Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ પ્રોહિબિશન ગુનાનો નાસતો આરોપી જામનગરમાંથી ઝડપાયો:એલસીબીએ શારજહા ઉર્ફે સાજીદ ઉર્ફે દંતો બ્લોચને દબોચી લીધો

    4 days ago

    જામનગર એલસીબીએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં નાસતા-ફરતા આરોપી શારજહા ઉર્ફે સાજીદ ઉર્ફે દંતો યુનુસભાઇ બ્લોચને ઝડપી પાડ્યો છે. આરોપીને જામનગરના ખીજડા મંદિર વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી અન્ય જિલ્લાના ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઈવના ભાગરૂપે, એલસીબી પીઆઈ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા અને તેમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન, એલસીબી સ્ટાફના રૂષીરાજસિંહ વાળા, યુવરાજસિંહ ઝાલા અને મયુરસિંહ પરમારને ગુપ્ત બાતમી મળી હતી. આ બાતમી મુજબ, વલસાડના ગુનામાં સંડોવાયેલ આરોપી જામનગરમાં છુપાયો હતો. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીનું નામ શારજહા ઉર્ફે સાજીદ ઉર્ફે દંતો યુનુસભાઇ બ્લોચ (ઉંમર 29 વર્ષ) છે. તે જામનગરના કિશાનચોક, મકરાણી કબ્રસ્તાન પાસે રહે છે. તેની ધરપકડ ખીજડા મંદિર વાળી ગલી, જામનગર ખાતેથી કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65A, ,81, 98(2) અને 116બી મુજબ ગુનો નોંધાયેલો છે. જામનગર એલસીબીના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ તલાવડીયાએ આરોપીને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ આરોપીને સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે અને વલસાડ પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં એલસીબી પીઆઈ વી.બી. ચૌધરી, પીએસઆઈ એમ.વી. ભાટીયા સહિત સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, રૂષીરાજસિંહ વાળા, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર અને દિલીપભાઇ તલાવડીયા સહિતના પોલીસ જવાનો જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ બાદ હવે 'આપ'ના 40 ઉમેદવારો અજ્ઞાત સ્થળે ખસેડાયા:વિપક્ષના આક્ષેપો સામે ભાજપે કહ્યું- અમે વિકાસની રાજનીતિ કરીએ છીએ, બીજાની લીટી ભૂંસવામાં અમને રસ નથી
    Next Article
    ગે ડેટિંગ એપ પર મિત્રતા કેળવી કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવ્યો:મળવા બોલાવી કમલપાર્ક સોસાયટીમાં બંધક બનાવ્યો; જાનથી મારી નાખવાની ધમકી આપી લૂંટી લેનાર ચાર રીઢા ગુનેગારની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment