Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં હોર્સ ટ્રેડિંગના આક્ષેપ:કોંગ્રેસે વાંસદાના ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા, ભાજપ પર ધમકીનો આરોપ

    16 hours ago

    નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપે 52 બેઠકો પર બિનહરીફ વિજય મેળવ્યા બાદ, કોંગ્રેસે ભાજપ પર ઉમેદવારોને ડરાવી-ધમકાવી ફોર્મ ખેંચાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આક્ષેપો બાદ કોંગ્રેસે પોતાના 100થી વધુ ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સત્તાનો દુરુપયોગ કરી સરકારી તંત્ર અને પોલીસનો ઉપયોગ કરી રહી છે. તેમના ઉમેદવારોને પૈસાની લાલચ આપી અથવા જેલના કેસની ધમકી આપી બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે. વાંસદા તાલુકાના તમામ કોંગ્રેસી ઉમેદવારોને ભાજપના સંપર્કથી દૂર રાખવા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે એક પીઢ આગેવાન પર એક્સપ્લોઝિવનો કેસ કરવાની ધમકી આપી તેમના સંબંધીનું જિલ્લા પંચાયતનું ફોર્મ ખેંચાવવામાં આવ્યું હતું. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ પર ફોર્મ રદ કરવા માટે ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં ઉમરગામના મામલતદારના આત્મહત્યાના કેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, એકતરફ કોંગ્રેસ ઉમેદવારોની સુરક્ષાની ચિંતા કરી રહી છે, ત્યારે બીજી તરફ ગઈકાલે સમયસર મેન્ડેડ ન પહોંચાડી શકનાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની કાર્યશૈલી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. વાંસદા પંથકમાં કાર્યકરોમાં પ્રમુખની આ બાબત અંગે ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભાજપ ભલે ભ્રષ્ટાચાર અને ધાક-ધમકીથી બિનહરીફ થવા પ્રયાસ કરે, પરંતુ જનતા મોંઘવારી અને બેરોજગારીથી કંટાળી ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારો મક્કમતાપૂર્વક ચૂંટણી મેદાનમાં લડત આપશે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યુ:અઢી કલાકમાં મુસાફરી પુરી થશે, PMએ દહેરાદૂનમાં 16 કિમીનો રોડ શો કર્યો
    Next Article
    કતારગામના લડાયક પૂર્વ કોર્પોરેટર કિશોર રૂપારેલિયાનું AAPમાંથી રાજીનામું:ચૂંટણી પહેલાં જ ગઢમાં ગાબડું, સુરત 'આપ'માં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment