Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપીપળામાં આંબેડકર જયંતીની ઉજવણી, નેતાઓએ પુષ્પાંજલિ અર્પી:રોહિતવાસથી નીકળેલી રેલીમાં 'જય ભીમ'ના નારા ગુંજ્યા

    22 hours ago

    નર્મદા જિલ્લામાં સંવિધાનના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. રાજપીપળા ખાતે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો અને રાજકીય આગેવાનો ઉમટી પડ્યા હતા. રાજપીપળાના આંબેડકર ચોક ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ, કમલેશ પટેલ, પૂર્વ પ્રમુખ ધર્મિષ્ઠા પટેલ, જયંતીભાઈ વસાવા, મુળજીભાઈ રોહિત અને પૂર્વ પાલિકા પ્રમુખ ભરત વસાવા સહિત ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ 'બાબા સાહેબ અમર રહો'ના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત, રાજપીપળાના રોહિતવાસ ખાતેથી દલિત આગેવાનો દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ડો. બાબાસાહેબ આંબેડકરની તસવીરો સાથે 'જય ભીમ'ના નારા લગાવતા રાજપીપળાના મુખ્ય માર્ગો પર ફર્યા હતા. આગેવાનોએ બાબાસાહેબ આંબેડકરના વિચારો અને આત્મરક્ષણના સંદેશને લોકો સુધી પહોંચાડ્યો હતો. આ રેલી અને કાર્યક્રમો દ્વારા બાબાસાહેબના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    તાપી પોલીસની ચૂંટણી પહેલાં કાર્યવાહી:25 વર્ષથી નાસતા ફરતા આરોપી સહિત 5 ઝડપાયા, 196 પરવાનેદારે હથિયારો જમા કર્યા
    Next Article
    બોટાદમાં આંબેડકર જયંતિ નિમિત્તે મહારેલી યોજાઈ:અનુસૂચિત સમાજ દ્વારા શહેરમાં ભવ્ય ઉજવણી કરાઈ, રેલીનું ફૂલહાર, પુષ્પવર્ષા સાથે સ્વાગત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment