Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં દારૂના જથ્થા પર બુલડોઝર ફર્યું:ત્રણ પોલીસ સ્ટેશનના 151 ગુનાનો ₹2.28 કરોડનો મુદ્દામાલ કોર્ટના આદેશથી કરાયો જમીનદોસ્ત

    1 week ago

    ભાવનગર ગ્રામ્ય પોલીસ ડિવિઝન હેઠળ આવતા અલગ-અલગ પોલીસ મથકોમાં પ્રોહિબિશનના દરોડા દરમિયાન જપ્ત કરાયેલા વિદેશી દારૂ અને બિયરના અબજોના જથ્થાનો નામદાર કોર્ટના હુકમ બાદ કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો છે. વરતેજ, વેળાવદર ભાલ અને ઘોઘા પંથકમાંથી પકડાયેલા કુલ 151 ગુનાના 2,28,73,687ની કિંમતના ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂ પર વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં સ્ટીમ રોલર અને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. નવાગામની સરકારી પડતર જમીનમાં કડક અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી ભાવનગર ગ્રામ્ય ડિવિઝનના ત્રણ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા મુદ્દામાલના નિકાલ માટે નામદાર કોર્ટ દ્વારા સત્તાવાર આદેશ આપવામાં આવ્યો હતો. આ હુકમના પગલે વરતેજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા નવાગામ (ચિરોડા) ખાતેની સરકારી પડતર જગ્યામાં દારૂના નાશની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ સમગ્ર કાર્યવાહી સમયે નીચે મુજબના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર સુપરવિઝન માટે હાજર રહ્યા હતા: 65 હજારથી વધુ બોટલો અને બિયરના ટીન મિનિટોમાં કચડી નાખવામાં આવ્યા પોલીસ કાફલાની કડક સુરક્ષા વચ્ચે મુકાયેલા આ દારૂના જથ્થા પર સ્ટીમ રોલર ફેરવવામાં આવ્યું હતું. મિનિટોમાં જ લાખોની કિંમતનો ગેરકાયદેસર દારૂ રસ્તા પર વહી ગયો હતો. નાશ કરાયેલા કુલ મુદ્દામાલમાં નીચે મુજબની વિગતો સામેલ હતી: પોલીસ સ્ટેશનવાઇઝ નાશ કરાયેલા મુદ્દામાલની વિગતવાર વિગતો: ત્રણેય પોલીસ મથકોમાં નોંધાયેલા કેસો અને નાશ કરાયેલી બોટલોના આંકડા નીચે મુજબના કોષ્ટકમાં જોઈ શકાય છે: કોર્ટના ચોક્કસ ગાઇડલાઇન અને કાયદાકીય જોગવાઈઓ હેઠળ હાથ ધરાયેલી આ મેગા કામગીરીના કારણે બુટલેગરોમાંથી જપ્ત કરાયેલા કરોડોના મુદ્દામાલનો આખરે કાયદેસર નિકાલ કરી દેવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    BCA દ્વારા યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અપાઈ:બરોડા પ્રીમિયર લીગ સીઝન-2ની બંને મેચો પૂર્વે બે મિનિટનું મૌન પાળ્યું, પ્રણવ અમીને કહ્યું: ક્રિકેટ સ્ટેડિયમના વિકાસમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન, તેમના કાર્યો પ્રેરણારૂપ બની રહેશે
    Next Article
    ‘સરકારથી ઉપર જઈને એડમિશન આપશો તો આંદોલન થશે’:એડમિશન પ્રક્રિયા મુદ્દે સેન્ટ ઝેવિયર્સ અને GCAS વચ્ચે મોટો ટકરાવ, ABVPનો પ્રિન્સિપાલ ઓફિસમાં ઘૂસી ઉગ્ર વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment