Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં આંબેડકર જયંતિ નિમિત્તે મહારેલી યોજાઈ:અનુસૂચિત સમાજ દ્વારા શહેરમાં ભવ્ય ઉજવણી કરાઈ, રેલીનું ફૂલહાર, પુષ્પવર્ષા સાથે સ્વાગત

    21 hours ago

    બોટાદ શહેરમાં આજે અનુસૂચિત સમાજ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરમાં એક વિશાળ મહારેલીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. આ મહારેલી જ્યોતિગ્રામ સર્કલથી શરૂ થઈ હતી અને દિનદયાળ ચોક, પાળીયાદ રોડ, હવેલી ચોક, હાઈસ્કૂલ રસ્તા તેમજ ભાવનગર રોડ સહિતના મુખ્ય માર્ગો પર ફરી હતી. રેલી દરમિયાન દેશભક્તિપૂર્ણ અને સામાજિક એકતાના નારા ગુંજી ઉઠ્યા હતા, જેણે સમગ્ર વાતાવરણને ઉત્સાહિત બનાવ્યું હતું. રેલીનું શહેરના વિવિધ રાજકીય અને સામાજિક સંગઠનો તેમજ નગરજનો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલહાર, પુષ્પવર્ષા અને અભિનંદન દ્વારા રેલીને ભવ્ય આવકાર મળ્યો હતો. આ પ્રસંગે વક્તાઓએ ડો. આંબેડકરજીના વિચારોને જીવનમાં ઉતારવા અને સમાનતા, શિક્ષણ તથા હક્કો પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજપીપળામાં આંબેડકર જયંતીની ઉજવણી, નેતાઓએ પુષ્પાંજલિ અર્પી:રોહિતવાસથી નીકળેલી રેલીમાં 'જય ભીમ'ના નારા ગુંજ્યા
    Next Article
    ગોધરામાં રાયોટિંગનો નાસતો ફરતો આરોપી ઝડપાયો:ચૂંટણી પહેલા પંચમહાલ પોલીસની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment