Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:અમેરિકા, બ્રિટન સહિત 135 દેશોમાં રાખડી પહોંચાડશે; પોસ્ટ ઓફિસો, દેશમાં સ્પીડ પોસ્ટથી મોકલશો તો 10% ડિસ્કાઉન્ટ

    18 hours ago

    રક્ષાબંધનના પર્વ પર વિદેશમાં વસતા ભાઈઓને રાખડી મોકલવા માટે ભારતીય પોસ્ટ વિભાગે 135 દેશોમાં ‘ઈન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સર્વિસ’ શરૂ કરી છે. હવે સુરક્ષિત ટ્રેકિંગ સાથે અમેરિકા, બ્રિટન સહિત 135 દેશોમાં રાખડી પહોંચશે. સાથે જ દેશભરમાં સ્પીડ પોસ્ટ દ્વારા ‘રાખી મેઇલ’ મોકલવા પર ગ્રાહકોને 10% નું વિશેષ ડિસ્કાઉન્ટ પણ અપાશે. પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવના જણાવ્યા અનુસાર, આ સેવા સામાન્ય નાગરિકો અને વ્યવસાયિક ગ્રાહકો બંને માટે છે. આ સુવિધા હેઠળ મહત્તમ 5 કિલોગ્રામ સુધીનું પાર્સલ મોકલી શકાય છે. આ સેવાની સૌથી મોટી ખાસિયત એન્ડ-ટુ-એન્ડ ઓનલાઈન ટ્રેકિંગ છે. તેનાથી પાર્સલ ક્યાં પહોંચ્યું તેની માહિતી સરળતાથી મળી રહેશે. આ સુવિધા વ્યવસાયિક ગ્રાહકો ઉપરાંત સામાન્ય નાગરિકો માટે પણ ઉપલબ્ધ છે. ગ્રાહકો આ સેવાથી મહત્તમ 5 કિલોગ્રામ સુધીનું પાર્સલ મોકલી શકે છે. આ વજન મર્યાદા સંબંધિત ગંતવ્ય દેશના નિયમોને આધીન રહેશે. આ સેવાની સૌથી મોટી વિશેષતા એન્ડ-ટુ-એન્ડ ઓનલાઈન ટ્રેકિંગ સુવિધા છે. જાણો કયા દેશમાં રાખડી કે પાર્સલ મોકલવાનો કેટલો ખર્ચ થશે આ સુવિધા હેઠળ થાઈલેન્ડ, ભૂટાન, ચીન, મ્યાનમાર, સિંગાપોર અને સંયુક્ત આરબ અમીરાતમાં શરૂઆતના 50 ગ્રામ સુધીનું પેકેટ માત્ર રૂ. 185માં મોકલી શકાય છે. મલેશિયા, હોંગકોંગ, કઝાકિસ્તાન અને વિયેતનામ માટે 50 ગ્રામનો ચાર્જ રૂ. 190 છે. તેવી જ રીતે ગ્રેટ બ્રિટન માટે રૂ. 200, જર્મની અને દક્ષિણ આફ્રિકા માટે રૂ. 245, નેધરલેન્ડ્સ માટે રૂ. 320, ઓસ્ટ્રિયા અને બેલ્જિયમ માટે રૂ. 325 દર છે. ફ્રાન્સ માટે રૂ. 335, ઇટાલી માટે રૂ. 350, કેનેડા માટે રૂ. 360, ઓસ્ટ્રેલિયા માટે રૂ. 395 અને અમેરિકા માટે રૂ. 400નો દર નિર્ધારિત થયો છે. બ્રાઝિલ, મેક્સિકો, આર્જેન્ટિના માટે પણ આકર્ષક દરો ઉપલબ્ધ છે. આ તમામ દરો ઉપરાંત 18% જીએસટી અલગથી ચૂકવવાનો રહેશે. દેશમાં સ્પીડ પોસ્ટ પર 10% છૂટ મેળવવા શું કરવું?
    Click here to Read More
    Previous Article
    કડાણા ડેમ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યો:ગુજરાતનો ત્રીજો સૌથી મોટો ડેમ શણગારાયો
    Next Article
    આઝાદીના થોડા કલાકો પહેલા ફોન વાગ્યો, નેહરુ રડવા લાગ્યા:ગાંધી કોલકાતાના ગંદા મોહલ્લામાં સૂતા હતા; સ્વતંત્રતા દિવસે મોટા નેતાઓ શું કરી રહ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment