Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસને બાતમી આપ્યાની શંકાએ યુવકની છરો મારી હત્યા:ત્રણેય આરોપીએ ડીઝલથી લાશ સળગાવી દીધી, અમદાવાદમાં પોલીસને નદીના પટમાં સળગતું દેખાયું ને મર્ડર મિસ્ટ્રીનો ખુલાસો

    20 hours ago

    અમદાવાદના સરખેજમાં પોલીસને યુવકની સળગાવી દીધેલી લાશ મળી હતી. જે મામલે પોલીસે તપાસ કરતા યુવકની ત્રણ શખ્સોએ છરી મારી હત્યા કરીને લાશ સળગાવી હોવાનું સામે આવ્યું હતું. મૃતક પોલીસનો બાતમીદાર હતો અને આરોપીની બાતમી આપી હોવાની શંકાએ યુવકની હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યા મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે સળગેલી લાશનું પીએમ કરાવતા હત્યાનો ઘટસ્ફોટ સરખેજ પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે વણઝર ગામ પાસે કંઇક સળગતુ હોવાથી પોલીસ ત્યાં નજીક પહોંચી હતી અને તપાસ કરતા એક વ્યક્તિને સળગાવી દીધો હોવાનું સામે આવ્યુ હતું. પોલીસે અજાણ્યા વ્યક્તિની લાશનું પોસ્ટમોર્ટમ કરાવતા તેની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો હતો. જેથી પોલીસે વધુ તપાસ કરતા લાશને પેટ્રોલ કે ડીઝલથી સળગાવી હોવાની હકીકત ખુલી હતી. સીસીટીવીમાં બે લોકો કેરબામાં ડીઝલ ખરીદતા નજરે પડ્યા પોલીસે નજીકના એક પેટ્રોલપંપ પર તપાસ કરતા સીસીટીવીમાં બે લોકો કેરબામાં ડીઝલ ખરીદતા નજરે પડ્યા હતાં. જે આધારે પોલીસે બંનેની શોધખોળ કરીને કમોડ ગામના ઠાકોરવાસમાં રહેતા જગદીશ ઉર્ફે કપિલ ઠાકોર અને દિપક રાવળની અટકાયત કરી હતી. બંનેની પૂછપરછ કરાતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. મારી નાખીને લાશ ફેંકી દેવાની જીતુએ ટીપ આપી હોવાની કબૂલાત આરોપીઓએ કબૂલાત કરી કે, સરખેજ ગામના જીતેન્દ્ર ઉર્ફે જીતુએ તેના ઘર નજીક રહેતા જાવેદ ઉર્ફે મરઘી સિપાઇને મારી નાખીને લાશ ફેંકી દેવા ટીપ આપી હતી. જેથી સરખેજ પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર એલ.એલ. ચાવડા અને ઝોન-7 એલસીબી પીએસઆઇ એચ.ડી. વાઘેલાની ટીમે જીતેન્દ્ર ઉર્ફે જીતુ ફોન બંધ કરીને ભાગે તે પહેલા ઝડપી લીધો હતો. ત્રણેય આરોપીએ રીક્ષા ચાલક યુવકને છરી મારી હત્યા કરી આરોપી પૈકી બે આરોપીઓ મૃતક યુવકની રીક્ષામાં ધોળકાથી બેઠા હતાં, ત્યારબાદ મુસાફર બનીને સરખેજ સુધી આવ્યા હતાં. સરખેજમાં ત્રીજો આરોપી હાજર હતો. ત્રણેય આરોપીએ રીક્ષા ચાલક યુવકને છરી મારી હત્યા કરી હતી. ત્યારબાદ નદીમાં ફેકી હતી, જેને ત્રણેયએ બહાર કાઢી લાકડા મૂકી 10 લિટર ડીઝલ નાખી સળગાવી દીધી હતી. મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, 3 શખસની ધરપકડ આમ, અજાણ્યા શખ્સની સળગતી લાશ મળી આવવા મામલે ગણતરીના સમયમાં મૃતકની ઓળખ કરીને મર્ડર કેસનો ભેદ ઉકેલીને પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી પ્રક્રિયામાં પોલીસના હસ્તક્ષેપનો આક્ષેપ:કોંગ્રેસની રાજ્ય ચૂંટણી પંચને લેખિત ફરિયાદ, ઉમેદવારોને ધમકી અને ફોર્મ પરત ખેંચાવવા દબાણ કરાયું
    Next Article
    અપહરણ તેમજ પોક્સો એક્ટના વોન્ટેડ આરોપીને કપુરાઈ પોલીસે ઝડપ્યો:આજવા બ્રિજ નીચે ઊભો હતો ને દબોચી લીધો, મહારાષ્ટ્રના પનવેલમાં ગુનો કરીને વડોદરા આવ્યો'તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment