Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે ડો.આંબેડકર જયંતી:ડો. આંબેડકરનો સામાન લાવતું જહાજ ડૂબી જતાં સયાજીરાવે વળતર આપ્યું હતું

    1 week ago

    પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે ભારત રત્ન ડો.આંબેડકરનો સામાન લઇ આવતું જહાજ યુદ્ધનો ભોગ બન્યું હતું. તે સમયે સયાજીરાવ ગાયકવાડે નુકસાની બદલ વળતર આપ્યું હતું. પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે સાલસાટી નામક જહાજ પર જર્મની તરફથી ટોર્પિડો હુમલો થયો હતો, જેમાં આ ઘટના બની હતી. 1917ના જુલાઇમાં ઇંગ્લિશ ચેનલમાંથી પસાર થતાં સાલસાટી નામક જહાજ પર જર્મની તરફથી ટોર્પિડો હુમલો થયો. જેમાં 15 લોકોનાં મોત થયાં હતાં. જહાજમાં ડો.આંબેડકરનો પીએચડી, પુસ્તકો સહિતનો સામાન હતો, જે ડૂબી ગયો હતો. તેમણે 1907માં મેટ્રિકની પરીક્ષા પાસ હતી. તે વખતે તેમના સન્માન સમારોહમાં આચાર્ય કૃષ્ણાજી અર્જુન કેલુસ્કરે કહ્યું કે, ભીમરાવે ઉચ્ચ અભ્યાસ કરવો જોઇએ. તેમણે ડો.ભીમરાવના ઉચ્ચ અભ્યાસ માટે વડોદરાના રાજવી સયાજીરાવ પાસેથી શિષ્યવૃત્તિ અપાવશે એવી હૈયાધારણ આપી હતી. તેમણે દર માસે રૂા.25ની શિષ્યવૃત્તિ આપી. બાદમાં વડોદરા રાજ્યમાં નોકરી શરૂ કરી. વડોદરામાં હાલમાં કોઠી કમ્પાઉન્ડમાં જે ઇમારત છે ત્યાં એક ઓરડામાં બેસી ડો. ભીમરાવ નોકરી કરતા હતા. આ દરમિયાન વસવાટ, ભોજન, જાતિગત તિરસ્કાર સહિતના ત્રાસદાયક કષ્ટ અને વિપત્તિથી નોકરી છોડી ગયા હતા. તેમણે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો. તે સમયે મુંબઇના મલબારમાં સયાજીરાવનો ઉતારો હતો. જ્યાં બંનેની મુલાકાત થતાં સમગ્ર બાબતે જાણ કરાઇ. દરમિયાન વિદેશમાં અભ્યાસ અંગેની પણ ચર્ચા થઇ અને મહારાજા સહમત થયા. ડો. ભીમરાવને માસિક રૂા.150ના પગારે એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં પ્રોબેશનર તરીકે રખાયા હતા હુકમમાં એવો ઉલ્લેખ વાંચવા મળે છે કે, માસિક રૂા.150ના પગારે ડો. ભીમરાવને એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં પ્રોબેશનર તરીકે રખાયા હતા. સાથે અમેરિકાથી પરત ફરતી વેળાએ સામાન ડૂબી જવાથી થયેલા નુકસાન બદલ રૂા.300 ગિફ્ટ કવર તરીકે મંજૂર કર્યા હતા. 1913માં 11.5 પાઉન્ડની શિષ્યવૃત્તિ મંજૂર કરાઈ હતી 1913માં પ્રતિ માસ 11.5 પાઉન્ડની શિષ્યવૃત્તિ મંજૂર કરાઈ હતી. તેઓ અમેરિકા અભ્યાસ કરવા ગયા હતા. જ્યાંથી અભ્યાસ પૂર્ણ કરી પરત આવતા હતા ત્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ ચરમસીમા પર હતું. તેઓ અલગ જહાજમાં અને સામાન જુદા શિપમાં ભારત આવી રહ્યા હતા. તે સમયે હુમલાની ઘટના બની હતી.
    Click here to Read More
    Previous Article
    અશાંતધારાની પરવાનગી રદ કરવા આવેદન અપાયું:અકોટાની સોસાયટીમાં મુસ્લિમ યુવક સાથે પરણેલી યુવતીએ અપરિણીત હોવાનું કહી અશાંતધારાનો દાખલો લઈ પ્લોટ ખરીદ્યો
    Next Article
    નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી:ONGCમાં બંધાતી સાઈટના ત્રીજા માળે નવજાતને મૂકીને માતા ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment