Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કતલખાનાની દુર્ગંધના કારણે અમારા ઘરે કોઈ મહેમાન આવતા નથી':કોન્ટ્રાક્ટર સાથેની મિલિભગતના કારણે અહીં ખોદો અને જોડોનો ધંધો ચાલે છે, મતદારોએ હૈયાવરાળ ઠાલવી

    12 hours ago

    વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 16માં શું સ્થતિ છે. આ વિસ્તારમાં કેવો વિકાસ થયો છે. સ્થાનિક કોર્પોરેટર અહીંયા આવે છે કે કેમ. લોકોની શું સમસ્યાઓ છે. લોકોની શું માંગ છે તે તમામ સવાલોના જવાબો જાણવા દિવ્ય ભાસ્કર પોહચ્યું છે ઈલેક્શન વોર્ડ નંબર 16નો ચિતાર મેળવવા માટે. આ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં ભાજપના, કોંગ્રેસના બે કોર્પોરેટર રહ્યા છે. આ વોર્ડમાં ખાસ કરીને સોમા તળાવ અને ગાજરાવાડી સહિત પ્રતાપનગર વિસ્તાર મોટો છે. અહીંયા ખાસ કરીને પાણી, ડ્રેનેજ સહિતની સમસ્યાઓ છે. ગાજરાવાડી વિસ્તારમાં આવેલ કતલખાનું આસપાસની અનેક સોસાયટીઓ માટે માથાનો દુખાવો બન્યું છે. આ વિસ્તારના રહીશો ચોવીસ કલાક દુર્ગંધ વચ્ચે જીવી રહ્યા છે, લોકો કહી રહ્યા છે કે અહીંયા મહેમાન આવે તો દુર્ગંધથી ભાગી જાય છે. આ વિસ્તારમાં જોઈએ તેટલો વિકાસ થયો નથી અને સ્લમ વિસ્તારોમાં સ્થિતિ ત્યાંની ત્યાજ છે. ગાજરાવાડી વિસ્તારના કતલખાનાના કારણે લોકો ત્રાહિમામ આ વોર્ડમાં સૌથી મોટી સમસ્યા ગાજરાવાડી વિસ્તારમાં આવેલ કતલખાનું છે, જ્યાં આસપાસ રહેતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ અંગે અમે અહીંયા આસપાસ રહેતા સ્થાનિકો સાથે વાતચીત કરતા સ્થાનિક શારદાબેને જણાવ્યું હતું હતું કે, અહીંયા બહુ જ ગંદકી છે. નાના નાના છોકરાઓ અહીં રહે છે અને અહીં બધે જીવજંતુઓ ફરે છે. જેના કારણે અહીંયા વાસ આવે છે કે અમને જમવાનું પણ ભાવતું નથી. કોઈ મહેમાન આવે તો તે પણ ભાગી જાય છે. અહીંના સ્થાનિક મહિલા સંતોકબેને જણાવ્યું હતું કે, અમે પચીસ વર્ષથી અહીંયા રહીએ છીએ અને અહીંયા ગંદકી બહુજ છે. અહીંયા કોઈ આવતું નથી અને કોઈ ધ્યાન આપતું નથી. ચૂંટણી આવે ત્યારે કોઈ આવે છે. આવે ત્યારે વાયદા કરે છે, પરંતુ કરતા નથી. અમારા જે કામ કરશે તેને વોટ આપીશું બાકી નહીં આપીએ. કતલખાનની નજીક આવેલ વિશ્વકર્માનગરમાં રહેતા અલ્પેશભાઈએ જણાવ્યું કે, અહીંયા ખુબજ પરિસ્થિતિ ખરાબ છે, મહેમાન પણ આવી શકતા નથી. પાછળ કતલખાનું આવેલું છે, જેથી બહુજ દુર્ગંધ મારે છે. બહુ હેરાન થઈએ છીએ, અહીંયા બેસવાની પણ જગ્યા નથી. અહીંયા ગટર અંગે અનેકવાર રજૂઆત કરી પરંતુ કઈ થતું નથી સાથે પાણીની સમસ્યા છે. સાથે અહીંયા ગંદકી અને કતલ ખાનના કારણે લોકો બીમાર રહે છે. ગંદકી અને દુર્ગંધના કારણે અમારે ત્યાં કોઈ મહેમાન પણ આવતા નથીઃ વિશાલ આ વોર્ડમાં રહેતા રોશનીબેને જણાવ્યું કે, અહીંયા ગંદકી ખુબજ છે જેથી છોકરાઓ બીમાર પડે છે. પાછળથી જીવજંતુ આવે છે અને મુશ્કેલી થાય છે. અહીંયા કોઈપણ પ્રકારની સુવિધા નથી. અહીંયા બ્લોક પણ નથી કે ટોયલેટની સુવિધા આપવામાં આવી છે. ચૂંટણી આવેને ત્યારે ખાલી ખાલી શોબાજી મારવા અહીંયા આગળ બધા આવશે. આ વિસ્તારને કચરાપેટી બનાવેલી છે અહીંયા લોકો કપડા અને અન્ય ચીજ વસ્તુઓ નાખી જાય છે. જેથી અહીંયા દુર્ગંધ માટે છે. સુએઝ પમ્પિંગ પાસે આવેલ ગાજરાવાડી વિસ્તારમાં રહેતા વિશાલભાઇ જણાવ્યું હતું કે, અહીંયા પાણી આવે છે પરંતુ પાછળ કતલખાનું હોવાથી બહુજ દુર્ગંધ મારે છે. અહીંયા મહેમાન આવી શકતા નથી અને નાના નાના બાળકો બીમાર પડે છે. આ સમસ્યાનું નિરાકરણ આવે તેવું ઇચ્છી રહ્યા છીએ. આ સાથે સ્થાનિક ગિરધરભાઇએ જણાવ્યું કે, વરસાદ આવે તો ઘરમાં પાણી ભરાઈ જાય છે અને ક્યાં ઊભા રહેવું તે સમજાતું નથી. અમને કઈ સમજાતું નથી અમારે કોને કહેવું, અમે પંદર વર્ષથી વડોદરામાં આવ્યા છીએ. રોડ રસ્તામાં પાણી ભાઈ જાય છે. સોમા તળાવ ચાર રસ્તા પર ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવોઃ મનોજ ઠાકોર સોમા તળાવ વિસ્તારમાં વર્કશોપ ચલાવતા મનોજ ઠાકોરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, અહીંયા રોડ રસ્તા જુઓ તો બરાબર છે, પણ અહીંયા આગળ કાયમની એક સમસ્યા થઈ ગઈ છે, જે સોમા તળાવ ચાર રસ્તા પર ટ્રાફિક એટલો બધો થઈ જાય છે કે જેમાંથી કોઈ કામ જો ટાઈમે પહોંચવાનું હોયને તો નીકળવું મુશ્કેલ થઈ જાય છે. જો કોર્પોરેશન વિચારે અને આગળ ચાર રસ્તા પછી જો કોઈ એની લેન્ડ હોય અને ત્યાં પીકઅપ સ્ટેન્ડ બનાવેને તો પીકઅપ સ્ટેન્ડ બનાવવાથી એ મહદઅંશે અહીંનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પીકઅપ સ્ટેન્ડ બનાવવાથી મોટી જે ટ્રાવેલ હોય કે સરકારી બસ હોય એમને ત્યાં આગળ પેસેન્જરને ઉતારી અને ત્યાંથી પેસેન્જર એની રીતે સિટીની અંદર રિક્ષા દ્વારા જાય તો રિક્ષાવાળાને પણ ત્યાંથી સિટીની રોજીરોટી મળે અને મહદઅંશે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવું મારું એક સજેશન છે. વધુમાં કહ્યું કે, ચોમાસાની અંદર પણ હવે આ નવી પાઈપોને લગભગ હાઈવે પર નાખ્યું એટલે કદાચ હવેનો વરસાદ આવે એમાં ચેક કરીશું, બાકી તો અહીંયા આગળ અમારા વર્કશોપોની અંદર એક-એક ફૂટ પાણી હોય છે. જેનાથી મશીનરીને બધું ડેમેજ થાય છે. એટલા સારા એવું રોડ રસ્તા બનતા હોય અને પછી આ પરિસ્થિતિ થતી હોય તે સારી બાબત નથી. અમારા એમાં કેટલા રૂપિયા બગડે છે,અને વર્કશોપની અંદર લગભગ મશીનરીને રિપેર થતાં બે-ત્રણ મહિના લાગે છે. આ અંગે અહીંના કોંગ્રેના વોર્ડ પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં પાણીની મોટી સમસ્યા છે. અહીંયા હાઇવેથી આવતું પાણી ચોમાસામાં ઘૂંટણસમાન ભરાઈ જાય છે. બીજું કે અમુક સોસાયટીમાં ગંદુ પાણી આવે છે. જે વર્ષોથી આવ્યા કરે છે, લોકો બૂમો પાડે છે. એમાં ખાસ સ્લમ એરિયામાં વધારે ગંદુ પાણી આવે છે. વધુમાં કહ્યું કે, સોમા તળાવ વિસ્તારમાં આવેલ ચાર રસ્તા ઉપર ટ્રાફિકનો બહુ મોટો સમસ્યા છે. સવારે પડે એટલે એટલી ટ્રાફિક થઈ જાય છે કે અડધા પોણા-પોણા કિલોમીટર સુધી ટ્રાફિક હોય છે. બીજું કે અમારા વિસ્તારમાં સ્લોટર હાઉસ આવેલું છે. અહીંયા વર્ષોથી કોઈ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. જેનું કાયમી નિરાકરણ જોઈએ છે. અહીંના આસપાસ રહેતા લોકો અને સોસાયટીના રહીશો ત્રાસી ગયા છે અને શહેરની બહાર લઈ જવામાં આવે તેવું ઇચ્છી રહ્યા છીએ. વડોદરા મનપામાં ખોદો અને જોડોનો ધંધો ચાલે છે:ચંદ્રકાંત શ્રીવાસ્તવ આ અંગે અમે આ વોર્ડમાં વર્ષોથી જીતતા કોંગ્રેસના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ ( ભથ્થુભાઈ)એ જણાવ્યું હતું કે, આ વિસ્તારના ગાજરાવાડી વિસ્તારમાં સુએજ પમ્પિંગ સ્ટેશન અને અહીંયા આવેલ કતલખાનાથી રહીશો ત્રસ્ત થયા છે. અહીંના લોકો બિમારીથી પીડાઈ રહ્યા છે, અહીંયા દીકરીને કોઈ આપતું નથી, જેનું કોઈ ત્રીસ વર્ષ સુધી નિરાકરણ આવ્યું નથી તો ક્યાં વિકાસની વાત આવે છે. અહીંયા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન આવેલ છે જે ચાલતો નથી, અને કોઈ પણ પ્રોસેસ વગર પાણી રૂપારેલ કાંસમાં છોડવામાં આવે છે. વધુમાં કહ્યું કે, અહીંયા સ્વાસ્થ્યની ચિંતા કરવાં આવતી નથી, દરેક સોસાયટી, ઝૂંપડપટી અને દરેક વસાહતમાં ચાર દિવસ પાણી શરૂ આવે પછી ખરાબ આવે છે. પાંચ વર્ષ સુધી માત્ર લોકો ફરિયાદ જ કરતા રહે છે. અહીંયા ખોદો અને જોડોનો ધંધો ચાલે છે, પોતાના કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. અમારા વિસ્તારમાં છોકરાઓને રમવા માટે એકપણ મેદાન આપવામાં આપ્યું નથી. વરસાદી કાંસમાં ગટરની પાણી બારેમાસ વહે છે, અમુક લોકોને દસ વીસની સ્ટેમ્પમાં મકાનો બનાવી આપ્યા તો એની ગરીબોએ શું ભૂલ કરી છે. અહીંયા ગેરકાયદેસર અને વિકાસના નામે ઝૂંપડપટી તોડી દેવામાં આવે છે. વધુમાં કહ્યું કે, ત્રીસ વર્ષમાં માત્ર વિકાસની વાતો, ઉદ્ઘાટનો અને લોકોને મૂર્ખ બનાવવાનું કામ કર્યો છે. જેમાં જેમ સમય જાય છે તેમ વિકાસ થાય છે પરંતુ સુવિધાઓ મળતી નથી. માલેતુજારની નીતિ ચાલે છે. અમે લડી લડીને કામ કરીએ છીએ. અમે લોકોના મતથી જીતીએ છીએ અને હોય જીત્યા પછી બધા સાહેબ થઈ જાય કાર, હું ક્યારે સાહેબ થયો નથી હું સેવક છું. જ્યાં સુધી મારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હું લડતો રહીશ.
    Click here to Read More
    Previous Article
    રતનપર-પોપટપરા રસ્તાનું સમારકામ શરૂ:ચોમાસામાં ધોવાયેલો માર્ગ ફરી બનશે, લાંબા ફેરામાંથી છુટકારો
    Next Article
    80-Year-Old Idli Amma Continues Serving Idli At Rs 1 In Tamil Nadu Despite Rising Costs

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment