Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત:નશામાં મર્સિડીઝ ચાલકે ટક્કર મારતાં એક્ટિવા સવાર વૃદ્ધ દંપતી ઇજાગ્રસ્ત

    11 hours ago

    શહેરમાં નબીરાઓ દ્વારા દારૂ પીને બેફામ ગાડી ચલાવવાની ઘટનાઓ વારંવાર બની રહી છે. આજવા રોડ પર સોમવાર સાંજના સમયે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક લક્ઝરી મર્સડીઝ કાર ના ચાલકે દારૂના નશામાં ચૂર થઈને એક્ટિવા સવાર વૃદ્ધ દંપતીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.પરિણામે બંનેને ઇજાઓ પહોંચી હતી.બાપોદ પોલીસે આ મામલે ત્રણ જુદી જુદી ફરિયાદો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં ભોગ બનેલા 65 વર્ષીય ફરિયાદી પ્રીતમભાઈ જીણાભાઈ સીકલીગર નિવૃત જીવન ગુજારે છે. તેઓ પોતાની પત્ની રૂપલબેન સાથે એક્ટિવા પર કમલાનગર તળાવ પાસે આવેલ માર્કેટમાં શાકભાજી લેવા જઈ રહ્યા હતા. આશરે સાંજે 7 વાગે અકસ્માત થયો હતો .જ્યારે તેઓ આજવા રોડ પર આવેલ કેર નર્સીંગ હોમ પાસે પહોંચ્યા, ત્યારે પાછળથી પુરઝડપે આવતી મર્સડીઝે તેમની એક્ટિવાને અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે દંપતી હવામાં ફંગોળાઈ રોડ પર નીચે પટકાયું હતું, જેમાં રૂપલબેનને માથાના ભાગે, ડાબા ખભા પર અને ડાબા પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તુરંત કાર ચાલકને પકડી પાડ્યો હતો અને પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે કાર ચાલક ફેક્ટરી સંચાલક હાર્દિક દિનેશભાઈ પંચાલ રહે તરસાલી હતો. તેની સાથે કારમાં સવાર તુષાર દીલીપભાઈ સપ્કાલ, તેમજ વિપુલભાઈ રણછોડભાઈ માળી ત્રણેય નશાની હાલતમાં હતા. પોલીસ તપાસમાં ત્રણેયના મોઢામાંથી દારૂની દુર્ગંધ આવતા પોલીસે તેમની અટકાયત કરી બાપોદ પોલીસ સ્ટેશન લાવ્યા હતા.અને કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત અંગે ત્રણ ફરિયાદ, આરટીઓ સમક્ષ ચાલકનું લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ બાપોદ પોલીસે આ અકસ્માતમાં મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે:
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ નોંધાઈ:માર્ક વધુ આપવાની લાલચ આપી વિદ્યાર્થિની સાથે 45 વર્ષીય શિક્ષકે વારંવાર દુષ્કર્મ આચર્યું
    Next Article
    ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:‘દાન’માં કંઇક કાળું છે..! 1,160 કરોડનું દાન મેળવીને માત્ર 2 ઉમેદવાર ઉતાર્યા, 892 કરોડ દાન લેનાર પાર્ટીના 91 ઉમેદવાર મેદાનમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment