Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકસભા-વિધાનસભામાં મહિલાઓને ૩૩% અનામત મળશે:ભાજપ પ્રદેશ પ્રમુખે નારી શક્તિ વંદના અધિનિયમને ઐતિહાસિક ગણાવ્યો

    1 week ago

    જામનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'નારી શક્તિ વંદના અધિનિયમ' દ્વારા લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખીને નારી શક્તિના સન્માનનો નવો યુગ શરૂ થશે. પ્રદેશ પ્રમુખે આ અધિનિયમને દેશના ઇતિહાસમાં એક સુવર્ણ કદમ ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, આ કાયદો મહિલાઓને રાજકીય રીતે સક્ષમ બનાવશે અને તેમના પ્રતિનિધિત્વને નવી ઊંચાઈ આપશે. આગામી ૧૬મી એપ્રિલે સંસદમાં આ બાબતે વિશેષ ચર્ચાઓનું આયોજન થવા જઈ રહ્યું છે. વિશ્વકર્માએ વડાપ્રધાન મોદી દ્વારા મહિલા સશક્તિકરણ માટે લેવાયેલા અન્ય ઐતિહાસિક નિર્ણયોની પણ વિગતો આપી હતી. જેમાં ટ્રિપલ તલાક જેવી કુરિવાજ પ્રથા નાબૂદ કરવી અને ભારતીય સેનામાં મહિલાઓને કાયમી ધોરણે સ્થાન આપવા જેવા ક્રાંતિકારી કદમોનો સમાવેશ થાય છે. તેમણે ભારતીય સનાતન પરંપરામાં નારીઓને મળેલા પૂજનીય સ્થાનને આધુનિક વ્યવસ્થામાં અમલી બનાવવાની વાત કરી. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપરાંત જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા પ્રમુખ વિનોદ ભંડેરી, પ્રભારી ધનસુખ ભંડેરી, સાંસદ પૂનમબેન માડમ અને રાજ્યમંત્રી રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રાઘવજી પટેલ, મેઘજી ચાવડા તેમજ પ્રદેશ સંગઠનના આશાબેન નકુમ, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, ભાવેશ ઠુંમર સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો પણ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં ડૉ. આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી:શહેરના રાજમાર્ગો પર 10 હજારથી વધુ લોકો સાથે વિશાળ રેલી યોજાઈ
    Next Article
    પોલીસ ડોગ 'ચેકે' 16 વર્ષે ગોલ્ડ જીત્યો:નાગપુરમાં 69મી ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં ગુજરાતને ગૌરવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment