Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્લ્ડ રેકોર્ડ તરફ ડગ માંડતા અમદાવાદી આર્ટિસ્ટ:બાબાસાહેબની જયંતિ પર રિયાઝે 43 મિનિટમાં 50 પોર્ટ્રેટ બનાવ્યા; ગિનિસ બુકમાં નામ નોંધાવવા અરજી

    17 hours ago

    ડો.બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદના જુહાપુરાના ફલકનુમા પ્રિમાઈસિસમાં રઝા આર્ટ એકેડમી દ્વારા લુબનાબહેન અને મહેમુદભાઈની મદદથી પોર્ટરેટ આર્ટ પર્ફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું. અહીં પોર્ટરેટ આર્ટીસ્ટ રિયાઝ અહમદે નિર્ધારિત 50 મિનિટના સમય સામે માત્ર 43 મિનિટમાં 50 બાળકોના 'સાઈડ ફેસ' પોર્ટ્રેટ બનાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ગિનિસ બુક ફોટો-વીડિયો જોઈ આગળ નક્કી કરશે આ માટે રિયાઝ અને તેમના પત્ની હીના રઝાએ ગિનિસ બુકમાં નામ નોંધાવવા માટે અરજી કરી હતી. આ માટે ગિનિસ બુક તરફથી તેમને મંજૂરી પણ મળી ગઈ અને ત્યાંથી ગાઈડલાઈન્સ પણ આવી ગઈ હતી. ગિનિસ બુકમાંથી ગાઈડ લાઈન આવવાનો મતલબ કે પ્રાથમિક દ્રષ્ટીએ તેમને પોર્ટરેટ આર્ટ કરવાની અને ગિનિસ બુકમાં નામ નોંધાવવાની મંજૂરી આપી દીધી છે. જોકે ગિનિસ બુકની ગાઈડ લાઈન મુજબ પોર્ટરેટ બન્યા હશે તો જરૂરથી રિયાઝ એહમદનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે. ગિનિસ બુક આના ફોટો અને વીડિયો જોઈને આગળ નક્કી કરશે. બાબા સાહેબની જયંતિનો ખાસ દિવસ નક્કી કર્યો પોર્ટરેટ આર્ટીસ્ટ રિયાઝ એહમદનું કહેવું છે કે, ભારતમાં અત્યાર સુધીમાં આ પ્રકારનું પોર્ટરેટ આર્ટ આટલા ઓછા સમયમાં કોઈએ કર્યું નથી. 50 બાળકોના 50 પોર્ટરેટ 50 મિનિટમાં બનાવવાના હતાં. જોકે, રિયાઝ અહમદે 7 મિનિટ પહેલા માત્ર 43 મિનિટમાં 50 બાળકોના સાઈડ ફેસના પોર્ટરેટ બનાવી દીધા હતા. આ તમામ પોર્ટરેટ નોનસ્ટોપ બનાવવાના હતા અને સિંગલ લાઈનમાં બનાવવાના હતા. જેના માટે અમે 14 એપ્રિલ બાબાસાહેબની જયંતિનો દિવસ નક્કી કર્યો હતો. આ માટે તેમના પરિવારના સભ્યો અને મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. દેશનું નામ રોશન કરવાનો લક્ષ્ય રિયાઝ અહમદે અગાઉ નારણપુરામાં આવેલા જીવન સંધ્યા વૃદ્ધા આશ્રમમાં પણ આ પ્રકારના પોર્ટરેટ આર્ટ બનાવી ચુક્યા છે. આ સિવાય ઘણી સ્કૂલોમાં અને અન્ય 8-10 જગ્યા પર આ પ્રકારનું આર્ટ પર્ફોમન્સ કર્યું, પરંતુ તે ટ્રાયલ બેઝ પર્ફોર્મન્સ હતા. રિયાઝ અહમદે વધુમાં જણાવ્યું કે, આ રીતના પોર્ટરેટ બનાવવાથી કોઈ ઈન્કમ નથી થતી છતાંય અમે દેશનું નામ રોશન કરવા માટે આ પોર્ટરેટ આર્ટ પર્ફોર્મન્સનું આયોજન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મોખડકામાં ગેરકાયદે હથિયારના સોદા માટે એકઠા થયેલા ત્રણ શખ્સો ઝડપાયા:LCBની ટીમે એક પિસ્ટલ, ત્રણ જીવતા કાર્ટીસ જપ્ત કર્યા; આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો
    Next Article
    મગદલ્લામાં નવી કોર્ટ બિલ્ડિંગ સાથે હાઈકોર્ટ બેન્ચની માંગણીએ જોર પકડ્યું:વકીલોએ સાંસદ ગોવિંદ ધોળકિયાને રજૂઆત કરી, અમદાવાદના ધક્કામાંથી મુક્તિ મળશે?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment