Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેશનલ 'ફાયર સર્વિસ ડે':નિર્મળનગર ફાયર સ્ટેશનથી શરૂ થઈ વાઘાવાડી રોડ સુધી ફાયર બ્રિગેડની રેલી પસાર થઈ

    4 days ago

    દેશભરમાં દર વર્ષે 14મી એપ્રિલને 'નેશનલ ફાયર સર્વિસ ડે' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસના માનમાં ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નાગરિકોમાં આગના અકસ્માતો સામે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી શહેરના મુખ્ય માર્ગો પર અદ્યતન વાહનો અને સાધનો સાથે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદોને શ્રદ્ધાંજલિ અને ઐતિહાસિક મહત્વ રેલીના પ્રારંભ પૂર્વે નિર્મળનગર સ્થિત ફાયર સ્ટેશન ખાતે ફરજ દરમિયાન શહીદ થયેલા ફાયર ફાઈટરોને પુષ્પાંજલિ અર્પણ કરી મૌન પાળવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈ બંદરે થયેલા ભીષણ વિસ્ફોટમાં અનેક જવાનોએ જીવ ગુમાવ્યા હતા, જેમની યાદમાં દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અદ્યતન કાફલા સાથે શહેરના માર્ગો પર જનજાગૃતિ ફાયર વિભાગના કાફલામાં સામેલ તમામ નાના-મોટા અદ્યતન વાહનો સાયરનના નાદ સાથે માર્ગો પર ઉતર્યા હતા. હાઈડ્રોલિક પ્લેટફોર્મ, હેવી બ્રાઉઝર, વોટર ટેન્ક, ફોમ ટેન્ડર, રેસ્ક્યુ વાન અને એમ્બ્યુલન્સ સાથે નિર્મળનગર ફાયર સ્ટેશનથી શરૂ થઈ નીલમબાગ, પાનવાડી, જશોનાથ ચોક, ક્રેસન્ટ સર્કલ, ઘોઘા સર્કલ અને વાઘાવાડી રોડ સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાં આ રેલી પસાર થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્લેટો ચોરતી રાજસ્થાની ગેંગ ઝડપાઈ:ડુંગરી પોલીસે 2 શખ્સોને રૂ. 6.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યાં
    Next Article
    પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ સામે ફરિયાદ:મહેસાણામાં પરિણીતાનો સાસરીયા વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment