Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘સરકારથી ઉપર જઈને એડમિશન આપશો તો આંદોલન થશે’:એડમિશન પ્રક્રિયા મુદ્દે સેન્ટ ઝેવિયર્સ અને GCAS વચ્ચે મોટો ટકરાવ, ABVPનો પ્રિન્સિપાલ ઓફિસમાં ઘૂસી ઉગ્ર વિરોધ

    1 week ago

    ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને રાજ્ય સરકારના GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) પોર્ટલ વચ્ચે પ્રવેશ પ્રક્રિયાને લઈને ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સરકારના નિયમોને અવગણીને કોલેજ પોતાની સ્વાયત્તતાના નામે અલગ એડમિશન પ્રક્રિયા ચલાવતી હોવાના આક્ષેપ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ કોલેજ કેમ્પસમાં ભારે તોફાની વિરોધ પ્રદર્શન કર્યું છે. આ વિવાદના કારણે સેન્ટ ઝેવિયર્સમાં એડમિશન લેવા ઈચ્છતા હજારો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું ભવિષ્ય હાલ અધ્ધરતાલ થઈ ગયું છે. શું છે સમગ્ર વિવાદ? રાજ્ય સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક સત્રથી તમામ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એડ કોલેજોમાં પ્રવેશ માટે 'GCAS' પોર્ટલ મારફતે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જોકે, સેન્ટ ઝેવિયર્સ કોલેજ પ્રશાસનનું કહેવું છે કે GCAS પોર્ટલમાં અનેક ટેકનિકલ ખામીઓ છે. આ ખામીઓને આગળ ધરીને કોલેજે સરકારી પોર્ટલને બાજુ પર મૂકી પોતાની સત્તાવાર વેબસાઇટ પર અલગથી જ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. આ બાબત ધ્યાને આવતા જ GCAS તંત્ર દ્વારા સેન્ટ ઝેવિયર્સ કોલેજને કાયદાકીય નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસ મળતાની સાથે જ મામલો વધુ ગરમાયો છે અને કોલેજ પ્રશાસન સરકારના આ આદેશ વિરૂદ્ધ હાઈકોર્ટના શરણમાં પહોંચી ગયું છે. 3 હજાર વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધી આ વિવાદ વચ્ચે સૌથી મોટો ફટકો વિદ્યાર્થીઓને પડ્યો છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજે પોતાની વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ આશરે 3000 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી રજિસ્ટ્રેશન ફી વસૂલીને પોતાની વેબસાઇટ પર ફોર્મ ભરાવી લીધા છે. હવે જો કોર્ટ કે સરકારના દબાણ હેઠળ કોલેજને GCAS પોર્ટલ સ્વીકારવાની ફરજ પડશે, તો આ વિદ્યાર્થીઓએ ભરેલી ફી પરત મળશે કે કેમ? અને તેમનું એડમિશન માન્ય ગણાશે કે નહીં? તેને લઈને વાલીઓમાં ભારે અસમંજસ અને ચિંતાનો માહોલ છે. પ્રિન્સિપાલની ઓફિસમાં ઘૂસી ABVPનો હલ્લાબોલ કોલેજ પ્રશાસનની આ મનસ્વી નીતિ સામે આજે ABVP ના કાર્યકર્તાઓનો પિત્તો ગયો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થી પરિષદના સભ્યો કોલેજ કેમ્પસમાં એકઠા થયા હતા અને કોલેજ મેનેજમેન્ટ વિરૂદ્ધ ‘હાય હાય’ના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉગ્ર બનેલા કાર્યકર્તાઓ રોકવા છતાં પ્રિન્સિપાલની ઓફિસમાં ઘૂસી ગયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. ABVPના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે, "સેન્ટ ઝેવિયર્સ કોલેજ બંધારણ અને સરકારથી ઉપર જઈને પોતાનું અલગ શાસન ચલાવવા માંગે છે, જે સાંખી લેવામાં નહીં આવે." ABVP એ પ્રશાસન સમક્ષ સ્પષ્ટ માંગણીઓ મૂકી છે કે, કોલેજમાં તમામ શાખાઓના એડમિશન માત્રને માત્ર સરકારી GCAS પોર્ટલ મારફતે જ થવા જોઈએ. ખાનગી રીતે રજિસ્ટ્રેશન કરાવીને વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવેલી ફી તાત્કાલિક પરત કરવામાં આવે. વિદ્યાર્થી સંગઠને ચીમકી ઉચ્ચારી છે કે, જો કોલેજ પ્રશાસન GCAS પોર્ટલનો અમલ નહીં કરે અને પોતાની અલગ એડમિશન પ્રક્રિયા થોપવાનો પ્રયાસ ચાલુ રાખશે તો આગામી દિવસોમાં કોલેજ તાળાબંધી સહિતનું ભારે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં દારૂના જથ્થા પર બુલડોઝર ફર્યું:ત્રણ પોલીસ સ્ટેશનના 151 ગુનાનો ₹2.28 કરોડનો મુદ્દામાલ કોર્ટના આદેશથી કરાયો જમીનદોસ્ત
    Next Article
    D K Shivakumar’s journey to Karnataka’s top job began with a ‘no’ in school

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment