Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં રાયોટિંગનો નાસતો ફરતો આરોપી ઝડપાયો:ચૂંટણી પહેલા પંચમહાલ પોલીસની કાર્યવાહી

    19 hours ago

    ગોધરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા પોલીસ એક્શન મોડમાં આવી છે. રાયોટીંગના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી અસ્ફાક અબ્દુલ બોકડાને પંચમહાલ પોલીસે ઝડપી પાડ્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે 'મેગા ડ્રાઈવ'નું આયોજન કરાયું છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા કડક સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડ સક્રિય બની હતી. પેરોલ ફર્લો સ્ક્વોડના એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ જયરામસિંહને બાતમીદાર દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે, ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગના ગુનાનો આરોપી અસ્ફાક અબ્દુલ બોકડા મોજે શીમલા વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે, પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે મોજે શીમલા ખાતે દરોડો પાડી આરોપી અસ્ફાક બોકડાને ઝડપી લીધો હતો. હાલમાં તેને કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ચૂંટણી પહેલા પંચમહાલ પોલીસની આ સફળ કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં આંબેડકર જયંતિ નિમિત્તે મહારેલી યોજાઈ:અનુસૂચિત સમાજ દ્વારા શહેરમાં ભવ્ય ઉજવણી કરાઈ, રેલીનું ફૂલહાર, પુષ્પવર્ષા સાથે સ્વાગત
    Next Article
    મોરબીમાં ડો. આંબેડકરની 135મી જન્મજયંતી ઉજવાઈ:સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment