Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હારીજમાં દુકાનો પચાવી પાડવા બદલ ત્રણ સામે ફરિયાદ:મિલકત વિવાદમાં ગેરકાયદે પ્રવેશ અને જાનથી મારી નાખવાની ધમકી

    6 days ago

    હારીજ શહેરમાં દુકાનોના વેચાણ અંગે નાણાં ન ચૂકવી, તાળા તોડી ગેરકાયદે કબજો જમાવવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ત્રણ શખ્સો વિરુદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટના એસ.આર. પેટ્રોલ પંપ સામે આવેલી અંબેશ્વર રેસીડેન્સીની દુકાનોને લઈને બની છે. હારીજના જલારામ પાર્ક ખાતે રહેતા અને જમીન લે-વેચ તથા કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા બાબુ ઈશ્વર ઠક્કરે આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, હારીજમાં સર્વે નંબર 293/11 પૈકી 1 ની મિલકત પર આવેલી અંબેશ્વર રેસીડેન્સીમાં તેમણે મકાનો અને દુકાનો બનાવી છે. વર્ષ 2020માં રમેશ અમરત રબારી, હાર્દિક જયરામ રબારી અને હિરેન જયરામ રબારીએ દુકાન નંબર 3, 4 અને 5 રાખવાનું નક્કી કર્યું હતું. આ ત્રણ દુકાનોની કુલ કિંમત રૂપિયા 29,43,000 નક્કી થઈ હતી. આરોપીઓએ વર્ષ 2025 સુધીમાં ટુકડે-ટુકડે રૂપિયા 12,00,000 ચૂકવ્યા હતા, પરંતુ બાકી નીકળતી રકમ ચૂકવી ન હતી. ફરિયાદીએ બાકી રકમની ઉઘરાણી કરી દસ્તાવેજ કરી આપવાની શરત રાખી હતી, છતાં આરોપીઓએ નાણાં ચૂકવ્યા નહોતા. ગત તારીખ 20/02/2026 ના રોજ આરોપીઓએ સાઈટ પર આવી ગેરવર્તણૂક કરી હતી. ત્યારબાદ 21/02/2026 ના રોજ બપોરના સમયે હાર્દિક અને હિરેન રબારી લાકડી જેવા હથિયારો સાથે અંબેશ્વર રેસીડેન્સીની દુકાન નંબર 3, 4 અને 5 ના તાળા તોડી ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. તેમણે પોતાના તાળા મારી દીધા હતા અને હાજર સાહેદોની રૂબરૂમાં ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ મામલે ફરિયાદીએ સામાજિક રીતે સમાધાનના પ્રયત્નો કર્યા હતા, પરંતુ આરોપી રમેશ રબારી અને હાર્દિક રબારીએ ફરિયાદીના પાર્ટનર ભાર્ગવ દેસાઈને વોટ્સએપ પર બિભત્સ ગાળો અને ધમકી આપતા ઓડિયો રેકોર્ડિંગ મોકલ્યા હતા. અંતે, બાબુ ઠક્કરે રમેશ અમરત રબારી, હાર્દિક જયરામ રબારી અને હિરેન જયરામ રબારી વિરુદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 351(3), 296(b), 329(3), 54 તથા જી.પી.એ. એક્ટની કલમ 135 હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    2500થી વધુ રહીશોએ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો:20 વર્ષથી માત્ર અસુવિધાઓ, ટાઉન પ્લાનિંગના નામે છેતરાયાનો આક્ષેપ; સોસાયટીના રહીશોએ વિરોધના બેનર લગાવ્યા
    Next Article
    બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્લેટો ચોરતી રાજસ્થાની ગેંગ ઝડપાઈ:ડુંગરી પોલીસે 2 શખ્સોને રૂ. 6.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment