Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં સોરઠીયા પ્રજાપતિ સમાજનો ભાજપ વિરુદ્ધ ખુલ્લો મોરચો:નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના બહિષ્કાર સાથે ભાજપ વિરુદ્ધ મતદાન નો સંકલ્પ, ટીકીટ કાપતા સમાજમાં ભારે રોષ

    3 days ago

    વેરાવળ નગરપાલિકા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. વેરાવળમાં ભાજપ સામે અસંતોષનો ચરુ હવે વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. પહેલા સિંધી સમાજ અને હવે પ્રજાપતિ સમાજ પણ ખુલ્લેઆમ ભાજપ સામે બંડ પોકારી રહ્યો છે, જેના કારણે રાજકીય સમીકરણોમાં ભારે હલચલ સર્જાઈ છે. સમસ્ત સોરઠીયા પ્રજાપતિ સમાજ દ્વારા યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ભાજપ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી આવનારી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. ટીકીટ ફાળવણીમાં સમાજની અવગણના થતા આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હોવાનું આગેવાનો દ્વારા જણાવાયું હતું. મળતી માહિતી મુજબ, વેરાવળ પાલિકામાં દર વખતે વોર્ડ નંબર 1 અને 8માં પ્રજાપતિ સમાજને પ્રતિનિધિત્વ મળતું હતું, પરંતુ આ વખતે માત્ર વોર્ડ નંબર 1માં જ ટીકીટ ફાળવાતા વોર્ડ નંબર 8માં ટીકીટ કપાતા સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વેરાવળ, પાટણ અને ભાલકા વિસ્તારના સમાજના હોદેદારોની બેઠકમાં ભાજપના “અન્યાય”નો જડબાતોડ જવાબ આપવાનો સંકલ્પ લેવાયો હતો. સમાજના અગ્રણીઓ—પ્રમુખ મનીષ વિસાવડીયા, ઉપપ્રમુખ શરદ ટાંક, સોમનાથ પ્રજાપતિ સમાજના પ્રમુખ વિજય દેવળીયા અને યુવા અગ્રણી જીગ્નેશ ટાંક સહિતના આગેવાનો દ્વારા ભાજપ સામે કડક નિવેદનો આપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “ભાજપે અમારા સમાજની અવગણના કરી છે. આ અન્યાયનો જવાબ હવે મતદાનમાં આપવામાં આવશે અને સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે.” ઉલ્લેખનીય છે કે, વેરાવળ-સોમનાથ વિસ્તારમાં પ્રજાપતિ સમાજના અંદાજે 4 હજારથી વધુ મતદારો છે, જે ચૂંટણીમાં મહત્વપૂર્ણ ફેક્ટર બની શકે છે. આગળ સિંધી સમાજ અને હવે પ્રજાપતિ સમાજના ખુલ્લા વિરોધને કારણે ભાજપ માટે આવનારી ચૂંટણીમાં પડકારો વધ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, જો સમયસર ડેમેજ કન્ટ્રોલ નહીં કરવામાં આવે તો ભાજપને આ વખતે નગરપાલિકા ચૂંટણીમાં મોટો ઝટકો લાગી શકે છે. બીજી તરફ, આ સમગ્ર વિવાદ પાછળ જિલ્લા ભાજપના કેટલાક હોદેદારોની અંગત રાજનીતિ અને સ્વાર્થ જવાબદાર હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે, જેના કારણે પાર્ટી માટે આંતરિક વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઈ છે. હવે જોવું રહ્યું કે ભાજપ આ અસંતોષને કઈ રીતે શાંત કરે છે કે પછી આ બળવો ચૂંટણી પરિણામોમાં મોટો ફેરફાર લાવે છે.
    Click here to Read More
    Previous Article
    પ્રોફેસરને જામીન આપવાનો હાઇકોર્ટનો ઈનકાર:વિધાર્થિની પાસેથી અયોગ્ય માંગણીઓ કરીને ચેમ્બરમાં આવવા દબાણ કરતો
    Next Article
    પોરબંદર મહાનગરપાલિકા ચૂંટણી:AAP અને કોંગ્રેસ ઉમેદવારોનો ભાજપ પર ‘સામ-દામ-દંડ-ભેદ’નો ગંભીર આક્ષેપ, ધમકાવી ફોર્મ પાછા ખેંચાવવાનો પ્રયાસના આરોપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment