Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટિકિટ મહિલાને, હાજરી પતિની!:વેરાવળ ભાજપના ઉમેદવાર પરિચય કાર્યક્રમમાં એકપણ મહિલા હાજર નહીં; સાંસદ-ધારાસભ્યની ટકોર: “બહેનોને ઘરની બહાર કાઢજો”

    1 day ago

    ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે વેરાવળના કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલો ભાજપનો “વિજય વિશ્વાસ” કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણની મોટી-મોટી વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી હતી. પક્ષે ટિકિટ તો મહિલાઓને આપી છે, પરંતુ કાર્યક્રમમાં તેમની ખુરશીઓ પર તેમના પતિઓ અને પ્રતિનિધિઓ બિરાજમાન જોવા મળ્યા હતા. મહિલા ઉમેદવારોની સૂચક ગેરહાજરી ભાજપ દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોનો પરિચય કરાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવાઈની વાત એ હતી કે, જાહેર કરાયેલા મહિલા ઉમેદવારોમાંથી એકપણ મહિલા કાર્યક્રમમાં હાજર નહોતી. મંચ પરથી જ્યારે નારીશક્તિના ગુણગાન ગાવામાં આવી રહ્યા હતા, ત્યારે સામેની હરોળમાં મહિલા ઉમેદવારોના સ્થાને તેમના પતિઓ હાજરી આપી રહ્યા હતા. આ દૃશ્યે સાબિત કર્યું કે, આજે પણ ગ્રાઉન્ડ લેવલ પર 'સરપંચ પતિ' કે 'સભ્ય પતિ' જેવી પ્રથાઓ યથાવત્ છે. સાંસદ-ધારાસભ્યની ટકોર: “બહેનોને ઘરની બહાર કાઢજો” આ ગંભીર વિસંગતતાને જોઈને મંચ પર હાજર નેતાઓ પણ પોતાની જાતને રોકી શક્યા નહોતા. ધારાસભ્ય ભગવાન બારડ અને સાંસદ રાજેશ ચુડાસમાએ જાહેરમાં કાર્યકરો અને ઉમેદવારોના પતિઓને ટકોર કરી હતી. ભગવાન બારડે કહ્યું. ચૂંટણીમાં ઉમેદવારને એક-એક ગામ બતાવજો અને ખાસ બહેનોને સાથે લઈ જજો. 2029માં 33 ટકા અનામત આવી રહી છે, જો તેમને ધારાસભ્ય કે સાંસદ બનાવવા હોય તો અત્યારથી જ ઘરની બહાર કાઢજો. રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે મહિલા ઉમેદવારો હાજર નથી, જેમના ઘરવાળા આવ્યા છે તેમને વિનંતી છે કે, હવે બહેનોને સાથે લાવજો. આ ભાજપ છે, અહીં ક્યારે કોણ ધારાસભ્ય બની જાય તે નક્કી નથી હોતું. નેતાઓની આ ટકોર સમયે સભામાં હાસ્યની છોળો ઉડી હતી, પરંતુ તેની પાછળ એક કડવી સચ્ચાઈ છુપાયેલી હતી કે મહિલાઓ હજુ પણ સક્રિય રાજકારણથી દૂર છે. આંકડામાં સશક્તિકરણ, પણ વાસ્તવમાં શું? ગીર સોમનાથ જિલ્લામાં કુલ 284 બેઠકોમાંથી આશરે 140 બેઠક પર મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. ખાસ કરીને કોડીનાર, ઉના અને તાલાલામાં 50 ટકાથી વધુ પ્રતિનિધિત્વ મહિલાઓને અપાયું છે. પરંતુ વેરાવળની આ ઘટનાએ પ્રશ્ન ઊભો કર્યો છે કે: વેરાવળનો આ કિસ્સો રાજકીય વિશ્લેષકો માટે અભ્યાસનો વિષય બન્યો છે. મહિલાઓને માત્ર ટિકિટ આપી દેવાથી સશક્તિકરણ નથી થતું, પરંતુ તેમને જાહેર જીવનમાં આવવા માટે પ્રોત્સાહન અને તાલીમ આપવી પણ એટલી જ જરૂરી છે. આગામી ચૂંટણીમાં આ મહિલા ઉમેદવારો માત્ર 'કિંગમેકર' બનશે કે ખરેખર જનપ્રતિનિધિ તરીકે ઉભરી આવશે, તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણીમાં રાજસ્થાનથી લવાયેલો 4 લાખનો દારૂ ઝડપાયો:નરોડામાં PCB ટીમે ફિલ્મી ઢબે દારૂ ભરેલી ગાડીનો પીછો કરી ઝડપી, કારનો કાચ તોડી ડ્રાઇવરને બહાર કાઢ્યો
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ:મોરબી મનપામાં 23 અને 3 પાલિકામાં 4 ફોર્મ અમાન્ય‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment