Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર મહાનગરપાલિકા ચૂંટણી:AAP અને કોંગ્રેસ ઉમેદવારોનો ભાજપ પર ‘સામ-દામ-દંડ-ભેદ’નો ગંભીર આક્ષેપ, ધમકાવી ફોર્મ પાછા ખેંચાવવાનો પ્રયાસના આરોપો

    11 hours ago

    આગામી 26મી એપ્રિલે યોજાનારી પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં સત્તાધારી પક્ષ દ્વારા વિપક્ષી ઉમેદવારોને તોડવા અને ડરાવવા માટે ધાક-ધમકી તેમજ નાણાકીય લાલચ આપવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા કરવામાં આવ્યા છે. કોંગ્રેસના મહિલા ઉમેદવારનો ખુલ્લો પડકાર: "હું પૈસાને ધિક્કારું છું" વોર્ડ નંબર ૩ ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર મયુરીબેન થાનકીએ એક વીડિયો સંદેશ દ્વારા સત્તાધારી પક્ષના નેતાઓ સામે મોરચો માંડ્યો છે. તેમણે જણાવ્યું કે, “ચૂંટણી મેદાનમાંથી ખસી જવા માટે મને વિવિધ નંબરો પરથી ફોન કરી મોટી રકમની લાલચ આપવામાં આવી રહી છે. જો તમારામાં જનતા વચ્ચે જઈને મત માંગવાની તાકાત નથી, તો અમને ધમકાવવાનું બંધ કરો. હું કોઈપણ લાલચ કે દબાણને વશ થયા વગર જનતાના કામ કરવા માટે મેદાનમાં અડીખમ છું.” આમ આદમી પાર્ટીના આકરા પ્રહાર બીજી તરફ, આમ આદમી પાર્ટીના આગેવાનોએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજીને સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. AAP નેતાઓનું કહેવું છે કે સત્તા પક્ષના કેબિનેટ મંત્રીઓ અને નેતાઓ સામાન્ય ઉમેદવારોના ઘરે જઈને તેમને ફોર્મ ખેંચવા દબાણ કરી રહ્યા છે. જે ઉમેદવારો નમતા નથી, તેમને ખોટા પોલીસ કેસમાં ફસાવવાની અથવા તેમના ધંધા-રોજગારમાં હેરાન કરવાની ધમકી અપાય છે. AAP નો દાવો છે કે સત્તા પક્ષને જનતાનો અને AAP ના વધતા વર્ચસ્વનો ડર લાગી રહ્યો છે, જેના કારણે તેઓ લોકશાહીની મર્યાદા ઓળંગી રહ્યા છે. જનતામાં ચર્ચા અને આક્રોશ ચૂંટણી પહેલા જે પ્રકારે ઉમેદવારોને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે, તેને પગલે શહેરના મતદારોમાં પણ ભારે ચર્ચા જાગી છે. બ્રહ્મ સમાજ સહિતના વિવિધ સંગઠનોમાં ટિકિટ ફાળવણી અને ઉમેદવારો પરના દબાણને લઈને રોષ જોવા મળી રહ્યો છે. વિપક્ષોએ ચેતવણી આપી છે કે જો આ પ્રકારે અનૈતિક દબાણ ચાલુ રહેશે, તો તેઓ ચૂંટણી પંચમાં ઉગ્ર રજૂઆત કરશે. પોરબંદરની જનતા હવે આગામી દિવસોમાં આ રાજકીય ખેંચતાણનો કેવો જવાબ આપે છે, તે જોવું રસપ્રદ રહેશે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં સોરઠીયા પ્રજાપતિ સમાજનો ભાજપ વિરુદ્ધ ખુલ્લો મોરચો:નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના બહિષ્કાર સાથે ભાજપ વિરુદ્ધ મતદાન નો સંકલ્પ, ટીકીટ કાપતા સમાજમાં ભારે રોષ
    Next Article
    IPL 2026 Live: CSK's Fielding Horror Continues, Hands KKR Star Big Lifeline

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment