Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ ડોગ 'ચેકે' 16 વર્ષે ગોલ્ડ જીત્યો:નાગપુરમાં 69મી ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં ગુજરાતને ગૌરવ

    1 week ago

    મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલી 69મી ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટ ચેમ્પિયનશિપ 2025–26માં ગુજરાત પોલીસે સિદ્ધિ મેળવી છે. રાજ્યના પોલીસ ડોગ ‘ચેક’એ બે અલગ-અલગ કેટેગરીમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ગુજરાત પોલીસના ડોગે 16 વર્ષના લાંબા અંતરાલ બાદ રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. માર્ચ–એપ્રિલ 2026 દરમિયાન નાગપુરમાં આયોજિત આ 69મી આવૃત્તિમાં દેશભરના પોલીસ K9 સ્ક્વોડ, ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિસ્ફોટક અને નાર્કોટિક્સ શોધ, ટ્રેકિંગ, એજિલિટી અને ઓબીડિયન્સ જેવી વિવિધ ક્ષમતાઓની ચકાસણી કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ગુજરાતના પોલીસ ડોગે 16 વર્ષના લાંબા અંતરાલ પછી રાષ્ટ્રીય સ્તરની પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, જે રાજ્ય માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે. આ સિદ્ધિ બદલ રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી કે.એલ.એન. રાવે ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં પોલીસ ડોગ ‘ચેક’, તેના હેન્ડલર રમેશ ખાંટ અને પોલીસ ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડને અભિનંદન પાઠવ્યા હતા. આ સ્પર્ધામાં ગુજરાત પોલીસના કુલ 06 ડોગે ત્રણ અલગ-અલગ સ્પર્ધાત્મક કેટેગરીમાં ભાગ લીધો હતો. આ કેટેગરીમાં ટ્રેકિંગ, વિસ્ફોટક શોધ અને નાર્કોટિક્સ શોધનો સમાવેશ થાય છે, જેમાં દરેક કેટેગરીમાં 02 ડોગ સ્પર્ધામાં ઉતર્યા હતા. ગુજરાત પોલીસના ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ ચંદનસિંહ રાઠોડએ જણાવ્યું હતું કે, “ગુજરાત પોલીસનો ‘ચેક’ ડોગ ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો અને ઓવરઓલ ટ્રેકિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો. આ સિદ્ધિ મેળવવા માટે અમે ભારે મહેનત કરી છે.” ટ્રેકિંગ કેટેગરીમાં વિવિધ રાજ્ય પોલીસ દળો અને પેરામિલિટરી યુનિટ્સના કુલ 45 ડોગ્સે ભાગ લીધો હતો, જેમાં ગુજરાત પોલીસના ડોગ ‘ચેક’એ ગોલ્ડ મેડલ જીત્યો હતો. સમગ્ર ઈવેન્ટમાં વિવિધ રાજ્ય પોલીસ અને પેરામિલિટરી દળોના 200થી વધુ ડોગ્સે વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. આ રાષ્ટ્રીય સ્પર્ધા પહેલાં ગુજરાત પોલીસે તૈયારીઓ શરૂ કરી હતી. રાષ્ટ્રીય સ્પર્ધાની તૈયારી માટે થોડા મહિના પહેલાં ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ટ્રેનિંગ) ડૉ. નીરજા ગોટરુની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સ્તરની પોલીસ ડોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પસંદ કરાયેલા ડોગને વિશેષ તાલીમ આપવામાં આવી હતી અને કડક ટ્રેનિંગ શેડ્યૂલ હેઠળ રાખવામાં આવ્યા હતા. કુલ નવ ડોગ્સને રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાંથી 06 એ વિવિધ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    લોકસભા-વિધાનસભામાં મહિલાઓને ૩૩% અનામત મળશે:ભાજપ પ્રદેશ પ્રમુખે નારી શક્તિ વંદના અધિનિયમને ઐતિહાસિક ગણાવ્યો
    Next Article
    Gujarat Rain Forecast LIVE | ખેડૂતો પર ખતરો, હંફાવી શકે છે આ વખતનું ચોમાસું | Weather News | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment