Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ:મોરબી મનપામાં 23 અને 3 પાલિકામાં 4 ફોર્મ અમાન્ય‎

    1 day ago

    મોરબી જિલ્લાની ત્રણ નગરપાલીકાની વાત કરીએ જિલ્લાની ત્રણ નગરપાલિકાની 19 વોર્ડની કુલ 73 બેઠક માટે કુલ 203 ફોર્મ ભરાયા હતા. જેમાંથી હાલ 4 ફોર્મ રદ થતા હવે 199 ફોર્મ ઉમેદવાર બાકી રહ્યા હતા. માળિયા નગરપાલિકાની વાત કરીએ તો અહી 6 વોર્ડના 24 સભ્ય માટે 77 ઉમેદવાર હતા. જેમાંથી 2 ફોર્મ રદ થયા છે અને હવે 75 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. ટંકારાના 6 વોર્ડ 24 બેઠક 63 ફોર્મ ભરાયા હતા. જો કે એક પણ ફોર્મ રદ ન થતા તમામ 63 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. વાંકાનેર નગરપાલિકામાં પણ કુલ 7 વોર્ડની 28 બેઠક માટે 02 ફોર્મ રદ થતા હવે 61 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. આગામી 15 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેચવાની અંતિમ તારીખ હોય અને અંતિમ દિવસે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે અને બાદમાં આ ઉમેદવારો વચ્ચે 26 એપ્રિલ ના રોજ સીધો જંગ જામશે. કાલે 15મીએ ચૂંટણીનું આખું ચિત્ર સ્પષ્ટ થશે રાજ્યની સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી માટે શનિવારે ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા બાદ સોમવારે ફોર્મ ચકાસણી દિવસ હોવાથી મોરબી જિલ્લાની વિવિધ રીટર્નીંગ ઓફિસર કચેરી ખાતે સવારથી ઉમેદવારોની હાજરીમાં ફોર્મ ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોરબી મનપામાં કુલ 204 ફોર્મમાંથી 23 ઉમેદવારોના ફોર્મ રદ થતાં હવે 181 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. વોર્ડ દીઠ રદ થયેલા ફોર્મની સંખ્યા જોઈએ તો વોર્ડ 1 માં કુલ 17 ફોર્મ ભરાયા હતા જેમાંથી 1 ફોર્મ રદ થયા છે. વોર્ડ 2 માં 19 માંથી 3 ફોર્મ રદ, વોર્ડ 3 માંથી 16 માંથી 4 વોર્ડ 4 માં 16 માંથી 2 ફોર્મ , વોર્ડ 5 માં 18 માંથી 2 ફોર્મ, વોર્ડ 6 માં 14 માંથી 1 ફોર્મ રદ થયા હતા , વોર્ડ 7 માંથી એક પણ ફોર્મ રદ થયુ નથી વોર્ડ 8 માં 2 ફોર્મ ,વોર્ડ 9 માથી 1 ફોર્મ, વોર્ડ 10 માં 3 ફોર્મ, વોર્ડ નંબર 11 માંથી એક પણ ફોર્મ રદ થયું નથી વોર્ડ નંબર 12 માંથી 2 ફોર્મ અને વોર્ડ 13 માંથી 2 ફોર્મ રદ થયા છે. મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં જે ફોર્મ રદ થયા હતા તેમાંથી એક ફોર્મ અપક્ષ ઉમેદવાર સંતોષ રવજી વણોલનું હતું જેમાં ફોર્મ ટેકેદારની સહી ન હોવાથી રદ કરવામાં આવ્યું છે. 5 તાલુકા પંચાયતની 98 બેઠક માટે હવે 303 ઉમેદવાર ચૂંટણી લડશે મોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયત માટે 98 બેઠક માટે કુલ 415 ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાં 111 ફોર્મ આજે ચકાસણી દરમિયાન રદ્દ કરવામાં આવ્યા હતા. આ રદ થયેલા ફોર્મ ડમી ઉમેદવારોના હોવાથી રદ થયા છે. હવે કુલ 303 ઉમેદવારો રહ્યા છે. તાલુકા પંચાયત મુજબ જોઈએ તો હળવદની 20 બેઠક માટે કુલ 88 ફોર્મ ભરાયા હતા. જેમાંથી આજે 27 ફોર્મ રદ થાય છે જયારે 61 ફોર્મ બાકી રહ્યા છે. માળિયા મિયાણા તાલુકા પંચાયતની 16 બેઠક માટે 76 ફોર્મ ભરાયા હતા. જેમાંથી આજે 25 ફોર્મ રદ થતા હવે 51 ફોર્મ રહ્યા છે. મોરબી તાલુકા પંચાયતની 22 બેઠક માટે કુલ 83 ફોર્મ ભરાયા હતા જેમાંથી આજે 23 ફોર્મ રદ થયા છે. ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠક માટે ભરાયેલ ફોર્મ માંથી 13 રદ થતા હવે 52 ફોર્મ રહ્યા છે આ ઉપરાંત વાંકાનેર તાલુકા પંચાયતમાં 24 બેઠક માટે 103 ફોર્મ ભરાયા હતા જેમાંથી 23 ફોર્મ રદ થતા 80 ફોર્મ શેષ રહ્યા છે. ઘુટું બેઠક પર બસપાના મહિલા ઉમેદવારના ફોર્મ સહિત 26 ફોર્મ રદ જિલ્લા પંચાયત માટે ભરાયેલા 117 ફોર્મમાંથી 26 ફોર્મ રદ થતા 91 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જિલ્લા પંચાયતની ઘૂટું બેઠક પર બસપાના ઉમેદવાર જશુબેન મનસુખભાઈ ચૌહાણનું ફોર્મ પણ રદ થયું છે. પક્ષ દ્વારા અલગ મેન્ડેટ આપવામાં આવ્યો હતો જે માન્ય રહ્યો ન હતો અને શૈક્ષણિક લાયકાત સાબિત ન કરી શકવાને કારણે તેમનું ઉમેદવારી ફોર્મ અમાન્ય જાહેર કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ટિકિટ મહિલાને, હાજરી પતિની!:વેરાવળ ભાજપના ઉમેદવાર પરિચય કાર્યક્રમમાં એકપણ મહિલા હાજર નહીં; સાંસદ-ધારાસભ્યની ટકોર: “બહેનોને ઘરની બહાર કાઢજો”
    Next Article
    Aerotropolis land acquisition: Farmers continue stir, demand written assurance

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment