Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:‘દાન’માં કંઇક કાળું છે..! 1,160 કરોડનું દાન મેળવીને માત્ર 2 ઉમેદવાર ઉતાર્યા, 892 કરોડ દાન લેનાર પાર્ટીના 91 ઉમેદવાર મેદાનમાં

    9 hours ago

    યાજ્ઞિક પરીખ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. પરંતુ આ ચૂંટણીમાં 33 અજાણ્યા રાજકીય પક્ષો એવા છે, જેમાં કોઇ પર બોગસ દાન મામલે આવકવેરાની રેડ થઇ છે, તો કોઇને કેન્દ્રીય ચૂંટણી આયોગે ડિલિસ્ટ કર્યા છે, કોઇના કેન્દ્ર-રાજ્ય ચૂંટણી આયોગમાં સરનામા અલગ છે, તો કોઇને કરોડોનું દાન મળ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યમાં કુલ 10 હજાર બેઠક છે. પરંતુ ઉપરોક્તમાંથી 15 પક્ષે કુલ 154 ઉમેદવાર ચૂંટણીમાં ઊતાર્યા છે. 18 પક્ષ રાજ્ય ચૂંટણી આયોગમાં નોંધાયેલા છે પરંતુ કોઇ ઉમેદવાર ઊભા રાખ્યા નથી. 5 પક્ષને કુલ 3320 કરોડનું દાન 1થી 6 વર્ષના ગાળામાં મળ્યું છે, તેમણે માત્ર 100 બેઠક પર ઉમેદવાર ઊભા રાખ્યા છે. સૌથી વધુ 1160 કરોડ દાન મેળવનાર ભારતીય નેશનલ જનતા દળે માત્ર 2 ઉમેદવાર તો 892 કરોડ મેળવનાર સ્વતંત્ર અભિવ્યક્તિ પક્ષે સૌથી વધુ 91 ઉમેદવાર ઊભા રાખ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે 8 પક્ષ ડિલિસ્ટ કર્યા છતાં રાજ્ય ચૂંટણી આયોગમાં નોંધાયેલા છે. આ પક્ષો અમદાવાદ, સુરત સહિત 12 શહેરોમાં ફેલાયેલા છે. 6 મહિના પહેલા જે 4 પક્ષો પર આઇટીની રેડ પડી હતી તેમાંથી ત્રણ પક્ષે રેડ બાદ પણ 720 કરોડ દાન મળ્યાનો રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો છે. ‘અમારા ઘણા ફોર્મ રદ થયા છે. 15 દિવસ ઓડિટ રિપોર્ટ રાખે છે પછી ડિલિટ કરી દે છે. 42 ઉમેદવારના ફોર્મ પાસ થયા છે. મારે બંગાળ-આસામ પણ જોવાનું હોય છે. > સુરેન્દ્ર તિવારી, સ્વતંત્ર પોલિટિકલ પાર્ટીમાં દાન ના આવે તો શું આવે. અમે તો દાન જાહેર કર્યું જ છે. અમારી મરજી હોય તેટલા ઉમેદવાર ઊભા રાખીએ. જામનગરમાં 4 ઉમેદવાર ઊભા રાખ્યા છે. > સંજય ગજેરા, ભારતીય નેશનલ જનતાદળ 15 પક્ષોએ 3-5 વર્ષથી હિસાબ આપ્યો નથી : ભારતીય હિતરક્ષક, જાગતે રહો, જન સમુદાય, લોક વિકાસ મંચ, રિઅલ ડેમોક્રેસી, યુવા સરકાર, ભારતીય જન પરિષદે પક્ષે છેલ્લા 5 વર્ષ કોઇ હિબાસ આપ્યો નથી. આ ઉપરાંત ભારતીય ટ્રાઇબલ પાર્ટી, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ 4 વર્ષ અને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ 3 વર્ષથી કોઇ હિસાબ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. પક્ષોનું રજિસ્ટ્રેશન રદ કરવાનીસત્તા ચૂંટણી આયોગ પાસે નથી કેન્દ્રીય અને રાજ્ય ચૂંટણી આયોગ અલગ રીતે કાર્ય કરે છે. પરંતુ આ પક્ષના ઉમેદવાર કેવી રીતે ચૂંટણી લડી શકે તે વિશે સ્પષ્ટતા કરવી જોઇએ. પક્ષોની નોંધણી રદ કરવાની સત્તા કેન્દ્રીય ચૂંટણી આયોગ પાસે નથી. એક વાર પક્ષ રજિસ્ટર્ડ થઇ ગયો પછી હંમેશા અસ્તિત્વમાં રહે છે. તેને ડિલિસ્ટ, ડિરેક્ગ્નાઇઝ કે પેનલ્ટી થઇ શકે પરંતુ નોંધણી રદ ના કરી શકે. કોઇ ગંભીર કિસ્સામાં કોર્ટ દ્વારા પક્ષની નોંધણી રદ થઇ શકે છે. રાજ્ય અને કેન્દ્ર ચૂંટણી આયોગ વચ્ચે કો-ઓર્ડિનેશન, કમ્યુનિકેશનમાં અંતર છે. શેલી મહાજન, પ્રોગ્રામ મેનેજર, એડીઆર, એક્સપર્ટ ‘જવાબ અપાયો હશે તો યુનિટે આપ્યો હશે’ પક્ષો ચૂંટણી લડે છે તે અમારો વિષય નથી. રાજ્ય ચૂંટણી આયોગના પત્રનો કોઇ જવાબ અપાયો હશે તો યુનિટે આપ્યો હશે. પંચ, વિભાગ વચ્ચે કમ્યુનિકેશન ઇન્ટરનલ છે, તે જાહેર માહિતી હોતી નથી. > આશિષ લાલ, ડેપ્યુટી ડાયરેક્ટર, આવક વેરા વિભાગ ‘ઇન્કમ ટેક્સ તરફથી જવાબ આવ્યો નથી’ આઇટી રેડ વિશે દિવ્ય ભાસ્કરમાં આવ્યું હતું. ઇન્કમ ટેક્સને પણ લેટર લખ્યો છે, પણ તેનો જવાબ હજુ આવ્યો નથી. રાજ્ય, કેન્દ્રીય ચૂંટણી આયોગ બંને અલગ છે. નિયમનું ઉલ્લંઘન થશે તો પગલા લઇશું. > મુરલી ક્રિષ્ના, કમિશનર, રાજ્ય ચૂંટણી આયોગ અજાણ્યા પક્ષોની અજાણી વાતો: ઓનલાઇન ડોનેશન માટે વેસબાઇટ પર વિગતો, FB પર પોસ્ટ ‘ચૂંટણી લડતા ઉમેદવારે સંપર્ક કરવો’ ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડઃ 6 મહિના પહેલા રજિસ્ટર્ડ થઇ. 206 કરોડનો હિસાબ નથી. જન સેવા ડ્રાઇવર પાર્ટીઃ 6 મહિના પહેલા રજિસ્ટર્ડ થઇ. ‘ચૂંટણી લડતા ઉમેદવારે સંપર્ક કરવો’ એવું લખ્યું. સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટીઃ 3 વર્ષમાં 820 કરોડ હિસાબ નથી. મોટા ભાગે ઉમેદવાર લઘુમતી સમાજના. ભારતીય નેશનલ જનતા દળ: ઉમરેઠ પેટા ચૂંટણીમાં મૌલિક શાહ ઉમેદવાર. તેઓ કરમસદ મનપામાં ઉમેદવાર. માનવાધિકાર નેશનલ પાર્ટીઃ 5 વર્ષથી હિસાબ આપ્યો નથી. છેલ્લું 2021નું ઇલેક્શન લડ્યા હતા યુવા પાર્ટી (ડેમોક્રેટિક): 4 મહિના પહેલા રજિસ્ટર્ડ. 15 કરોડનું દાને. ડિલિસ્ટ થયેલી પાર્ટી છે. 5 પક્ષનું પરાક્રમઃ મધર લેન્ડ નેશનલ, ગરવી ગુજરાત, બહુજન સુરક્ષા દળ, લોકતાંત્રિત રાષ્ટ્રવાદી, રાષ્ટ્રવાદી જન ચેતના 2021માં લડ્યા, આ વર્ષે એકેય ઉમેદવાર નથી. 7 પક્ષના સરનામા અલગઃ પ્રજા વિજય, ભારતીય કિસાન સેના, ગુજરાત કિસાન મજદૂર લોકશાસન, રાષ્ટ્રીય કોમી એકતાના બંને પંચમાં અલગ 2 પક્ષ 1 મહિના પહેલા નોંધાયાઃ ઇન્સાનિયત પાર્ટીએ 13 માર્ચે નોંધણીની અરજી કરી, એડ્રેસ અલગ.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત:નશામાં મર્સિડીઝ ચાલકે ટક્કર મારતાં એક્ટિવા સવાર વૃદ્ધ દંપતી ઇજાગ્રસ્ત
    Next Article
    3 bodies in 20 days, 4th on way: Another Haryana man dies fighting Russia’s war

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment