Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે સંતાનોએ માતાની છત્રછાંયા ગુમાવી:રાજકોટમાં ચેટીચાંદના પર્વે પતિએ ઝૂલેલાલ મંદિરે સાથે લઈ જવાની ના પાડતા જાત જલાવનાર મહિલાનું મોત

    15 hours ago

    રાજકોટનાં 52 વર્ષીય મીનાબેન ચોઈથરામ ખટ્ટર તા. 20 માર્ચના રોજ પોતાના ઘરે હતા. ત્યારે રાત્રે 9 વાગ્યા આસપાસ કેરોસીન છાંટીને પોતાની જાતે આગ લગાવી દીધી હતી જેના કારણે તેઓ શરીરે ગંભીર રીતે દાઝી જતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જો કે 25 દિવસની લાંબી સારવાર બાદ આજે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. મીનાબેનના પતિ હેમગઢવી હોલ પાસે દાળ-પકવાનની રેંકડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. બનાવના દિવસે ચેટીચાંદનો તહેવાર હોવાથી મીનાબેને તેમના પતિ પાસે રામનાથપરામાં આવેલા ઝૂલેલાલ મંદિરે દર્શન કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, પતિએ મીનાબેનને સાથે લઈ જવાને બદલે જણાવ્યું હતું કે, હું બાળકોને લઈને જઈશ, તારે આવવું નથી. પતિના આ જવાબથી મીનાબેનને લાગી આવ્યું હતું અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મીનાબેને બાથરૂમમાં જઈ પગલું ભર્યું હતું. મીનાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રાજકોટમાં અકસ્માતે ઘવાયેલ જેતપુરના વિજય મેરણનું મોત વિજય કાળુભાઈ મેરણ (ઉં.વ.38) તા.12.04.2026ના રોજ સાંજે 7 વાગ્યાં આસપાસ બાઈક લઈને મવડી કણકોટ રોડ પર જતા ત્યારે ડ્રિમ સિટી ચોકમાં પુરપાટ ઝડપે આવતી કારે બાઇકને હડફેટે લીધું હતું જેમાં બાઈક ચાલક વિજયભાઈને ગંભીર ઈજા પહોંચી હતી આ સમયે વિજયભાઈની ઓળખ થઈ ન હતી અને 108 મારફત તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ પછી તેમના પરિવારજનોનો સંપર્ક થતા તે જેતપુર ખાતે રહેતા હોવાનું સામે આવ્યું હતું. આજે સવારે 5.30 વાગ્યા આસપાસ વિજયભાઈએ સારવારમાં દમ તોડી દીધો હતો. વિજયભાઈને સંતાનમાં એક 20 વર્ષની દીકરી અને 12 વર્ષનો દીકરો છે. પોતે 2 ભાઈ અને 2 બહેનમાં નાના હતા. તેઓ રાજકોટના મવડીમાં આવેલ માર્વેલ મોલમાં નોકરી કરતા હતા. વિજયભાઈના અકાળે મોતથી બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.
    Click here to Read More
    Previous Article
    બાલાસિનોર ડમ્પિંગ સાઇટ પર આગ ભભૂકી:આગને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે
    Next Article
    મોડાસાના વણીયાદ રોડ પર ટ્રકમાં આગ:આગથી ટ્રક સંપૂર્ણ બળીને ખાખ, કારણ હજુ અકબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment