Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્લેટો ચોરતી રાજસ્થાની ગેંગ ઝડપાઈ:ડુંગરી પોલીસે 2 શખ્સોને રૂ. 6.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યાં

    6 days ago

    વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પરથી લોખંડની પ્લેટો ચોરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ચોરી ખજુરડી ગામ પાસે થઈ હતી. પોલીસે તેમની પાસેથી બોલેરો કેમ્પર ગાડી સહિત કુલ રૂ. 6.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનો ગુનો ઉકેલાયો છે. ડુંગરી P I યુ એચ પટેલના નેતૃત્વમાં ડુંગરી પોલીસની ટીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે ડુંગરી ઓવરબ્રિજ પાસે એક શંકાસ્પદ બ્રાઉન કલરની મહિન્દ્રા બોલેરો કેમ્પર ગાડી અટકાવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી લોખંડની ભારે પ્લેટો મળી આવી હતી. ચાલકોની કડક પૂછપરછ કરતા તેમણે કબૂલાત કરી હતી કે, આ પ્લેટો ખજુરડી ગામે બુલેટ ટ્રેનના પિલર નંબર 204 P02 પાસેથી ચોરી કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં સુભાષકુમાર શ્રવણકુમાર (ઉંમર 25, હાલ રહે. નવસારી અને દેવેન્દ્ર જગદીશ પુરી (ઉંમર 25, હાલ રહે. નવસારી નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 21 નંગ લોખંડની પ્લેટો (વજન 1235 કિલો, કિંમત રૂ. 74,100), એક મહિન્દ્રા બોલેરો કેમ્પર (કિંમત 5 લાખ અને બે મોબાઈલ ફોન (કિંમત 40 હજાર) સહિત કુલ રૂ. 6.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2), 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હારીજમાં દુકાનો પચાવી પાડવા બદલ ત્રણ સામે ફરિયાદ:મિલકત વિવાદમાં ગેરકાયદે પ્રવેશ અને જાનથી મારી નાખવાની ધમકી
    Next Article
    નેશનલ 'ફાયર સર્વિસ ડે':નિર્મળનગર ફાયર સ્ટેશનથી શરૂ થઈ વાઘાવાડી રોડ સુધી ફાયર બ્રિગેડની રેલી પસાર થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment