Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અશાંતધારાની પરવાનગી રદ કરવા આવેદન અપાયું:અકોટાની સોસાયટીમાં મુસ્લિમ યુવક સાથે પરણેલી યુવતીએ અપરિણીત હોવાનું કહી અશાંતધારાનો દાખલો લઈ પ્લોટ ખરીદ્યો

    1 week ago

    અકોટાની અજીત કો-ઓપ હાઉસિંગ સોસાયટીના રહીશોએ સોસાયટીમાં મુસ્લિમએ મિલકત ખરીદી હોવા અંગે અશાંતધારાની પરવાનગી રદ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અજીત કો.ઓપ.હાઉસિંગ સોસાયટીના પ્રમુખ કમલનયન દેસાઈના જણાવ્યા અનુસાર, સોસાયટીના પ્લોટ નંબર 228માં રહેતા સભાસદ અંકિતા પ્રવિણસિંહ ગોહિલ તેમજ આનંદબેન પ્રવિણસિંહ ગોહિલે 20 જાન્યુઆરીએ સોસાયટીમાં જ આવેલા પ્લોટ નંબર 36ને ખરીદવા માટે તેના માલિક મહેન્દ્ર ચંદીરામાણી પાસેથી વેચાણ દસ્તાવેજ કરવા કલેક્ટર કચેરીમાંથી 3 દિવસમાં અશાંતધારા હેઠળની પરવાનગી મેળવી લીધી હતી. આ પ્લોટનો વેચાણ દસ્તાવેજ આનંદબેન પ્રવિણસિંહ ગોહિલના નામે કરવામાં આવ્યો હતો. જોકે સોસાયટીના રહીશોને જાણ થઈ હતી કે, આનંદબેન ગોહિલની દીકરી અંકિતા ગોહિલે ઓસ્ટ્રેલિયા ખાતે મૂળ ભારતીય અને વડોદરાના તાંદલજાના રહેવાસી જુનેદ શેખ સાથે 9 વર્ષ અગાઉ લગ્ન કર્યાં હતાં. અને તેમને એક દીકરો પણ છે. આ તમામ હકીકત અંકિતા અને તેમના પરિવારજનોએ ગુપ્ત રાખી હતી. અંકિતા મુસ્લિમ યુવકની પત્ની હોવાની હકીકત તેને નાયબ કલેક્ટર સમક્ષ જાહેર ન કરી પોતે અપરણીત હોવાનું જણાવ્યું હોવાના આક્ષેપ રહેવાસીઓએ કર્યાં છે. આ ઉપરાંત પિતાના નામનું ઓળખપત્ર અને ખોટા સોગંદનામાના આધારે 3 દિવસમાં અશાંતધારાની પરવાનગી મેળવી લીધી છે. જેથી રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને વેચાણ દસ્તાવેજ રદ કરવા માટે અરજી કરી છે. પૂર્વ કોર્પોરેટરના ભાઈએ સ્કીમ નાંખતા ભાજપ મહામંત્રીને રજૂઆત કરી હતી વોર્ડ નંબર-11માં ભાજપના પૂર્વ કોર્પોરેટર નરવીરસિંહ ચુડાસમાના ભાઈ રાજવીરસિંહ ચુડાસમાએ મુસ્લિમો સાથે ભાગીદારી કરીને તાંદલજામાં સ્કીમ નાખતા રહીશોએ ભાજપ કાર્યાલય તેમજ કોર્પોરેટરના ઘરે મોરચો કાઢી રામધૂન કરી હતી. જ્યારે આ સમગ્ર મામલે શહેર મહામંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી. રહીશોના આક્ષેપ બાદ અશાંતધારા આપવા માટે કોનો અભિપ્રાય હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. મની લોન્ડરિંગના ટ્રાન્જેક્શન અંગે પણ તપાસ કરવા રહિશોની માગ અજીત કો-ઓપ હાઉસિંગ સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો છે કે, સોસાયટીના પ્લોટ નંબર 36નો દસ્તાવેજ રૂા.1.61 કરોડમાં થયો છે. જ્યારે વર્ષોથી ઘરકામ કરતા આનંદબેન ગોહિલના બેંક ખાતામાં અંકિતા તથા જુનેદ શેખના મળતિયાઓએ વિદેશથી હિન્દુ વિસ્તારમાં મિલકત ખરીદવાના બદઈરાદે ફંડિગ કર્યું હોવાનું જણાઈ આવે છે. જેથી આ પ્રકારના ગેરકાયદે ઈરાદો પાર પાડવા આપવામાં આવેલા રૂપિયા બાબતે મની લોન્ડરિંગની તપાસ કરવા પણ રહીશોની માગ છે.
    Click here to Read More
    Previous Article
    શૌચાલય ન હોવાથી સામળીના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું:રણોલી-સામળીના કોંગ્રેસના ઉમેદવારોના ઘરે શૌચાલય ન નહીં, ભાજપે વાંધો લીધો
    Next Article
    આજે ડો.આંબેડકર જયંતી:ડો. આંબેડકરનો સામાન લાવતું જહાજ ડૂબી જતાં સયાજીરાવે વળતર આપ્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment