Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શૌચાલય ન હોવાથી સામળીના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું:રણોલી-સામળીના કોંગ્રેસના ઉમેદવારોના ઘરે શૌચાલય ન નહીં, ભાજપે વાંધો લીધો

    1 week ago

    જિલ્લા પંચાયતના ઉમેદવારોના ફોર્મની ચકાસણી દરમિયાન રણોલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના ઘરે શૌચાલય ન હોવા અંગે ભાજપના ઉમેદવાર કૈરવીબા વાઘેલાએ વાંધો ઉઠાવ્યો હતો. જેમાં સુનાવણી બાદ કોંગ્રેસના ઉમેદવારના ઘરે શૌચાલય હોવાનું સાબિત થતાં ફોર્મ મંજુરથયું હતું. બીજી તરફ કરજણ તાલુકા પંચાયતની સામળી બેઠકના ભાજપના ઉમેદવાર જ્યોત્સનાબેન રાજે દ્વારા કોગ્રેસના હેમલતાબેન વાસદિયાના ઘરે ટોયલેટ નહીં હોવાનો વાંધો રજૂ કરતા તેમનું ફોર્મ રદ કરવામાં આવતા ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતાં. જિલ્લા પંચાયતની રણોલી બેઠકના ભાજપના ઉમેદવાર કૈરવીબા વાઘેલાએ જણાવ્યું કે, અમે કોંગ્રેસના ઉમેદવાર વિરૂધ્ધ શૌચાલય છે જ નહી તે મુદ્દે વાંધા અરજી કરી હતી. જ્યારે અધિકારી તપાસ કરીને ચુકાદો જાહેર કરશે. બીજી તરફ કોંગ્રેસના મહિલા ઉમેદવારે ગીતાબેન ઠાકોરે જણાવ્યું કે, અમારા ઘરમાં શૌચાલય છે. આ પહેલા મે સરપંચની ચૂંટણી લડી હતી ત્યારે પણ મારા રહેઠાણનું સરનામું જ આપ્યું હતું. આ અંગે ચુંટણી અધિકારી સમક્ષ સુનાવણી થયા બાદ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ મંજુર થઈ ગયું હતું. કરજણ તાલુકા પંચાયતની સામળી બેઠકના ભાજપના ઉમેદવાર જ્યોત્સનાબેન રાજે કોંગ્રેસના હેમલતાબેન વાસદિયા સામે ટોયલેટ નહીં હોવાનો વાંધો રજૂ કર્યો હતો, પરંતું કોંગ્રેસના ઉમેદવારના ઘરે ટોયલેટ ન હોવાનું સાબિત થતાં ઉમેદવારનું ફોર્મ અમાન્ય કરવાનો હુકમ કરતા ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતાં. તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રીતેશ પટેલે આ હુકમને કોર્ટમાં પડકારવાનું જણાવ્યું હતું. પાલિકા સહિતની ચૂંટણી અંતર્ગત તંત્ર દ્વારા 1500થી વધુ શૌચાલય હયાતી અંગેના પ્રમાણપત્ર અપાયાં વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા કે તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો માટે શૌચાલય હયાતીનું પ્રમાણપત્ર એક અનિવાર્ય દસ્તાવેજ છે. ‘ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા (સુધારા) અધિનિયમ, 2014’ મુજબ, જે વ્યક્તિના ઘરે શૌચાલયની સુવિધા ન હોય, તે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવામાં આવે છે. તંત્ર દ્વારા 1500થી વધુ શૌચાલય હયાતીના પ્રમાણપત્રો આપવામાં આવ્યાં છે.
    Click here to Read More
    Previous Article
    15 એપ્રિલ સુધી ખેલાશે તોડજોડની રાજનીતિનો ખેલ:અમદાવાદમાં 427 ફોર્મ રદ્દ થતા હવે 1123 ઉમેદવારો મેદાનમાં, સુરત-રાજકોટમાં કોંગ્રેસે શરૂ કર્યું 'મિશન અજ્ઞાત'
    Next Article
    અશાંતધારાની પરવાનગી રદ કરવા આવેદન અપાયું:અકોટાની સોસાયટીમાં મુસ્લિમ યુવક સાથે પરણેલી યુવતીએ અપરિણીત હોવાનું કહી અશાંતધારાનો દાખલો લઈ પ્લોટ ખરીદ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment