Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ સામે ફરિયાદ:મહેસાણામાં પરિણીતાનો સાસરીયા વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસનો આક્ષેપ

    12 hours ago

    મહેસાણાના લાખવડ રોડ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીતાએ સાસરી પક્ષ દ્વારા આપવામાં આવતા શારીરિક અને માનસિક ત્રાસ અંગે શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2025માં લગ્ન કરનાર જમનાબેન વણજારાએ પોતાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂક્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. 'મારે તને રાખવી નથી' કહી મારઝૂડ કરી ફરિયાદની વિગતો મુજબ, મહેસાણાની જમનાબેનના લગ્ન વર્ષ 2025માં નડીયાદ-મહુધા ખાતે સચીનભાઈ વણજારા સાથે થયા હતા. શરૂઆતના થોડા મહિના સુખરૂપ વીત્યા બાદ સાસરી પક્ષ દ્વારા હેરાનગતિ શરૂ કરવામાં આવી હતી. આશરે એક મહિના અગાઉ પતિ સચીનભાઈએ 'મારે તને રાખવી નથી' તેમ કહી ગાળાગાળી કરી હતી અને પરિણીતાનો હાથ મચેડી નાખી મારઝૂડ કરી હતી. આ સમયે સાસુ શાંતાબેન અને સસરા મનાજીએ પણ પુત્રનો પક્ષ લઈ મેણા-ટોણા માર્યા હતા અને જમનાબેનને પહેરેલે કપડે ઘરેથી કાઢી મૂકી હતી. સમાધાન બાદ પણ વર્તનમાં ફેરફાર નહીં ઘટના બાદ હોળીના તહેવાર પર પતિ સચીનભાઈ પત્નીને તેડવા આવ્યા હતા અને હવે પછી હેરાન ન કરવાની ખાતરી આપી હતી. પતિના ભરોસે જમનાબેન ફરી સાસરીમાં રહેવા ગયા હતા, પરંતુ ત્યાં પહોંચતા જ પતિ અને સાસુ-સસરા ઉપરાંત કાકા સસરા વિનુજી વણજારાએ ફરી શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસરી પક્ષના અસહ્ય ત્રાસથી કંટાળીને પરિણીતા આખરે ફરી પોતાના પિયર મહેસાણા પરત ફરી હતી. પરિણીતાએ આખરે હિંમત ભેગી કરી પતિ સચીન, સાસુ શાંતાબેન અને સસરા મનાજી વણજારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. મહેસાણા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નેશનલ 'ફાયર સર્વિસ ડે':નિર્મળનગર ફાયર સ્ટેશનથી શરૂ થઈ વાઘાવાડી રોડ સુધી ફાયર બ્રિગેડની રેલી પસાર થઈ
    Next Article
    Rise above caste, bridge ‘haves and have-nots’ divide, says President Murmu

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment