Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી પોલીસની ચૂંટણી પહેલાં કાર્યવાહી:25 વર્ષથી નાસતા ફરતા આરોપી સહિત 5 ઝડપાયા, 196 પરવાનેદારે હથિયારો જમા કર્યા

    1 day ago

    તાપી જિલ્લા પોલીસે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા સઘન ઝુંબેશ શરૂ કરી છે. આ અંતર્ગત હથિયારો જમા લેવા, નાસતા-ફરતા આરોપીઓની ધરપકડ કરવા અને અટકાયતી પગલાં લેવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લામાં પરવાનાવાળા હથિયારો જમા લેવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. કુલ 245 હથિયારોમાંથી 196 જમા લેવાયા છે, 3 જપ્ત કરાયા છે, 17 રદ/કમી કરાયા છે અને 29ને મુક્તિ અપાઈ છે. હવે કોઈ હથિયાર જમા લેવાનું બાકી નથી. 1 એપ્રિલ, 2026થી અત્યાર સુધીમાં કુલ 192 નાસતા-ફરતા આરોપીઓમાંથી 5ને ઝડપી પાડવામાં આવ્યા છે. વાલોડ પોલીસે છેલ્લા 25 વર્ષથી ફરાર ઉત્તર પ્રદેશના ગીરીશચંદ્ર ઉર્ફે લલ્લુ મિશ્રાને પકડ્યો છે. સોનગઢ પોલીસે 12 વર્ષથી નાસતા ફરતા મહારાષ્ટ્રના શાંતારામ કોલીની ધરપકડ કરી છે. ઉચ્છલ, સોનગઢ અને ઉકાઈ પોલીસે પ્રોહિબિશન અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની પણ અટકાયત કરી છે. શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે કુલ 1584 વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવાયા છે. જેમાં BNSSની વિવિધ કલમો હેઠળ 1118થી વધુ લોકો સામે કાર્યવાહી કરાઈ છે, જ્યારે પ્રોહિબિશન કલમ 93 હેઠળ 431 લોકોની અટકાયત કરાઈ છે. આ ઉપરાંત, 4 તડીપાર દરખાસ્ત અને 1 પાસા હેઠળની દરખાસ્ત પણ કરવામાં આવી છે. ચૂંટણીલક્ષી ચેકિંગ દરમિયાન પોલીસે મોટા પાયે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કુલ 216 પ્રોહિબિશન કેસ નોંધાયા છે, જેમાં 160 કેસ દેશી દારૂના (617 લીટર, કિંમત ₹1,23,400) અને 56 કેસ વિદેશી દારૂના (686 બોટલ, કિંમત ₹84,570) છે. તાપી પોલીસ દ્વારા લેવાયેલા આ કડક પગલાંને કારણે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની છે.
    Click here to Read More
    Previous Article
    મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં બે મહિનામાં બીજી આગ:છઠ્ઠા માળે દુકાન સળગતા વેપારીઓમાં અફરાતફરી, 15 ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી કાબૂ કરી
    Next Article
    રાજપીપળામાં આંબેડકર જયંતીની ઉજવણી, નેતાઓએ પુષ્પાંજલિ અર્પી:રોહિતવાસથી નીકળેલી રેલીમાં 'જય ભીમ'ના નારા ગુંજ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment