Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BCA દ્વારા યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અપાઈ:બરોડા પ્રીમિયર લીગ સીઝન-2ની બંને મેચો પૂર્વે બે મિનિટનું મૌન પાળ્યું, પ્રણવ અમીને કહ્યું: ક્રિકેટ સ્ટેડિયમના વિકાસમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન, તેમના કાર્યો પ્રેરણારૂપ બની રહેશે

    1 week ago

    બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) દ્વારા માંજલપુર વિધાનસભા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલના 80 વર્ષની વયે થયેલા અવસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. BCAએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના જાહેર જીવન અને સમાજસેવાના યોગદાનને યાદ કર્યું છે. BCA દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે યોગેશભાઈ પટેલ એક પ્રતિષ્ઠિત જનસેવક હતા. વડોદરાના વિકાસ અને નાગરિકોના કલ્યાણ માટે તેમનું સમર્પણ, સેવાભાવ અને અવિરત કાર્ય તેમને સમાજના તમામ વર્ગોમાં લોકપ્રિય અને આદરણીય બનાવતું હતું. BCA સ્ટેડિયમના વિકાસમાં પણ તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું, જેના માટે બરોડા ક્રિકેટ એસોસિએશન હંમેશા તેમની કૃતજ્ઞ રહેશે. BCAના પ્રમુખ પ્રણવ અમીને જણાવ્યું હતું કે, “યોગેશભાઈ પટેલે પોતાના દ્રષ્ટિકોણ, સમર્પણ અને કાર્યશૈલીથી વડોદરાના વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. રમતગમત અને જાહેર સુવિધાઓના વિકાસ સાથે BCA સ્ટેડિયમના વિકાસમાં પણ તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમના કાર્યો અને મૂલ્યો આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.” યોગેશભાઈ પટેલની પાવન સ્મૃતિને વંદન કરવા તેમજ તેમની આજીવન સમાજસેવાને માન આપવા માટે 3 જૂન, 2026ના રોજ BCA સ્ટેડિયમ ખાતે યોજાયેલી બરોડા પ્રીમિયર લીગ (BPL) સીઝન-2ની બંને મેચો પૂર્વે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ખેલાડીઓ, અધિકારીઓ, મહાનુભાવો અને દર્શકોએ એકસાથે ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ નેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બરોડા ક્રિકેટ એસોસિએશને આ દુઃખદ સમયે તેમના પરિવારજનો, મિત્રો, સહકર્મીઓ અને અસંખ્ય શુભેચ્છકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે તેમજ તેમને આ અપૂરણીય ક્ષતિ સહન કરવાની શક્તિ અને હિંમત મળે તેવી પ્રાર્થના કરી છે. BCAએ અંતમાં પરમાત્મા તેમની દિવ્ય આત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર પોલીસે ગીરવે મુકેલી આઇસર ગાડી પરત અપાવી:અરજદારને ₹10 લાખની ગાડી પરત મળી, પોલીસનો આભાર માન્યો
    Next Article
    ભાવનગરમાં દારૂના જથ્થા પર બુલડોઝર ફર્યું:ત્રણ પોલીસ સ્ટેશનના 151 ગુનાનો ₹2.28 કરોડનો મુદ્દામાલ કોર્ટના આદેશથી કરાયો જમીનદોસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment