Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કંપનીમાં પાર્ટનર બનાવવાની લાલચ આપી 6.75 કરોડ પડાવ્યા:કાગળ પર શેર બતાવ્યા પણ ROCમાં નોંધણી જ ના કરી, વુપ એમ્યુઝમેન્ટ પાર્કના રજત અને નિશા મહીન્દુ સામે ફરિયાદ નોંધાઈ

    1 week ago

    સુરતના ડુમસ રોડ પર જાણીતા 'વુપ (Woop) એમ્યુઝમેન્ટ પાર્ક' ના માલિકો રજત રાજેશ મહીન્દુ અને નિશા રાજેશ મહીન્દુ સામે છેતરપિંડીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, સુરતના ડુમસ રોડ પર 'વુપ એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ' ચલાવતા રજત રાજેશ મહીન્દુ અને નિશા રાજેશ મહીન્દુ સામે છેતરપિંડીની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. રજત મહીન્દુ આ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે. પોલીસમાં આપેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ પોતાની કંપનીમાં હિસ્સો આપવાના બહાને સદાનંદ મંધ્યાન પાસેથી ટુકડે-ટુકડે રૂ. 6.75 કરોડની રકમ મેળવી હતી. ફરિયાદમાં એવો આક્ષેપ છે કે આરોપીઓએ ફરિયાદી સાથે મિત્રતાનો સંબંધ હોવાનો ફાયદો ઉઠાવી વિશ્વાસઘાત કર્યો છે. દસ વર્ષ જૂની મિત્રતાનો ગેરફાયદો ઉઠાવ્યાનો આક્ષેપ સદાનંદ મંધ્યાન દ્વારા પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપી નિશા મહીન્દુ અને ફરિયાદીની પત્ની વચ્ચે છેલ્લા 10 વર્ષથી મિત્રતા હતી. આ પારિવારિક સંબંધોને કારણે એકબીજાના ઘરે આવવા-જવાના સંબંધો હતા. જુલાઈ-2024માં રજત અને નિશા મહીન્દુ ફરિયાદીના ઘરે ગયા હતા અને જણાવ્યું હતું કે તેમનો બેંગલુરુ ખાતેનો નવો ગેમઝોન પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે અને તેમાં નાણાંની જરૂર છે. જો તેઓ રોકાણ કરશે તો કંપનીમાં 25% શેર આપવાની ખાતરી ફરિયાદ મુજબ આરોપીઓ દ્વારા આપવામાં આવી હતી. ટુકડે-ટુકડે 6.75 કરોડ પડાવ્યા ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વિશ્વાસમાં આવીને ફરિયાદીએ શરૂઆતમાં નિશા મહીન્દુના ખાતામાં 2.50 લાખ રૂપિયા મોકલ્યા હતા. ત્યારબાદ રજત મહીન્દુએ કંપની માટે વધુ નાણાંની માંગણી કરતા ઓગસ્ટ-2024થી મે-2025 દરમિયાન અલગ-અલગ તારીખે કુલ 6.75 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓએ આ રકમ અનસિક્યોર્ડ લોન પેટે મેળવી હતી અને તેના બદલામાં કંપનીના 25,000 શેર આપવાનું વચન આપ્યું હતું. ખોટા દસ્તાવેજો બનાવી ગેરમાર્ગે દોર્યા ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે, રજત મહીન્દુએ વિશ્વાસ જીતવા માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકેની સહીવાળા પત્રો અને શેર ટ્રાન્સફરના SH-4 ફોર્મ મોકલી આપ્યા હતા. ફરિયાદ મુજબ, આ પત્રોમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે ફરિયાદીની કંપની 'કામધેનુ ન્યુટ્રિયન્ટ્સ' હવે વુપ એમ્યુઝમેન્ટમાં 25%ની ભાગીદાર છે. જોકે, આરોપીઓએ આ દસ્તાવેજો માત્ર વિશ્વાસ કેળવવા માટે જ બનાવ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં લખાવવામાં આવ્યું છે. શેર સર્ટિફિકેટમાં છેડછાડ કર્યાની પોલીસમાં રજૂઆત ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, સપ્ટેમ્બર-2025માં આરોપીઓએ 18,000 શેરનું જે સર્ટિફિકેટ (SH-1) વોટ્સએપ પર મોકલ્યું હતું તેમાં ડિસ્ટિન્ક્ટિવ નંબર લખેલા નહોતા અને કંપનીના નામમાં પણ ભૂલ હતી. ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે જ્યારે તેમણે 25,000 શેર અંગે પૂછ્યું ત્યારે આરોપીઓએ પ્રોજેક્ટનો ખર્ચ વધી ગયો હોવાનું બહાનું બતાવીને ગેરમાર્ગે દોર્યા હતા. ROCમાં નોંધણી ના કરી હોવાનું તપાસમાં ખુલ્યાની ફરિયાદ સદાનંદ મંધ્યાનની ફરિયાદ મુજબ, જાન્યુઆરી-2026માં જાણવા મળ્યું કે આરોપીઓએ ROC (રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ) માં આ શેર ટ્રાન્સફરની કોઈ સત્તાવાર નોંધણી કરી જ નથી. ફરિયાદમાં એવું પણ જણાવાયું છે કે કંપનીના MGT ફોર્મમાં તેમને માત્ર 14,000 શેરના ધારક જ દર્શાવવામાં આવ્યા હતા. એટલે કે, ફરિયાદીએ આપેલા કરોડો રૂપિયા લીધા બાદ પણ તેમને કાયદેસરનો હિસ્સો આપવાને બદલે માત્ર કાગળ પર જ શેર બતાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. કંપનીમાંથી પણ હાંકી કાઢ્યા હોવાનો ઉલ્લેખ સૌથી ગંભીર આક્ષેપ ફરિયાદમાં એ છે કે, જ્યારે ફરિયાદીના CA દ્વારા હિસાબ માંગવામાં આવ્યો ત્યારે આરોપીઓએ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ, 12 ફેબ્રુઆરી 2026ના રોજ રજત મહીન્દુએ ઇમેઇલ કરીને એવી જાણ કરી કે તમે ફોર્મ જમા કરાવ્યું નથી. તેથી તમને શેર હોલ્ડર ગણવામાં આવતા નથી અને તમે જનરલ મીટિંગમાં પણ આવી શકશો નહીં. આમ, નાણાં પડાવી લીધા બાદ પણ તેમને છેતરી દેવામાં આવ્યા હોવાની હકીકત પોલીસ ફરિયાદમાં વર્ણવવામાં આવી છે. વેસુ પોલીસે ગુનો નોંધી આરોપીઓ સામે તપાસ શરૂ કરી ફરિયાદી સદાનંદ મંધ્યાને પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, રજત અને નિશા મહીન્દુએ ખોટા દસ્તાવેજો બનાવી, તેનો સાચા તરીકે ઉપયોગ કરી 6.75 કરોડની છેતરપિંડી આચરી છે. આ ફરિયાદના આધારે વેસુ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી/બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ હવે આરોપીઓએ આપેલા બેંક ખાતાઓની વિગતો અને ROC ના રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    'દારૂ અને ગાંજો બેફામ મળે':'દર વર્ષે મોદી મહોલ્લામાં પાણી ભરાઈ', કપડાની મિલોના ધુમાડાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી સ્થાનિકોમાં આક્રોશ
    Next Article
    'મમ્મી-પપ્પા હું હારી ગયો છું, મને માફ કરી દેજો':અમરોલીમાં સુસાઈડ નોટ લખી યુવકે ફાંસો ખાધો, વેડરોડના BCAના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું; સુરતમાં આપઘાતના બે બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment