Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ડો. આંબેડકરની 135મી જન્મજયંતી ઉજવાઈ:સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઈ

    17 hours ago

    મોરબીમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને 'જય ભીમ'ના નારાથી મોરબીના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. આ રેલી મોરબીના વીસી ફાટકથી શરૂ થઈ હતી. તે શક્તિ ચોક, ગેસ્ટ હાઉસ રોડ, પરાબજાર, શાક માર્કેટ ચોક અને હોસ્પિટલ ચોક થઈને પસાર થઈ હતી. રેલીનું સમાપન મોરબી મહાનગરપાલિકાના પટાંગણમાં આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સલામી આપીને કરવામાં આવ્યું હતું. રેલીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા, ગૌતમ બુદ્ધની પ્રતિમા અને ભીમા કોરેગાંવના આકર્ષક ફ્લોટ્સ પણ સામેલ હતા, જેણે ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ વાર્ષિક રેલીમાં મોરબી અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો ઉપરાંત અન્ય સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં રાયોટિંગનો નાસતો ફરતો આરોપી ઝડપાયો:ચૂંટણી પહેલા પંચમહાલ પોલીસની કાર્યવાહી
    Next Article
    Dutch artist Afra Eisma’s textile art on display in Bengaluru, signalling defiance, resistance

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment