Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રતનપર-પોપટપરા રસ્તાનું સમારકામ શરૂ:ચોમાસામાં ધોવાયેલો માર્ગ ફરી બનશે, લાંબા ફેરામાંથી છુટકારો

    15 hours ago

    સુરેન્દ્રનગરના રતનપર અને પોપટપરાને જોડતા બિસ્માર રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ભોગાવો નદીમાં પાણી આવવાને કારણે આ કાચો રસ્તો ધોવાઈ ગયો હતો, જેનાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ માર્ગ લાંબા સમયથી ખરાબ હાલતમાં હતો અને તંત્ર દ્વારા તેની અવગણના કરવામાં આવી હતી. રસ્તો ધોવાઈ જવાથી રતનપરના રહેવાસીઓને સુરેન્દ્રનગર જવા માટે લાંબો ફેરો કરવો પડતો હતો, જેનાથી તેમનો સમય અને ઇંધણનો વ્યય થતો હતો. હવે આ મહત્વપૂર્ણ માર્ગના સમારકામની કામગીરી શરૂ થતાં સ્થાનિક શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ રસ્તાનું સમારકામ માટી અને રેતીના ઉપયોગથી કરવામાં આવશે અને તે લગભગ ત્રણ દિવસમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    એક સમયના સાથી સ્થાનિક ચૂંટણી જંગમાં સામે ઉતર્યા:બાબા સાહેબની રેલીમાં વોર્ડ 1ના કોંગ્રેસી ઉમેદવાર પુષ્પા વાઘેલા- સોના દેસાઈ અને અપક્ષ ઉમેદવાર હરીશ પટેલ સાથે દેખાયા
    Next Article
    'કતલખાનાની દુર્ગંધના કારણે અમારા ઘરે કોઈ મહેમાન આવતા નથી':કોન્ટ્રાક્ટર સાથેની મિલિભગતના કારણે અહીં ખોદો અને જોડોનો ધંધો ચાલે છે, મતદારોએ હૈયાવરાળ ઠાલવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment