Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રોફેસરને જામીન આપવાનો હાઇકોર્ટનો ઈનકાર:વિધાર્થિની પાસેથી અયોગ્ય માંગણીઓ કરીને ચેમ્બરમાં આવવા દબાણ કરતો

    4 days ago

    મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના મામલે જામીન મેળવવા માટે એક પ્રોફેસરે કરેલી અરજી હાઇકોર્ટે રદ કરી છે. આરોપી કોલેજનો પ્રોફેસર છે અને તેના પર જાતીય સતામણી અને વોટ્સએપ પર અયોગ્ય સંદેશા મોકલવા અને વિદ્યાર્થીની જોડેથી અયોગ્ય જાતીય માંગણી કરવાના આક્ષેપ છે. પીડિતા પાસેથી જાતીય માંગણીઓ કરવાનો આરોપ હાઇકોર્ટે આદેશમાં રેકોર્ડ પરના દસ્તાવેજો તેમજ કલમ 183 હેઠળ પીડિતાના નિવેદન સહિત ચાર્જશીટનો ઉલ્લેખ કર્યો હતો અને નોંધ્યું હતું કે કોર્ટ જામીન આપવા માટે તૈયાર નથી. કેમ કે આ ગુનો ખૂબ જ ગંભીર છે. અરજદાર જે કોલેજમાં પ્રોફેસર છે, તેના પર પીડિતા પાસેથી જાતીય માંગણીઓ કરવાનો આરોપ છે. આરોપોને પ્રથમ દૃષ્ટિએ ચાર્જશીટના પેપર્સમાં સમર્થન મળે છે. ખાસ કરીને અરજદાર દ્વારા તેની ધરપકડના એક દિવસ પહેલા એટલે કે 25 નવેમ્બર, 2025 ના રોજ કોલેજના આચાર્યને સંબોધીને માફીપત્ર વાંચ્યો હતો. આ પત્રમાં અરજદારે તેના અયોગ્ય વર્તન અને પીડિત સહિત વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય વાતચીત માટે માફી માંગી હતી. અરજદાર પીડિતાને તેની સાથે સંબંધ બાંધવા દબાણ કરતો હાઇકોર્ટે નોંધ્યું હતું કે, રેકોર્ડ પર મુકવામાં આવેલી ચેટ્સની નકલ સ્પષ્ટપણે દર્શાવે છે કે હાલના અરજદાર દ્વારા પીડિતાને અયોગ્ય માંગણીઓ કરવામાં આવી છે. એવું લાગે છે કે અરજદાર પીડિતાને તેની ચેમ્બરમાં આવવા દબાણ કરી રહ્યો હતો અને પીડિતાને તેની સાથે સંબંધ બાંધવા દબાણ કરી રહ્યો હતો. એવું પણ જણાય છે કે અરજદાર બીજા વિદ્યાર્થીનીને તેની ચેમ્બરમાં આવવા દબાણ કરી રહ્યો હતો જ્યાં વોટ્સએપ ચેટ્સ દર્શાવે છે કે અરજદાર દ્વારા કરવામાં આવેલા વોઇસ કોલ પછી સંબંધિત વિદ્યાર્થીનીએ તેનો મોબાઇલ નંબર બ્લોક કરી દીધો હતો. પીડિતાને અયોગ્ય રીતે સ્પર્શ પણ કર્યો હતો હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે આ કોર્ટે BNSS ની કલમ 183 હેઠળ પીડિતાના નિવેદનનો પણ અભ્યાસ કર્યો છે અને એવું લાગે છે કે પીડિતા સ્પષ્ટપણે તેના એ નિવેદન પર અડગ છે, જે મૂળ તપાસ અધિકારી સમક્ષ નોંધવામાં આવ્યું હતું. કારણ કે, હાલના અરજદારે પીડિતા પાસેથી જાતીય તરફેણની માંગ કરી હતી અને તેણે પીડિતાને અયોગ્ય રીતે સ્પર્શ પણ કર્યો હતો. ફરિયાદીના નિવેદનનો અભ્યાસ કરતા પ્રથમ દૃષ્ટિએ, એવું લાગતું નથી કે ફરિયાદી સંપૂર્ણપણે હોસ્ટાઇલ થઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- ઈરાન સાથે બે દિવસમાં વાતચીત થઈ શકે છે:અસીમ મુનીરનું કામ શ્રેષ્ઠ, એટલે પાકિસ્તાનમાં મિટિંગ થવાની શક્યતા
    Next Article
    વેરાવળમાં સોરઠીયા પ્રજાપતિ સમાજનો ભાજપ વિરુદ્ધ ખુલ્લો મોરચો:નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના બહિષ્કાર સાથે ભાજપ વિરુદ્ધ મતદાન નો સંકલ્પ, ટીકીટ કાપતા સમાજમાં ભારે રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment