Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગે ડેટિંગ એપ પર મિત્રતા કેળવી કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવ્યો:મળવા બોલાવી કમલપાર્ક સોસાયટીમાં બંધક બનાવ્યો; જાનથી મારી નાખવાની ધમકી આપી લૂંટી લેનાર ચાર રીઢા ગુનેગારની ધરપકડ

    16 hours ago

    સુરત શહેરમાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી નિર્દોષ લોકોને ફસાવી લૂંટ ચલાવતી ગેંગનો વધુ એક શિકાર સારોલીનો કારખાનેદાર બન્યો છે. 'ગ્રિન્ડર' ગે ડેટિંગ એપ પર મિત્રતા બાંધી એમ્બ્રોઈડરીના વ્યવસાયીને મળવા બોલાવ્યા બાદ, ચાર બદમાશોએ તેમને ડરાવી-ધમકાવી ઓનલાઇન નાણાં પડાવી લીધા હતા. જોકે, વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં જ ટેકનિકલ સર્વેલન્સના આધારે ચારેય લૂંટારુઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ન્યૂ બોમ્બે માર્કેટ પાસે મળવા બોલાવી સોસાયટીમાં લઈ ગયા મળતી માહિતી મુજબ, સારોલીની ભવાની સોસાયટીમાં રહેતા અને મૂળ ઝારખંડના વતની અભય (નામ બદલ્યું છે) સારોલી વિસ્તારમાં એમ્બ્રોઈડરીનું કારખાનું ચલાવે છે. અભયકુમારે પોતાના મોબાઈલમાં ગ્રિન્ડર નામની ગે ડેટિંગ એપ ડાઉનલોડ કરી હતી. આ એપ પર તેમની મુલાકાત એક અજાણ્યા યુવક સાથે થઈ હતી. વાતચીત વધ્યા બાદ અજાણ્યા શખ્સે અભયને મળવા માટે ન્યૂ બોમ્બે માર્કેટ પાસે બોલાવ્યો હતો. અભય ત્યાં પહોંચતા જ પેલો યુવક તેને પોતાની મોટરસાઈકલ પર બેસાડી વરાછાની કમલપાર્ક સોસાયટીમાં લઈ ગયો હતો. ચાર શખ્સોએ ઘેરી લઈ જાનથી મારવાની ધમકી આપી અભય જ્યારે કમલપાર્ક સોસાયટી પહોંચ્યો ત્યારે ત્યાં અગાઉથી જ અન્ય ત્રણ શખ્સો હાજર હતા. ચારેય જણાએ ભેગા મળીને અભયને ઘેરી લીધો હતો અને પૈસાની માંગણી કરી હતી. જ્યારે અભયે પૈસા આપવાની ના પાડી, ત્યારે બદમાશોએ તેને માર મારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી તેનો મોબાઈલ ફોન આંચકી લીધો હતો. લૂંટારુઓએ ફોનમાં પંજાબ નેશનલ બેંકની એપ્લિકેશન ખોલાવી હતી અને પરાણે ઓનલાઇન ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. ગભરાયેલા અભયે પહેલા 18 હજાર અને ત્યારબાદ બીજા 6 હજાર મળી કુલ 24 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી આપતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મોબાઈલ નંબરના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી આ ઘટના બાદ ભયભીત થયેલા અભય બિંદે તુરંત વરાછા પોલીસ મથકનો સંપર્ક કરી સમગ્ર આપવીતી જણાવી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ડેટિંગ એપ પર વપરાયેલા પ્રોફાઈલ અને જે મોબાઈલ નંબરથી સંપર્ક કરવામાં આવ્યો હતો તેની વિગતો મેળવી તપાસ તેજ કરી હતી. વરાછા પોલીસની ટીમે બાતમીદારો અને ટેકનિકલ સેલની મદદથી આ ગુનામાં સામેલ ચાર આરોપીઓને વરાછા વિસ્તારમાંથી જ ઝડપી પાડ્યા હતા. આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું ખૂલ્યું પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે કે પકડાયેલા ચાર પૈકી ત્રણ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. મુખ્ય આરોપી વિજય ઉર્ફે જીગો સામે અગાઉ વરાછા પોલીસ મથકમાં જ 3 ગુના નોંધાયેલા છે, જ્યારે અશોક અને પ્રયાગ સામે પણ એક-એક ગુનો નોંધાયેલો છે. આ ગેંગ લાંબા સમયથી ડેટિંગ એપના માધ્યમથી લોકોને ટાર્ગેટ કરતી હોવાની શંકા છે. હાલ પોલીસે ગુનામાં વપરાયેલી મોટરસાઈકલ અને લૂંટના નાણાં બાબતે વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓ
    Click here to Read More
    Previous Article
    વલસાડ પ્રોહિબિશન ગુનાનો નાસતો આરોપી જામનગરમાંથી ઝડપાયો:એલસીબીએ શારજહા ઉર્ફે સાજીદ ઉર્ફે દંતો બ્લોચને દબોચી લીધો
    Next Article
    લીમખેડાની ભગત ફળિયા શાળામાં 10 દિવસીય સમર કેમ્પ:ગાંધી ફેલો ગગન દ્વારા 19 બાળકોને ટીમવર્ક, રિસાયક્લિંગના પાઠ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment