Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણીમાં રાજસ્થાનથી લવાયેલો 4 લાખનો દારૂ ઝડપાયો:નરોડામાં PCB ટીમે ફિલ્મી ઢબે દારૂ ભરેલી ગાડીનો પીછો કરી ઝડપી, કારનો કાચ તોડી ડ્રાઇવરને બહાર કાઢ્યો

    1 day ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસ નજર રાખી રહી છે. શહેર પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડની ટીમે નરોડામાંથી ગઇકાલે(13 એપ્રિલ) મોડી રાત્રે ફિલ્મી ઢબે દારૂ ભરેલી ગાડીને ઝડપી પાડી હતી. રાજસ્થાનથી દારૂ ભરીને નરોડા લવાઈ રહ્યો હતો ત્યારે પીસીબીની ટીમે ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલકે ગાડી ભગાવી હતી. પોલીસે ગાડીનો પીછો કરી કોર્ડન કરી કારમાં બેઠેલા શખસોને નીચે ઉતરવાનું કહેતા તેને કાચ ખોલ્યો નહીં અને ફરીથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે કારનો કાચ તોડીને જોતા આખી ગાડી દારૂ ભરેલી મળી આવી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નરોડા જીઇબીએ પોલીસે વોચ ગોઠવી હતી ચૂંટણીમાં ખાસ કરીને દારૂની હેરાફેરી વધુ થતી હોવાના પગલે શહેર પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડની ટીમ સક્રિય હતી. તે દરમિયાનમાં બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક ક્રેટા ગાડીમાં દારૂનો જથ્થો આવવાનો છે જેના આધારે પીસીબીના મહાવીર સિંહ, દેવેન્દ્રસિંહ સહિતના પોલીસ કર્મચારીઓ મોડી રાત્રે નરોડા જીઇબી પાસે વોચમાં ગોઠવાઈ ગયા હતા. પોલીસને જોઈ ગાડી ભગાવી મૂકી બાતમીવાળી કાર નજીક આવતા પોલીસે તાત્કાલિક તેને રોકવા જરૂરી આડાશો કરી, પરંતુ કાર ચાલકે ગાડી રોકી નહી અને લોકોના જીવ જોખમમાં મૂકે એ રીતે ગાડી ભગાવી હતી. પોલીસે ખાનગી વાહનોમાં પીછો કરી સધી માતા મંદિર નજીક ચારે તરફથી કોડન કરી કાર ઉભી રખાવી હતી. પોલીસે ગાડીનો કાચ તોડી ડ્રાઇવરને પકડ્યો કારમાં બે શખસ બેઠા હતા, પોલીસે ચાલકને બહાર નીકળવાનું કહ્યું અને કાચ ઉતારવા કહ્યું, પરંતુ કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસે ડ્રાઇવર તરફનો કારનો કાચ તોડી નાખ્યો હતો અને તેને રોકી લીધો હતો. કારનો કાચ તોડતા ડ્રાઇવરને કાચ વાગતા ઇજા થઈ હતી. પોલીસે કારમાં જોતા આખી ગાડી વિદેશી દારૂના બોક્સ ભરેલી મળી આવી હતી. બંને આરોપીની પૂછપરછ કરતા તેમનું નામ કમલેશ રોત અને ગોવિંદરામ કટારા (રહે. રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસને ગાડીમાંથી 1785 દારૂની બોટલો મળી આવી હતી. નરોડામાં ગાડીની ડિલીવરી આપવાની હતી બંને આરોપીઓએ જણાવ્યું હતું કે વિદેશી દારૂનો જથ્થો મૂળ રાજસ્થાનના ડુંગરપુર ખાતે રહેતા નિલેશ કલાલ નામના વ્યક્તિએ ભરીને આપ્યો હતો. અમદાવાદના નરોડા ખાતે શેલ્બી હોસ્પિટલ પાસે આ દારૂ ભરેલી ગાડી લઈને આવવાની હતી અને ત્યાંથી આ ગાડી પૃથ્વી નામનો વ્યક્તિ લઈ જવાનો હતો. ડ્રાઇવર કમલેશને એક ફેરાના 3000 અને તેની સાથેના વ્યક્તિને 1000 રૂપિયા આપતો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી દારૂ લેવા આવનાર પૃથ્વી નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે પણ દારૂનો જથ્થો ઝડપ્યો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ નરોડા વિસ્તારમાંથી જ નરોડા પાટિયા પાસે અનુરાધા મેડિકલની બાજુમાં મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસને અલગ અલગ 359 જેટલી દારૂની બોટલો અને બિયર પ્લાસ્ટિકના મોટા થેલામાં મળી આવી હતી. પોલીસે કુલ 58,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વિદેશી દારૂ વેચનાર મહિલા રેણુકા પરમાર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
    Click here to Read More
    Previous Article
    આજે મેષ સંક્રાંતિ:સૂર્યનું રાશિ પરિવર્તન થતાં ખરમાસની સમાપ્તિ અને માંગલિક કાર્યોનો પ્રારંભ; જાણો પૂજા-વિધિ અને મહત્ત્વ
    Next Article
    ટિકિટ મહિલાને, હાજરી પતિની!:વેરાવળ ભાજપના ઉમેદવાર પરિચય કાર્યક્રમમાં એકપણ મહિલા હાજર નહીં; સાંસદ-ધારાસભ્યની ટકોર: “બહેનોને ઘરની બહાર કાઢજો”

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment