Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા અનામત બિલ:સંસદમાં 33 ટકા અનામતથી મહિલાઓની શક્તિ વધશે, PM નરેન્દ્ર મોદીનો વધુ એક ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય

    14 hours ago

    ​કેન્દ્ર સરકારના ‘નારી શક્તિ વંદના અધિનિયમ’ અંતર્ગત મહિલાઓને ધારાસભા અને લોકસભામાં 33 ટકા અનામત આપવાના નિર્ણયને વધાવવા ભાવનગર ખાતે વિશેષ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં આ નિર્ણયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મક્કમ નિર્ણયશક્તિનું પરિણામ અને મહિલા સશક્તિકરણ માટેનું ‘સુવર્ણ કદમ’ ગણાવ્યું હતું. લોકશાહીમાં મહિલાઓની સક્રિય ભાગીદારી: 33 ટકા અનામત જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ પ્રથમ વખત મહિલાઓના રાજકીય સશક્તિકરણ માટે આટલો મોટો અને દુરંદેશી નિર્ણય લેવામાં આવ્યો છે. આ અધિનિયમ દ્વારા લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રહેશે, જેની અમલવારી આગામી લોકસભા ચૂંટણીથી કરવામાં આવશે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે, તા. 16, 17 અને 18 એપ્રિલના રોજ ભારતની સંસદમાં આ અધિનિયમ અંગે ખાસ ચર્ચા થવાની છે. મહિલાલક્ષી યોજનાઓ અને સર્વાંગી વિકાસ સરકારની વિવિધ સિદ્ધિઓ વર્ણવતા મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’થી લઈને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50 ટકા અનામત આપવા જેવા નિર્ણયો માઈલસ્ટોન સાબિત થયા છે. આ ઉપરાંત ‘ડ્રોન દીદી’, ‘લખપતિ દીદી’ અને ‘મુદ્રા યોજના’ જેવી પહેલોથી મહિલાઓ આર્થિક રીતે સધ્ધર બની છે. ‘નમો લક્ષ્મી’ યોજના અને ‘181 મહિલા હેલ્પલાઇન’ દ્વારા શૈક્ષણિક અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. આજે મહિલાઓ વિજ્ઞાન, અવકાશ અને ખેલકૂદ જેવા દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ આ અધિનિયમને 21મી સદીનો પરિવર્તનકારી નિર્ણય ગણાવી, તેના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે સૌને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મગદલ્લામાં નવી કોર્ટ બિલ્ડિંગ સાથે હાઈકોર્ટ બેન્ચની માંગણીએ જોર પકડ્યું:વકીલોએ સાંસદ ગોવિંદ ધોળકિયાને રજૂઆત કરી, અમદાવાદના ધક્કામાંથી મુક્તિ મળશે?
    Next Article
    Neetu Kapoor Shares An Unseen Pic Of Alia Bhatt And Ranbir Kapoor On 4th Wedding Anniversary

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment