Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મગદલ્લામાં નવી કોર્ટ બિલ્ડિંગ સાથે હાઈકોર્ટ બેન્ચની માંગણીએ જોર પકડ્યું:વકીલોએ સાંસદ ગોવિંદ ધોળકિયાને રજૂઆત કરી, અમદાવાદના ધક્કામાંથી મુક્તિ મળશે?

    16 hours ago

    ગુજરાતના આર્થિક પાટનગર અને ડાયમંડ-ટેક્સટાઈલ હબ સુરતમાં હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની માંગ દાયકાઓ જૂની છે. પરંતુ, હાલમાં મગદલ્લા ખાતે નવી કોર્ટ બિલ્ડિંગ માટે 70,000 ચોમીથી વધુ જમીન ફાળવવામાં આવતા વકીલોમાં આશાનું નવું કિરણ જાગ્યું છે. સુરત જિલ્લા વકીલ મંડળે નવી ફાળવાયેલી જમીન પર જ હાઈકોર્ટની બેન્ચ સ્થાપવા માટે સરકારમાં રજૂઆત તેજ કરી છે. સુરતના વકીલોનું માનવું છે કે જો અહીં બેન્ચ સ્થપાય તો દક્ષિણ ગુજરાતના ન્યાયિક માળખામાં ક્રાંતિકારી ફેરફાર આવી શકે તેમ છે. 80 લાખ લોકોને અમદાવાદ સુધીના ધક્કામાંથી શું મુક્તિ મળશે? સુરત જિલ્લા વકીલ મંડળના હોદ્દેદારોએ રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા સાથે મુલાકાત કરી હાઈકોર્ટ બેન્ચના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી. વકીલોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સુરત અને તેની આસપાસના જિલ્લાઓ જેવા કે ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગની અંદાજે 80 લાખની વસ્તીને નાનામાં નાની કાયદાકીય લડત માટે છેક અમદાવાદ સુધી જવું પડે છે. આ મુસાફરી માત્ર સમયનો વ્યય નથી, પરંતુ આર્થિક રીતે પણ પક્ષકારો પર મોટો બોજ નાખે છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે અમદાવાદની હાઈકોર્ટ સુધી પહોંચવું ઘણીવાર ન્યાય મેળવવામાં અવરોધરૂપ સાબિત થાય છે. કોમર્શિયલ અને સિવિલ વિવાદોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો વકીલોની મુખ્ય દલીલ એ છે કે, સુરત અત્યારે મેટ્રો સિટી બની ચૂક્યું છે. અહીં મોટા પાયે ઉદ્યોગ-ધંધા અને આંતરરાષ્ટ્રીય વેપાર ચાલતો હોવાથી કોમર્શિયલ અને સિવિલ વિવાદોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. સને 2000ના વર્ષથી એટલે કે છેલ્લા 26 વર્ષથી સુરતના વકીલો આ પ્રશ્ને લડત ચલાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના કેસોનું પ્રમાણ ખૂબ મોટું હાઈકોર્ટના ડેટા મુજબ પણ દક્ષિણ ગુજરાતના કેસોનું પ્રમાણ ખૂબ મોટું છે, જે સુરત ખાતે અલગ બેન્ચની અનિવાર્યતા સિદ્ધ કરે છે. સ્થાનિક સ્તરે ન્યાયિક પ્રક્રિયા ઉપલબ્ધ થવાથી હાઈકોર્ટ પરનું ભારણ પણ ઘટશે અને કેસોનો નિકાલ ઝડપથી આવશે. બંધારણીય સત્તા અને કેન્દ્ર-રાજ્ય વચ્ચેના સમન્વયની અપીલ વકીલ મંડળે સાંસદને કરેલી રજૂઆતમાં કાયદાકીય પાસાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. ભારતના બંધારણ અને સંબંધિત કાયદાઓ મુજબ, હાઈકોર્ટની બેન્ચ સ્થાપવા માટે ભારત સરકાર પાસે સત્તા છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે વિચાર-વિમર્શ કરીને આ અંગે ઐતિહાસિક નિર્ણય લઈ શકે છે. વકીલોએ માંગ કરી છે કે સુરતની આર્થિક મહત્તાને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર આ દિશામાં ઝડપી કાર્યવાહી કરે. મગદલ્લાની વિશાળ જમીન આ પ્રોજેક્ટ માટે આદર્શ સ્થાપત્ય સાબિત થઈ શકે તેમ છે. સુરતને જો બેન્ચ મળે તો વકીલો અને પક્ષકારોને રાહત થશે આ રજૂઆતમાં સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉદય પટેલ, ઉપપ્રમુખ સંજય પટેલ, મંત્રી મુકુંદ રામાણી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવનિયુક્ત સભ્ય હરેશ નાકરાણી સહિતના દિગ્ગજ વકીલો જોડાયા હતા. સિનિયર વકીલ રિધ્ધિશ મોદીના જણાવ્યા અનુસાર, જો સુરતને બેન્ચ મળે તો વકીલો અને પક્ષકારો બંનેના નાણાં અને શક્તિની બચત થશે. શું સુરતમાં હાઈકોર્ટના સેન્ટરની સુવિધા મળશે? વધુમાં, રાજ્ય સરકારનો 'ઝડપી અને ઘરઆંગણે ન્યાય' આપવાનો સંકલ્પ ત્યારે જ સાકાર થશે જ્યારે સુરત જેવા મોટા સેન્ટર પર હાઈકોર્ટની સુવિધા ઉપલબ્ધ હોય. હવે જોવાનું એ રહે છે કે સાંસદ મારફતે પહોંચેલી આ રજૂઆત દિલ્હીના દરબારમાં કેટલી અસરકારક સાબિત થાય છે.
    Click here to Read More
    Previous Article
    વર્લ્ડ રેકોર્ડ તરફ ડગ માંડતા અમદાવાદી આર્ટિસ્ટ:બાબાસાહેબની જયંતિ પર રિયાઝે 43 મિનિટમાં 50 પોર્ટ્રેટ બનાવ્યા; ગિનિસ બુકમાં નામ નોંધાવવા અરજી
    Next Article
    મહિલા અનામત બિલ:સંસદમાં 33 ટકા અનામતથી મહિલાઓની શક્તિ વધશે, PM નરેન્દ્ર મોદીનો વધુ એક ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment