Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દારૂ અને ગાંજો બેફામ મળે':'દર વર્ષે મોદી મહોલ્લામાં પાણી ભરાઈ', કપડાની મિલોના ધુમાડાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી સ્થાનિકોમાં આક્રોશ

    1 week ago

    સુરત શહેર દિવસેને દિવસે વિકસી રહ્યું છે. શહેરમાં લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે તે ખૂબ જરૂરી બનતું હોય છે અને તેને જ લઈને હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણી સંગ્રામ લોકોને મળતી પ્રાથમિક સુવિધાના કારણે હાર જીત નક્કી થતી હોય છે. ત્યારે મહાનગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં લોકોની સમસ્યા જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર લોકો વચ્ચે પહોંચી હતી અને તેમની સમસ્યા જાણવાનો પ્રસાસ કર્યો હતો. મિલોના ધુમાડાથી રહીશો ત્રાહિમામ અશ્વિનીકુમાર રોડ વિસ્તારનું સૌથી મોટી સમસ્યા છે રહેણાંક વિસ્તારમાં કાપડની મિલો. આ મિલોમાંથી નીકળતો ધુમાડો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. ઘરની દીવાલો પણ કાળી થઈ જતી હોય એટલો ધુમાડો રોજ થાય છે. આ સાથે જ દારૂ, ડ્રગ્સ, ગાંજો અને જુગારનું દુષણ પણ મોટા પ્રમાણમાં છે. ફુલપાડા વિસ્તારમાં આવેલા નંદઘરમાં જીવના જોખમે ભૂલકાઓ ભણી રહ્યા છે. રજૂઆત છતા રોડ યોગ્ય રીતે બનતા નથી આ વિસ્તારની મહિલાઓએ પોતાના વિસ્તારમાં ચોપાટી, રસ્તા, શાળા તેમજ વૃદ્ધોને બેસવા માટે શાંતિકુંજ ગાર્ડન બનાવવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી. છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેટરો દ્વારા જે કામ કરવામાં આવ્યા છે. એ કામ તકલાદી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે રોડ-રસ્તાની ખૂબ જ તકલીફ છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ રસ્તા યોગ્ય રીતે બનતા નથી. હવે કોઈ પણ મત માંગવા આવે તો પહેલા અમારી મુખ્ય માંગણી રોડ બનાવવાની રહેશે ત્યારબાદ જ અમે મત આપવા જશું. 'સ્કૂલ ફીમાં ઘટાડો કરવામાં આવે' ગૃહિણી શીતલ ગજેરાએ જણાવ્યું હતું કે, આરોગ્ય કેન્દ્ર સારું હોવું જોઈએ, સ્કૂલ સારી હોવી જોઈએ. નાના-મોટા ગાર્ડન બનાવી આપે તો સારું રહે. સ્થાનિક લુણાગરીયા કિરણબેને જણાવ્યું હતું કે, અહીંયા સ્કૂલમાં ફી બહુ વધારે છે. અત્યારે નાના માણસો પાસે પૈસા નથી હોતા. એટલે ફી ઓછી કરે એવી અમારી માગ છે. નવા રોડ બનાવવામાં આવે છે પરંતુ 4-6 મહિનામાં જ ફરીથી એવી જ પરિસ્થિત થઈ જાય છે. 'એક વાર AAPને મોકો આપવો જોઈએ' સ્થાનિક પીપળિયા અનસૂયાબેને જણાવ્યું હતું કે, એક વખત સરકારને પણ બદલવી જોઈએ અને એક વખત બીજાને પણ મોકો આપવો જોઈએ. AAP વાળાને મોકો આપો તો એ શું કામ કરે છે એ આપણને પણ ખબર પડે. અત્યારે તો બધી સુવિધા આપે છે પણ ચૂંટણી જતી રહે એટલે બધા બધું જ ભૂલી જાય છે અને કોઈ કામ વ્યવસ્થિત કરતા નથી. AAP વાળા એમ કહે છે કે અમે કરી આપીશું, તો એને પણ એક મોકો આપવો જોઈએ કે એ કેવું કામ કરે છે. આ વિસ્તારમાં મહિલાઓ માટે કોઈ સુરક્ષા નથી. એટલું જ નહીં અનસૂયાબેને ગેસ સિલિન્ડર ન મળતા હોવાની વ્યથા ઠાલવી હતી. 'દર વર્ષે મોદી મહોલ્લામાં પાણી ભરાઈ છે' કરિયાણાના વેપારી ગૌતમભાઈ જૈને જણાવ્યું હતું કે, અહીંયા દર વર્ષે મોદી મહોલ્લામાં પાણી ભરાઈ જાય છે. પાણીનો નિકાલ બરાબર થતો નથી. આ વિસ્તારના કોર્પોરેટરને ક્યારેય નથી જોયા. આવે તો કહેવું જ પડશે કે આ નિકાલ કરાવો, વોટ તો માંગવા આવો છો તમે અહીંયા! આ દર વર્ષે પાણી દુકાનમાં ભરાય તો શું મતલબ છે? દર વર્ષે એકની એક રામાયણ છે અમારે તો પાણીની કરવાની હોય છે. 'સારી સુવિધા મળે તો જ વોટ આપીશું' સ્થાનિક પ્રવીણ ઝાલાવાડિયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં બસ મોટી આ સમસ્યા, રોડની આ સમસ્યા છે. આરોગ્ય કેન્દ્ર છે પણ દૂર છે. પહેલા અમારી જે પાયાની જે સુવિધા છે, એની ઉપર જો ગવર્મેન્ટ, સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્યાન આપે તો જ અમે વોટિંગ કરીશું. 'મિલોના ધુમાડાથી શ્વાસ લેવામાં તકલીફ' દુકાનદાર ગૌતમભાઈ પરમારે જણાવ્યું હતું કે, હું આ વિસ્તારમાં 40 વર્ષથી રહું છું. સમસ્યા એવી છે કે આ વિસ્તારની અંદર આજે કેટલાય વર્ષોથી મીલો ચાલુ છે. મીલોનો ધૂમાડો એટલો બધો ત્રાસ આપે છે કે માણસ બિમાર પડી જાય. 50 વર્ષની ઉંમરના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે. વિદ્યાર્થીઓને પરીક્ષાનો ટાઇમ હોય, તેમને સ્ટડી કરવાનું હોય અને બારી ખોલીને ચોખ્ખી હવા લેવાની હોય, જેથી તેમનું મગજ ચાલે, તો એ લોકો શ્વાસ નથી લઈ શકતા. ‘સમસ્યા સાંભળવા કોઈ નથી’ ટેરેસ પર જઈએ તો ટેરેસ પર એકદમ કાળું ડીબાંગ જેવું હોય અને હાથ લગાડીએ તો ધૂમાડાના રજકણો હાથમાં આવે છે. ઘણી રજૂઆતો કરી, સ્થાનિક કોર્પોરેટરોને પણ માહિતી આપી, પણ કોઈ ધ્યાન દેતું નથી. જ્યારે કામ હોય ત્યારે 'હા' પાડીને જાય છે પણ કામ પત્યા પછી મીલના ધૂમાડા ચાલુ જ રહે છે. અમારા જેવા સામાન્ય નાગરિકો પીડાઈ રહ્યા છે, સાંભળવા વાળું કોઈ નથી. ‘મહિલાઓની સામે ગાંજા, દારૂની હેરાફરી’ આ ઉપરાંત, અહીં દારૂ અને ગાંજો પણ બેફામ મળે છે. વૃદ્ધો અને બહેનો નીકળતા હોય તેમની સામે ગાંજાની સપ્લાય અને દારૂનું વેચાણ થાય છે. અમે સવારે શોપ ખોલીએ તો સામે દારૂની 8-10 બોટલો પડી હોય છે. અમને દેખાય છે તો શું બીજા લોકોને કે સ્થાનિક તંત્રને નથી દેખાતું?
    Click here to Read More
    Previous Article
    'ચોમાસામાં કમર સુધીના પાણી ભરાઈ છે':ચૂંટણીના ઢોલ વાગ્યા એટલે ખાલી દેખાડા પૂરતી કામગીરી ચાલુ કરી, ગટરની સમસ્યાથી વોર્ડ-15ના રહીશો ત્રાહિમામ
    Next Article
    કંપનીમાં પાર્ટનર બનાવવાની લાલચ આપી 6.75 કરોડ પડાવ્યા:કાગળ પર શેર બતાવ્યા પણ ROCમાં નોંધણી જ ના કરી, વુપ એમ્યુઝમેન્ટ પાર્કના રજત અને નિશા મહીન્દુ સામે ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment