Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી પ્રક્રિયામાં પોલીસના હસ્તક્ષેપનો આક્ષેપ:કોંગ્રેસની રાજ્ય ચૂંટણી પંચને લેખિત ફરિયાદ, ઉમેદવારોને ધમકી અને ફોર્મ પરત ખેંચાવવા દબાણ કરાયું

    22 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોલીસ તંત્ર પર સત્તાધારી પક્ષના ઈશારે ઉમેદવારોને ધમકાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. રાજ્ય ચૂંટણી આયોગને પાઠવેલી ફરિયાદમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પોલીસ અધિકારીઓ દ્વારા ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા માટે અન્યાયી દબાણ કરવામાં આવી રહ્યું છે, જે લોકશાહીની ગરિમા વિરુદ્ધ છે. રાજ્યભરમાં દબાણ અને ધમકીની ઘટનાઓનો આક્ષેપ કોંગ્રેસની ફરિયાદ અનુસાર, ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. કલોલમાં પોલીસ દ્વારા ઉમેદવારોને સીધી ધમકી આપી ફોર્મ ખેંચવા મજબૂર કરાયા હોવાના આક્ષેપ છે. સુરતમાં સ્થાનિક પોલીસ અને SOG દ્વારા ઉમેદવારો પર સતત દબાણ અને દેખરેખ રાખવામાં આવતી હોવાનું જણાવાયું છે. ફરિયાદમાં ઉલ્લેખ છે કે પોલીસ ઉમેદવારોને પોલીસ સ્ટેશન બોલાવી રહી છે અને ફોર્મ પરત ન ખેંચે તો ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. વેરાવળ-પાટણ નગરપાલિકામાં એક ઉમેદવારનું નામ યાદીમાં ન હોવા છતાં ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હોવાનો આરોપ લગાવી કોંગ્રેસે નિયમોમાં પક્ષપાત થતો હોવાનું જણાવ્યું છે. આચારસંહિતાનું સરેઆમ ઉલ્લંઘન કોંગ્રેસે આ સ્થિતિને “બંધારણીય છેતરપિંડી” અને આચારસંહિતાનું સરેઆમ ઉલ્લંઘન ગણાવ્યું છે. પક્ષે માંગ કરી છે કે, ચૂંટણી આયોગ આ મામલે તાત્કાલિક તપાસ સમિતિની રચના કરે. ઉમેદવારોને ધમકાવતા દોષિત પોલીસ અધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને તટસ્થતા જળવાય તે માટે તાકીદના પગલાં લેવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    300 સીટ પર ભાજપનો વિજય:સંઘવી:'ગુજરાતીઓને ક્યારેય ગાળો ન આપે એવો કોંગ્રેસનો હિસાબ કરો', અમિત ચાવડાએ કહ્યું-ભાજપના નેતાઓના ત્રાસથી ચૂંટણી અધિકારીએ આત્મહત્યા કરી
    Next Article
    પોલીસને બાતમી આપ્યાની શંકાએ યુવકની છરો મારી હત્યા:ત્રણેય આરોપીએ ડીઝલથી લાશ સળગાવી દીધી, અમદાવાદમાં પોલીસને નદીના પટમાં સળગતું દેખાયું ને મર્ડર મિસ્ટ્રીનો ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment