાક, દાળ ભાત, છાશ, પાપડ અને ખમણની વ્યવસ્થા છે. AAP તેના તમામ ઉમેદવારોને સાંજ સુધી બહાર નીકળવા દેશે નથી. વૃક્ષોની આડમાં બેન્ક્વેટ હોલ અને એન્ટ્રી પર સજ્જડ પહેરો સુરત શહેરની ભાગોળે આવેલા આ ફાર્મ હાઉસને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવાયું છે. ફાર્મ હાઉસના મુખ્ય દરવાજા પર પાર્ટીના વિશ્વસનીય કાર્યકરો તૈનાત છે. કોઈ પણ અજાણી વ્યક્તિ કે શંકાસ્પદ વાહનને અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી. ફાર્મની અંદર ગાઢ વૃક્ષોની પાછળ આવેલા હોલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેથી ડ્રોન કે અન્ય રીતે કોઈ નજર ન રાખી શકે. ઉમેદવારોને સાચવવા વિઝન ડોક્યુમેન્ટનું બહાનું! પાર્ટી દ્વારા સત્તાવાર રીતે એવું જાહેર કરાયું છે કે સુરતના વિકાસ માટે 'વિઝન ડોક્યુમેન્ટ' લોન્ચ કરવાનો કાર્યક્રમ છે. જોકે, અંદરની વાત એ છે કે આ માત્ર એક કવર સ્ટોરી છે. મુખ્ય હેતુ તમામ ઉમેદવારોને એકત્ર રાખીને સામેના પક્ષના સંપર્કથી દૂર રાખવાનો છે. 3 વાગ્યા સુધીમાં કોઈ ભૂલેચૂકે પણ ફોર્મ પરત ખેંચવા ચૂંટણી અધિકારીની કચેરીએ ન પહોંચે તે માટે આ વ્યૂહરચના ઘડાઈ છે. એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર દરેકનું ચેકિંગ તમામ 111 ઉમેદવારોને એક જ છત નીચે લાવીને હાઈકમાન્ડને સંદેશ આપવાનો પ્રયાસ કરાયો છે. સવારથી સાંજ સુધી ઉમેદવારોને અલગ-અલગ સેમિનારમાં વ્યસ્ત રખાશે જેથી તેઓ બહાર ન જઈ શકે. શહેરના છેવાડે હોવાથી નેટવર્કની પણ પ્રોબ્લેમ આવી રહ્યું છે. એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર આવનાર દરેક વ્યક્તિનું રજીસ્ટ્રેશન અને આઈડી ચેક કરાઈ રહ્યું છે. છેલ્લી ઘડીના 'ખેલ'ને રોકવા 'આપ'નું ઓપરેશન રક્ષણ સુરતમાં અગાઉ પણ ઉમેદવારો તૂટ્યા હોવાના કડવા અનુભવો થઈ ચૂક્યા છે. છેલ્લી ઘડીએ થતા 'ખેલ'ને રોકવા માટે પ્રદેશ નેતાગીરીએ આ વખતે સુરત મોડલ પર ખાસ નજર રાખી છે. સાંજ સુધી ઉમેદવારોને મનોરંજન અને તાલીમના નામે ફાર્મ હાઉસમાં જ રોકી રાખવામાં આવશે, ત્યારબાદ જ તેમને મુક્ત કરવામાં આવશે. આ પણ વાંચો 'જયરાજ-ગણેશે કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો મને પણ લાભ દે':ગોંડલમાં રાજકીય દાવપેચનો જબરો ખેલ જામ્યો આગામી 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે. જો કે આ પહેલાં ઉમેદવારોને નજરકેદ, અપહરણ, ધાક-ધમકીનો ખેલ શરૂ થઈ ચૂક્યો છે. આપ અને કોંગ્રેસ ભાજપ પર ધમકી, અપહરણના આક્ષેપો કરી રહી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    ભાવનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું:મતદાન પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો, ભાજપ શહેર પ્રમુખના વોર્ડમાં જ દાવ થઈ ગયો
    Next Article
    Viktor Axelsen: The rebel who was also a winner; a stomping attacker on court who surprised unsuspecting Chinese by speaking to them in their tongue

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment