Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2500થી વધુ રહીશોએ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો:20 વર્ષથી માત્ર અસુવિધાઓ, ટાઉન પ્લાનિંગના નામે છેતરાયાનો આક્ષેપ; સોસાયટીના રહીશોએ વિરોધના બેનર લગાવ્યા

    6 days ago

    સુરત મનપાની આગામી ચૂંટણી પૂર્વે શહેરના પોશ વિસ્તાર ગણાતા વેશુ-ભરથાણામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વેશુની ખ્યાતનામ આશીર્વાદ વિલા કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ તંત્ર અને શાસકો સામે મોરચો માંડ્યો છે. 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારતા રહીશોએ આ વખતે મક્કમ નિર્ધાર સાથે સોસાયટીની બહાર 'NO VOTE, NO ENTRY' ના બેનરો લગાવી દીધા છે, જેના કારણે પ્રચાર માટે આવતા નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પૂર્વ MLA અને ઉમેદવાર હિમાંશુને નારાજગીનો સામનો કરવો પડ્યો ચૂંટણી પ્રચાર માટે વિસ્તારમાં નીકળેલા પૂર્વ ધારાસભ્ય વિવેક પટેલ અને વર્તમાન ઉમેદવાર હિમાંશુ રાહુલજીને આજે આશીર્વાદ વિલામાં ભારે નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી સમયે વાયદા કરવા આવતા નેતાઓ જીત્યા પછી મોઢું બતાવતા નથી. 'સમસ્યાઓનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી સોસાયટીમાં પગ મૂકવો નહીં' સ્થાનિકોએ નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, જ્યાં સુધી અમારી સમસ્યાઓનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી સોસાયટીમાં પગ મૂકવો નહીં. નેતાઓએ રહીશોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રોષે ભરાયેલા લોકોએ એકપણ વાત સાંભળવાનો ઇનકાર કરી દીધો હતો. 20 વર્ષથી માત્ર અસુવિધાઓ, ટાઉન પ્લાનિંગના નામે છેતરાયાનો આક્ષેપ સોસાયટી દ્વારા લગાવવામાં આવેલા બેનરમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. રહીશોનું કહેવું છે કે છેલ્લા 20 વર્ષથી તેઓ એકતરફી મતદાન કરીને શાસક પક્ષને ખોબે-ખોબે મત આપતા આવ્યા છે. જોકે, બદલામાં તેમને માત્ર હાડમારી જ મળી છે. ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમના નામે વર્ષોથી માત્ર અસુવિધાઓ જ ભોગવવી પડી છે. રહીશોએ જણાવ્યું કે, તેમની જીવાદોરી સમાન મુખ્ય રોડ અને ગાર્ડન જેવી પાયાની જરૂરિયાતો રિઝર્વેશનમાંથી છીનવીને અન્યને અલોટ કરી દેવામાં આવી છે, જે સીધો અન્યાય છે. ગેટ પર જે બેનર લગાવવામાં આવ્યા છે તેમાં લખ્યું છે કે, 2500થી વધુ રહીશો દ્વારા ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર આશીર્વાદ વિલા સોસાયટીમાં અંદાજે 2500થી વધુ રહીશો વસવાટ કરે છે. સોસાયટીના તમામ સભ્યોએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેઓ મતદાન પ્રક્રિયાથી અળગા રહેશે. રહીશોએ જણાવ્યું કે, "અમે દર વખતે લોકશાહીના પર્વમાં ભાગ લઈએ છીએ, પરંતુ અમારી પાયાની જરૂરિયાતો પ્રત્યે તંત્ર અને રાજકીય પક્ષો ઉદાસીન છે. જો અમને સુવિધા ન મળતી હોય તો અમારો કિંમતી મત આપવાનો કોઈ અર્થ નથી." આટલી મોટી સંખ્યામાં લોકોના બહિષ્કારથી વોર્ડ નંબર 22 ના ચૂંટણી સમીકરણો બગડી શકે તેમ છે. 'NO VOTE NO ENTRY': નેતાઓ માટે સોસાયટીના દ્વાર બંધ સોસાયટીના ગેટ પર જ મોટા અક્ષરે 'NO VOTE NO ENTRY' ના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈપણ રાજકીય પક્ષના નેતા કે કાર્યકર્તાએ પ્રચાર માટે સોસાયટીની અંદર પ્રવેશ કરવો નહીં. મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે દાયકાથી આપવામાં આવતી આનાકાની અને હેરાનગતિથી કંટાળીને આ આખરી પગલું ભરવામાં આવ્યું છે. આ વિરોધ માત્ર એક સોસાયટી પૂરતો મર્યાદિત ન રહેતા આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. તંત્રની ઉદાસીનતા સામે રહીશોનો આક્રોશ સ્થાનિકોનો મુખ્ય રોષ સુરત મહાનગરપાલિકા (SMC) સામે પણ છે. રહીશોનું કહેવું છે કે ટેક્સ નિયમિત ભરવા છતાં તેમને રોડ-રસ્તા અને બગીચા જેવી પાયાની સુવિધાઓ માટે આંદોલન કરવું પડે છે. 2007 માં રજીસ્ટર થયેલી આ સોસાયટી આજે 2026 માં પણ પોતાની હકની સુવિધાઓ માટે લડી રહી છે. હવે જોવાનું એ રહેશે કે 2500 મતદારોનો આ હુંકાર સત્તાધીશોની ઊંઘ ઉડાડે છે કે પછી આ વખતે પણ આશ્વાસનો આપીને મામલો થાળે પાડવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે PM મોદીને ફોન કર્યો, 40 મિનિટ વાત કરી:ઈરાન યુદ્ધ પર ચર્ચા, બંનેએ કહ્યું- હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહે ખૂબ જ જરૂરી છે
    Next Article
    હારીજમાં દુકાનો પચાવી પાડવા બદલ ત્રણ સામે ફરિયાદ:મિલકત વિવાદમાં ગેરકાયદે પ્રવેશ અને જાનથી મારી નાખવાની ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment