Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    300 સીટ પર ભાજપનો વિજય:સંઘવી:'ગુજરાતીઓને ક્યારેય ગાળો ન આપે એવો કોંગ્રેસનો હિસાબ કરો', અમિત ચાવડાએ કહ્યું-ભાજપના નેતાઓના ત્રાસથી ચૂંટણી અધિકારીએ આત્મહત્યા કરી

    5 days ago

    ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારી પત્રકોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે 15 એપ્રિલ સુધી રાજનીતિનો ખેલ ખેલાશે. કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ભય સતાવી રહ્યો છે. કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોના ફોન બંધ થઈ ગયા છે અને હવે તેમની વાડાબંધી શરૂ કરી દેવાઈ છે. તો આ તરફ ભાજપ ઉમેદવારી પાછી ખેંચાવી વધુમાં વધુ બેઠક બિનહરીફ કરાવવાની ફિરાકમાં છે. ભાજપના નેતાઓ 20થી 30 લાખ રૂપિયા આપવાની લાલચ આપી કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો અને ફોર્મ રદ કરાવવા ભાજપના નેતાઓએ દબાણ કરતા ઉમરગામના ચૂંટણી અધિકારીએ આપઘાત કર્યો હોવાનો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે. ખેડાના માતર ભાજપના પૂર્વ MLA કેસરીસિંહ સોલંકી કોંગ્રેસમાં જોડાયા છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો છે. 300થી વધુ સીટ પર ભાજપનો વિજય, કોંગ્રેસનો હિસાબ કરો: હર્ષ સંઘવી અમદાવાદના બાપુનગરમાં પ્રચાર માટે આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 300થી વધુ સીટ પર ભાજપનો વિજય થઈ ચૂક્યો છે. 3 ટકા સીટ જીતી છે. આ ચૂંટણીમાં જનતાએ નક્કી કર્યું છે કે, આ વખતે હિસાબ કરી નાંખવો છે.ગમે ત્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસીઓ ગુજરાત અને ગુજરાતીઓને ગાળો આપવા લાગે છે. હિસાબ તો વર્ષોથી કરતા આવ્યા છીએ પણ આ વખતે એવો હિસાબ કરો કે, ગુજરાતના એકપણ નાગરિકને કારણ વિના કંઈ પણ ન બોલે. તાલુકા પંચાયતમાં સૌધી વધુ ફોર્મ રદ થયા ઉમેદવારી ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે રાજ્યમાં 9,819 ફોર્મ રદ થયા હતા. જેમાં મનપામાં 1,934, નગરપાલિકામાં 1,164, જિલ્લા અને તાલુકા પંચાયતમાં 6,721 રદ કરાયા છે. ઉમેદવારીના આંકડાઓનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે સૌથી વધુ રસાકસી તાલુકા પંચાયત સ્તરે જોવા મળી છે. અહીં કુલ 20,000થી વધુ ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાંથી દસ્તાવેજી કે ટેક્નિકલ ખામીઓને કારણે 6,721 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. ઉમેદવારો વચ્ચે તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ ચૂંટણી જંગમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત 15 એપ્રિલ છે ત્યારે ઉમેદવારો વચ્ચે તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. હરીફ ઉમેદવારોને બેસાડી દેવા માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. ખાસ કરીને સુરત અને રાજકોટમાં ભૂતકાળના 'નિલેશ કુંભાણી' જેવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કોંગ્રેસ સતર્ક બની છે. પક્ષે પોતાના અંદાજે 65 જેટલા મજબૂત ઉમેદવારોની વફાદારી જાળવી રાખવા 'મિશન અજ્ઞાત' હેઠળ તેમને સુરક્ષિત અને ગુપ્ત સ્થળોએ ખસેડી દીધા છે. 15 એપ્રિલ બાદ જ સ્પષ્ટ થશે કે ફાઈનલ મેદાનમાં કેટલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ઉમરગામ મામલતદારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો વલસાડ જિલ્લાના ઉમરગામના મામલતદાર દલપતભાઈ છોટુભાઈએ ગત રાત્રિના સુમારે ઉમરગામ રેલવે સ્ટેશન પર પુરપાટ ઝડપે આવતી ટ્રેન સામે ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આ હૃદયદ્રાવક ઘટના રાત્રે 11:40 કલાકની આસપાસ બની હતી. નોંધનીય છે કે, મૃતક અધિકારી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જટિલ કામગીરીમાં રાત-દિવસ વ્યસ્ત હતા. ભાજપના નેતાઓના ત્રાસથી ચૂંટણી અધિકારીએ આત્મહત્યા કરી: ચાવડા ભાજપના નેતાઓના ત્રાસથી ચૂંટણી અધિકારીએ આત્મહત્યા કરી હોવાના આક્ષેપ સાથે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ઉમરગામમાં એક ઉમેદવારી ફોર્મ રદ કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલું બધું દબાણ કર્યું કે ચૂંટણી અધિકારીએ જ આત્મહત્યા કરવી પડી છે. સત્તાનો ઉપયોગ કરી ડરાવવાની અને ધમકાવવાના જે પ્રયાસ થઈ રહ્યા છે તે રોકવામાં નહીં આવે તો અધિકારીઓને પણ અમે બહાર પાડીશું. ઉમેદવારી ફોર્મ રદ કરાવવા માટે ચૂંટણી અધિકારી પર એટલું બધું પ્રેશર કરાવવામાં આવ્યું કે વારંવાર ટોર્ચર કરવામાં આવતા માનસિક ત્રાસથી આત્મહત્યા કરવી પડી તેવી ત્યાંના લોકોને પ્રાથમિક રજૂઆત છે. સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓ અધિકારીઓ પર પ્રેશર કરી રહ્યા છે. જેથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ત્રાસથી ચૂંટણી અધિકારીએ આત્મહત્યા કરવી પડી છે. પોલીસ-પ્રશાસન સાથે મળીને ભાજપનું એજન્ટ હોય તે રીતે કામ કરી રહ્યું છે: ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં પોલીસ અને પ્રશાસન સાથે મળીને ભાજપનું એજન્ટ હોય તે રીતે કામ કરી રહ્યું છે. કેટલાક અધિકારીઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હોય તે રીતનું વર્તન કરી રહ્યા છે. પોલીસના જ અધિકારીઓ કોંગ્રેસના ઉમેદવારોના ઘરે જઈને ડરાવી અને ધમકાવી રહ્યા છે. કલોલ, સુરત, આણંદ સહિત અનેક જગ્યાએ કાર્યકર્તાઓ અને ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા છે. જે અધિકારીઓ ધમકાવી રહ્યા છે તેમના નામ સાથે ચૂંટણી પંચને અને DGPને ફરિયાદ આપી છે. તેમ છતાં ઉમેદવારોને 25થી 30 લાખ રૂપિયા આપીને ખરીદવામાં આવી રહ્યા છે. ચૂંટણી અધિકારીઓ પણ પુરાવા ચેક કર્યા વગર ખોટી રીતે ફોર્મ રદ કરી રહ્યા છે. 28 તારીખે કોંગ્રેસ મો સંતાડો અભિયાન ચલાવશે: ભાજપ રિસોર્ટ પોલિટિકસને લઈને ભાજપના પ્રવક્તા ડૉ. અનિલ પટેલે જણાવ્યું કે હકીકતમાં કોંગ્રેસને ઉમેદવાર મળતા નથી. કોંગ્રેસ પાસે ચૂંટણી લડાવવા માટે પૂરતા કાર્યકર્તા નથી. કોંગ્રેસ ઉમેદવારી પત્રો ભરવાની તારીખ પહેલાં ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું, QR કોર્ડ બહાર પાડ્યું તો પણ ઉમેદવાર મળ્યા નહીં, એટલે ગમે તેને ઉમેદવાર બનાવી દીધા કારણ કે દિલ્હીમાં રિપોર્ટ કાર્ડ બતાવવાનું છે. 300 સીટ પર ભાજપ બિનહરીફ થયું કેટલીક સીટ પર કોંગ્રેસ લડતું નથી. 60 ટકા સીટ પર ઉમેદવાર ઉતાર્યા જેમાં 30 ટકા સીટમાં ઉમેદવારને કોંગ્રેસ સાથે લેવા દેવા નથી. એટલે હવે કોંગ્રેસે ઉમેદવાર સંતાડો અભિયાન ચલાવ્યું છે. કેટલી નબળી પાર્ટી છે કે ઉમેદવાર સંતાડવા પડે છે. 28 તારીખે કોંગ્રેસ મો સંતાડો અભિયાન ચલાવશે. પોલીસ, ચૂંટણી પંચનો દૂરપ્રયોગ, SIR આ બધા તેના છાપેલા મુદ્દા છે. આ એજ કોંગ્રેસ છે જે SIRને લઈને દોઢ મહિના સુધી ગુજરાતની શાંતિ ડહોળવા પ્રયાસ કર્યો હવે ચૂપ થઈ ગયા છે. એટલે કોંગ્રેસ દર વખતે તેના જૂના મુદ્દાને નવી રીતે રજૂ કરે છે. રાજકોટમાં કોંગ્રેસ બાદ 'આપ'ના 40 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા રાજકોટમાં કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોને ભાજપના ડરથી સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દિનેશ જોષીએ દિવ્ય ભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા અમારા ઉમેદવારોને ડરાવી-ધમકાવીને અથવા વિવિધ પ્રકારની લોભ-લાલચ આપીને ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિને જોતા પક્ષ દ્વારા સાવચેતીના ભાગરૂપે 40 કરતા વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આવતીકાલે સાંજે ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ જ આ તમામ ઉમેદવારોને પરત લાવવામાં આવશે. દિવસભરની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    CSKએ પહેલી વિકેટ ગુમાવી:કેપ્ટન ઋતુરાજ સતત ત્રીજી વખત સ્પિનરનો ભોગ બન્યો, બીજી તરફ સેમસનની તોફાની બેટિંગ
    Next Article
    ચૂંટણી પ્રક્રિયામાં પોલીસના હસ્તક્ષેપનો આક્ષેપ:કોંગ્રેસની રાજ્ય ચૂંટણી પંચને લેખિત ફરિયાદ, ઉમેદવારોને ધમકી અને ફોર્મ પરત ખેંચાવવા દબાણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment