Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અપહરણ તેમજ પોક્સો એક્ટના વોન્ટેડ આરોપીને કપુરાઈ પોલીસે ઝડપ્યો:આજવા બ્રિજ નીચે ઊભો હતો ને દબોચી લીધો, મહારાષ્ટ્રના પનવેલમાં ગુનો કરીને વડોદરા આવ્યો'તો

    18 hours ago

    વડોદરા શહેર કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે મહારાષ્ટ્રના પનવેલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ તેમજ પોક્સો એક્ટ હેઠળના ગુનામાં નાસતા ફરતા આરોપીને આજવા બ્રિજ નીચેથી ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહારાષ્ટ્રમાં અપહરણ તથા પોક્સો એક્ટ હેઠળ વોન્ટેડ હતો કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. રાઓલ તેમના સ્ટાફને જરૂરી માહિતી આધારે પેટ્રોલિંગ ટીમમાં હાજર અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર હસમુખભાઈ દેવાભાઈ તથા જયેશભાઈ મેરામણભાઈને બાતમીદાર મારફતે મહત્વની માહિતી મળી કે, મહારાષ્ટ્રના પનવેલ પોલીસ સ્ટેશનમાં અપહરણ તથા પોક્સો એક્ટ હેઠળ વોન્ટેડ આરોપી બોધલ ઉર્ફે રાહુલ ગલ્લુભાઈ સલાટ હાલ આજવા બ્રિજ નીચે ઊભો છે. પૂછપરછ કરતાં ભાંડો ફૂટ્યો ને દબોચાયો બાતમીના આધારે પોલીસ ટીમ તરત જ સ્થળ પર પહોંચીને આરોપીને સ્થળ પરથી ઝડપી પુછપરછ દરમિયાન તેણે પોતાનું નામ બોધલ ઉર્ફે રાહુલ ગલ્લુભાઈ સલાટ (ઉંમર 22 વર્ષ વેપારી) હોવાનું જણાવ્યું હતું. તે હાલ આજવા બ્રિજ નીચે ખુલ્લી જગ્યામાં રહે છે અને મૂળ વતની આણંદના કોમ્યુનિટી હોલ નં. 02 પાસે રેલ્વે ફાટક ઓવરબ્રિજ પાસે છે. લગ્નની લાલચ આપીને અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતાં સઘન પુછપરછમાં આરોપીએ પનવેલ પોલીસ સ્ટેશનમાં અપહરણ તથા પોક્સો એક્ટ હેઠળ વોન્ટેડ હોવાની હકીકત સ્વીકારી હતી. ખાતરી કરતા જાણવા મળ્યું કે, પનવેલ શહેર પોલીસ સ્ટેશન (નવી મુંબઈ, મહારાષ્ટ્ર) ખાતે કેસ નોંધાયેલ છે. પનવેલ રેલ્વે સ્ટેશન પરિસરમાં આરોપીએ 15 વર્ષ 9 મહિનાની નાની છોકરીને લગ્નની લાલચ આપી ફોસલાવી, તેના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ અવારનવાર શારીરિક સંબંધ સ્થાપી ગુનો કર્યો હતો. આરોપી ખુલ્લામાં પડાવ બાંધીને પ્લાસ્ટિકના તગારા વેચતો હતો આરોપી મૂળ આણંદનો વતની છે, પરંતુ પકડાવાના ભયથી અલગ- અલગ ગ્યાએ ખુલ્લામાં પડાવ બાંધીને પ્લાસ્ટિકના તગારા વેચતો હતો. તાજેતરમાં તે આજવા બ્રિજ નીચે રહેવા આવ્યો હતો. તે દરમ્યાન પોલીસે ઝડપી બધું કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    પોલીસને બાતમી આપ્યાની શંકાએ યુવકની છરો મારી હત્યા:ત્રણેય આરોપીએ ડીઝલથી લાશ સળગાવી દીધી, અમદાવાદમાં પોલીસને નદીના પટમાં સળગતું દેખાયું ને મર્ડર મિસ્ટ્રીનો ખુલાસો
    Next Article
    ગોધરામાં આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી:વિશાળ બાઇક રેલીમાં ઉમટી જનમેદની, લોકોએ પુષ્પવર્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment