Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કતારગામના લડાયક પૂર્વ કોર્પોરેટર કિશોર રૂપારેલિયાનું AAPમાંથી રાજીનામું:ચૂંટણી પહેલાં જ ગઢમાં ગાબડું, સુરત 'આપ'માં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ

    13 hours ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સુરત આમ આદમી પાર્ટીમાં આંતરિક ખેંચતાણ અને રાજીનામાનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. મહિલા મોરચાના હોદ્દેદારોના રાજીનામાંની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ કતારગામ વિસ્તારના જાણીતા ચહેરા અને પૂર્વ કોર્પોરેટર ડો. કિશોર રૂપારેલિયાએ પક્ષને 'રામ-રામ' કરી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. પારિવારિક કારણોનું બહાનું કે આંતરિક અસંતોષ? ડો. કિશોર રૂપારેલિયાએ પ્રદેશ પ્રમુખને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે, તેઓ પારિવારિક અને કુટુંબીક કારણોસર પક્ષની સેવા કરવામાં અસમર્થ છે. જોકે, રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ચૂંટણીના ટાણે જ પક્ષના પાયાના કાર્યકરો અને જનતામાં મજબૂત પકડ ધરાવતા નેતાઓ જે રીતે છેડો ફાડી રહ્યા છે, તેની પાછળ પક્ષની આંતરિક કાર્યપદ્ધતિ પ્રત્યેનો અસંતોષ હોઈ શકે છે. શાળાના વિવાદમાં ઉપવાસ કરી લાઈમલાઈટમાં આવ્યા હતા ડો. કિશોર રૂપારેલિયા સુરત 'આપ'ના એવા કોર્પોરેટર રહ્યા છે જે હંમેશા આક્રમક મિજાજ માટે જાણીતા હતા. કતારગામ વિસ્તારની શાળાના પ્રશ્ને તેમણે તંત્ર સામે બાથ ભીડી હતી અને આમરણાંત ઉપવાસ પર બેસી ગયા હતા. તેમની આ લડતને કારણે તેઓ સમગ્ર સુરતમાં જાણીતા બન્યા હતા. વર્ષ 2021 થી 2024 દરમિયાન તેમણે મનપામાં અનેક લોકહિતના પ્રશ્નો ઉઠાવી સત્તાધારી પક્ષને ભીંસમાં લીધો હતો.. ચૂંટણી ટાણે જ પડતા પર પાટું જેવી સ્થિતિ સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે ભાજપને ટક્કર આપવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે જ એક પછી એક વિકેટ પડતા 'આપ' બેકફૂટ પર આવી ગઈ છે. ખાસ કરીને કતારગામ જેવો વિસ્તાર જે 'આપ'નો ગઢ ગણાય છે, ત્યાંથી જ મજબૂત નેતાનું રાજીનામું પડવું એ હાર-જીતના ગણિતમાં મોટો ફેરફાર લાવી શકે છે. વોટ્સએપ દ્વારા રાજીનામું મોકલ્યું નોંધનીય છે કે ડો. કિશોર રૂપારેલિયાએ આ રાજીનામું વોટ્સએપના માધ્યમથી મોકલી આપ્યું છે અને તેમાં પક્ષના તમામ મિત્રોનો આભાર માન્યો છે. તેમણે પત્રના અંતે ખાતરી આપી છે કે પક્ષમાં ન હોવા છતાં જનતાના કામો તેઓ ઈમાનદારીથી કરતા રહેશે. હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં સુરત 'આપ' આ ભંગાણને રોકવા માટે શું રણનીતિ અપનાવે છે.છે
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં હોર્સ ટ્રેડિંગના આક્ષેપ:કોંગ્રેસે વાંસદાના ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા, ભાજપ પર ધમકીનો આરોપ
    Next Article
    "Is It Epstein Being Cared For?" Iran's Dig At Trump Over "Jesus" Image

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment